SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૮, ૪૯ અંતરંગ મોહજન્ય મલિન ભાવ છે તેઓ જ્યારે બાહ્યહિંસા કરે છે ત્યારે તેઓમાં મોહજન્ય ઉભય સ્વભાવવાળું પાપ પૂર્વપક્ષીના મતે પ્રાપ્ત થાય. આ પ્રકારે સ્વીકારવાનો પ્રસંગ પ્રાપ્ત થાય, જે અત્યંત અનુચિત છે. માટે પૂર્વપક્ષી કહે છે કે કેવલીને મોહ નથી માટે ગહણીય પાપ નથી અને અજ્ઞાન નથી માટે અગહણીય પાપ નથી. તથા બારમા ગુણસ્થાનકમાં અજ્ઞાનને કારણે અગહણીય પાપ છે અને મોહ નહીં હોવાને કારણે દ્રવ્યહિંસારૂપ ગહણીય પાપ નથી તે કથન અર્થ વગરનું છે. I૪૮ાા અવતરણિકા - द्रव्याश्रवस्य मोहजन्यत्वमेव व्यक्त्या निराकुर्वनाह - અવતરણિકાર્ય - દ્રવ્યાશ્રવના મોહજન્યત્વને જ વ્યક્તિથી=પ્રગટ રીતે, નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ - દ્રવ્યાશ્રવ મોહજન્ય જ છે એ પ્રકારે પૂર્વપક્ષી માને છે, તેને વ્યક્ત રીતે નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : णियणियकारणपभवा दव्वासवपरिणई ण मोहाओ । इहरा दव्वपरिग्गहजुओ जिणो मोहवं हुज्जा ।।४९।। છાયા : निजनिजकारणप्रभवा द्रव्यास्रवपरिणतिर्न मोहात् । इतरथा द्रव्यपरिग्रहयुतो जिनो मोहवान् भवेत् ।।४९।। અન્વયાર્થઃ વિશRMમવા=તિજ નિજ કારણ પ્રભવ, ત્રાસવર્જિકદ્રવ્યાશ્રવની પરિણતિ છે, ગોદાગમોહથી, =નથી. દર =ઈતરથાવ્યાશ્રવની પરિણતિ પોતપોતાના કારણે પ્રભવ ન સ્વીકારવામાં આવે અને મોહથી સ્વીકારવામાં આવે તો, રિસાદનુગોદ્રવ્યપરિગ્રહયુક્ત, નિt=જિત, મોદવંગ મોહવાળા, હુન્ના=થાય. In૪૯ ગાથાર્થ : નિજ નિજ કારણ પ્રભાવ દ્રવ્યાશ્રવની પરિણતિ છે, મોહથી નથી. ઈતરથા દ્રવ્યાશ્રવની પરિણતિ પોતાપોતના કારણે પ્રભવ ન સ્વીકારવામાં આવે અને મોહથી સ્વીકારવામાં આવે તો, દ્રવ્યપરિગ્રહયુક્ત જિન મોહવાળા થાય. II૪૯ll
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy