SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૯ જેમ સંસારી જીવો આહારસંજ્ઞાને વશ થઈને કવલાહારમાં પ્રવૃત્તિ કરે છે તોપણ સર્વ જીવોના કવલાહાર પ્રત્યે આહારસંજ્ઞા હેતુ નથી આથી જ આહારસંજ્ઞા જેઓએ તિરોધાન કરી છે એવા અપ્રમત્તસાધુ આહારસંન્નારૂપ મોહના પરિણામથી કવલાહાર કરતા નથી, પરંતુ સંયમની વૃદ્ધિના ઉપાયરૂપે જ કવલાહારમાં પ્રવૃત્તિ કરે છે, એટલું જ નહીં, પણ અત્યંત ઉપયોગપૂર્વક આહાર વાપરતી વખતે પણ સંયમના કંડકોની જ વૃદ્ધિ કરે છે, પરંતુ મોહધારાની વૃદ્ધિ કરતા નથી. જેમ કેવલી મોહરહિત હોવાથી આહારસંજ્ઞા રહિતપણે આહાર વાપરે છે તે રીતે મોહના પરિણામ વગર કેવલીના યોગથી પ્રાણાતિપાત થવાનો પણ સંભવ રહે છે. વળી, અપ્રમત્ત મુનિથી મોહના પરિણામરહિત અનાભોગને કારણે મૃષાવાદ થવાનો સંભવ રહે છે, આથી જ ગૌતમસ્વામીએ આનંદ શ્રાવકને કહેલ ગૃહસ્થને આટલા પ્રમાણવાળું અવધિજ્ઞાન થાય નહીં તે મૃષાભાષણ મોહના પરિણામજન્ય નહીં હોવા છતાં દ્રવ્યાશ્રવરૂપ હતું. તેથી જો પૂર્વપક્ષી એમ કહે કે મોહ વગર દ્રવ્યાશ્રવ સંભવે નહીં, તો આહાર સંજ્ઞા વગર આહારની પ્રવૃત્તિ પણ કેવલીને સંભવે નહીં. પૂર્વપક્ષી જો આવું સ્વીકારે તો જેમ દિગંબરો કેવલીને કવલભોજી સ્વીકારતા નથી તેમ પૂર્વપક્ષીને પણ કેવલીને કવલભોજીના અસ્વીકાર આત્મક દિગંબરમત સ્વીકારવાની આપત્તિ આવે. તેથી જેમ આહારસંજ્ઞા વગર કેવલી કવલભોજન કરે છે તેમ પૂર્વપક્ષી સ્વીકારે છે તે રીતે મોહના પરિણામ વગર કેવલીના યોગથી દ્રવ્યાશ્રવની પ્રાપ્તિ થઈ શકે છે, એ પ્રમાણે પૂર્વપક્ષીએ સ્વીકારવું જોઈએ. ટીકા : अथ कवलाहारस्य वेदनीयकर्मप्रभवत्वान्न तत्र मोहनीयस्य हेतुत्वं, आश्रवस्य तु मोहप्रभवत्वप्रसिद्धेर्द्रव्याश्रवपरिणतिरपि मोहजन्यैव, तत्रोदितं चारित्रमोहनीयं भावाश्रवहेतुरसंयतानां संपद्यते, संयतानां तु प्रमत्तानामपि सत्तावर्तिचारित्रमोहनीयं द्रव्याश्रवमेव संपादयति, सुमङ्गलसाधोरिवाऽऽभोगेनापि जायमानस्य तस्य ज्ञानाद्यर्थमत्यापवादिकत्वेन तज्जन्यकर्मबन्धाभावात्संयमपरिणामस्यानपायेनाविरतिपरिणामस्याभावात्तदुपपत्तेः ।। या तु तेषामारंभिकी क्रिया सा न जीवघातजन्या, किन्तु प्रमत्तयोगजन्या 'सव्वो पमत्तजोगो आरंभो'त्ति वचनात्, अन्यथाऽऽरंभिकी क्रिया कस्यचित्प्रमत्तस्य कादाचित्क्येव स्यात्, तत्कारणस्य जीवघातस्य कस्यचित्कादाचित्कत्वात्, अस्ति चाऽऽरंभिकी क्रिया प्रमत्तगुणस्थानं यावदनवरतमेव, किञ्च यदि जीवघातेनाऽऽरंभिकी क्रिया भवेत्तदाऽपरोऽप्रमत्तो दूरे, उपशान्तवीतरागस्याप्यारंभिकी क्रिया वक्तव्या स्याद, अस्ति च तस्य सत्यपि जीवघाते ईर्यापथिक्येव क्रिया, इति न जीवघातात्संयतस्यारंभिकी क्रिया, किन्तु प्रमत्तयोगादिति स्थितम् । ટીકાર્ચ - ગઇ સ્થિત ‘અથથી પૂર્વપક્ષી કહે કે કવલાહારનું વેદનીયકર્મ પ્રભવપણું હોવાથી ત્યાં કેવલીના
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy