SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૧ ૨૦૭ અશુભકાર્યની પ્રાપ્તિ પ્રત્યે જ્ઞાનાવરણના ઉદયાદિરૂપ ઘાતિકર્મો જ કારણ છે. કેવલીને ઘાતિકર્મોનો અભાવ હોવાથી તેમના યોગોથી હિંસાદિરૂપ અશુભકાર્યો ક્યારેય થતા નથી. વળી, કેવલીના યોગોથી યથાસંભવ શુભકાર્યો ક્યારેક થાય છે, તેથી કેવલીના યોગોમાં શુભકાર્યોની ફલોપહિતયોગ્યતા પણ છે. આથી જ કેવલી યોગ્ય જીવોનો ઉપકારાદિ કરવારૂપ શુભકાર્યો કરે છે. આ પ્રમાણે કહીને પૂર્વપક્ષી કેવલીના યોગોથી અશક્યપરિહારરૂપ પણ હિંસા થતી નથી એમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી તેમ કહે છે. આ રીતે પૂર્વપક્ષીનો મત બતાવીને ગ્રંથકારશ્રી પૂર્વપક્ષીને કહે છે આ રીતે=પૂર્વપક્ષીએ સ્વીકાર્યું એ રીતે, અપવાદદશામાં પ્રમત્તસંયતના યોગોનું ફલોપહિતયોગ્યપણું હોવાને કા૨ણે આભોગપૂર્વક જીવઘાતહેતુપણું પ્રાપ્ત થવાથી જે રીતે અશુભપણું છે તે રીતે કેવલી ધર્મની બુદ્ધિપૂર્વક અપવાદથી ધર્મોપકરણનું ધા૨ણ કરે તેમાં પણ પૂર્વપક્ષીના મતે આભોગપૂર્વક કેવલી પરિગ્રહ ગ્રહણ કરે છે, તેમ પ્રાપ્ત થાય. તેથી કેવલીના વસ્ત્રગ્રહણમાં ફલોપહિતયોગ્યતા છે. તેથી કેવલીના યોગોને અશુભ સ્વીકારવાની આપત્તિ સ્પષ્ટ છે. ટીકા ઃ अथ यद्यपवादेन धर्मोपकरणग्रहणं भगवतोऽभ्युपगम्यते तदा स्यादयं दोषः, अपवादं च केवलिनः कदापि नाभ्युपगच्छामः, तस्य प्रतिषिद्धप्रतिषेवणात्मकत्वेन स्वरूपतः सावद्यत्वात्, निरवद्यत्वं चास्य, पुष्टालंबन प्रतिषेवितस्य रोगविशेषविनाशकस्य परिकर्मितवत्सनागस्येव प्रायश्चित्तप्रतिपत्त्यादिना सोपाधिकमेव । यापि " गंगाए णाविओ णंदो" इत्यादिव्यतिकरोपलक्षितस्य धर्मरुचेरनगारस्य नाविकादिव्यापादनप्रवृत्तिः, सापि परमार्थपर्यालोचनायां पुष्टालंबनैव, तत्कृतोपसर्गस्य ज्ञानादिहानिहेतुत्वाद् ज्ञानादिहानिजन्यपरलोकानाराधनाभयेन प्रतिषिद्धप्रवृत्तेः पुष्टालम्बनमूलत्वात्, केवलं शक्त्यभावभावाभ्यां पुष्टालंबन तदितरापवादयोः प्रशस्ताप्रशस्तसंज्वलनकषायोदयकृतो विशेषो द्रष्टव्यः ज्ञानादिहानिभयं च केवलिनो न भवति, इति तस्य नापवादवार्त्तापि यच्च धर्मोपकरणधरणं तद्व्यवहारनयप्रामाण्यार्थं, व्यवहारनयस्यापि भगवतः प्रमाणीकर्त्तव्यत्वाद् इत्थं च श्रुतोदितरूपेण धर्मोपकरणधरणे न केवलिलक्षणहानि:, 'इदं सावद्यं' इति प्रज्ञाप्य तदप्रतिषेवणाद् । ઢીકાર્ય ઃ અથ યદ્યપવાલેન..... તપ્રતિષેવાન્ । ‘ગથ’થી પૂર્વપક્ષી કહે છે કે જો અપવાદથી ધર્મોપકરણનું ગ્રહણ ભગવાનને અમારા વડે સ્વીકારાય તો આ દોષ થાય=કેવલીને અશુભયોગની પ્રાપ્તિ રૂપ દોષ પ્રાપ્ત થાય. અને કેવલીને અપવાદ ક્યારેય પણ અમે સ્વીકારતા નથી; કેમ કે તેનું=અપવાદનું, પ્રતિષિદ્ધના પ્રતિસેવનાત્મકપણું હોવાથી સ્વરૂપથી સાવદ્યપણું છે. અને આનું=કેવલીના વસ્ત્રધારણનું, નિરવદ્યપણું છે. અને જે સાવઘ પ્રવૃત્તિ છે તે પુષ્ણલંબનથી પ્રતિસેવિત રોગવિશેષતા વિનાશક પરિકર્મિત વત્સનાગાદિની જેમ પ્રાયશ્ચિત્ત પ્રતિપત્તિ આદિ દ્વારા સોપાધિક જ છે.
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy