SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૭, ૪૮ ૧૭૭ ભાવાર્થ : પૂર્વપક્ષી ઉપશાંતમોહગુણસ્થાનકમાં મોહની સત્તા હોવાને કારણે દ્રવ્યવધ સ્વીકારે છે અને બારમા આદિ ગુણસ્થાનકમાં મોહની સત્તાનો અભાવ હોવાથી દ્રવ્યહિંસાનો સર્વથા અભાવ સ્વીકારે છે. તેથી કેવલીના યોગને આશ્રયીને અશક્યપરિહારરૂપ હિંસા સંભવે નહીં તેમ સ્થાપન કરે છે. તેની પુષ્ટિ કરવા અર્થે તે કહે છે કે ઉપદેશપદ ગાથા-૭૩૧ની ટીકામાં ઉપદેશપદના ટીકાકારશ્રી વડે વીતરાગ શબ્દથી ક્ષણમોહાદિવાળાને જ ગ્રહણ કરેલ છે, ઉપશાંતમોહવાળાને ગ્રહણ કરેલ નથી. તેથી નક્કી થાય છે કે ક્ષીણમોહવાળાને જ દ્રવ્યહિંસા અને ભાવહિંસા જે ગ્રહણીય છે તેનો સર્વથા અભાવ છે. ઉપશાંતમોહવાળાને કષાયોના ઉદયનો અભાવ હોવાથી ભાવહિંસાનો અભાવ હોવા છતાં મોહનીયની સત્તાને કારણે ગહણીય એવી દ્રવ્યહિંસા છે. આથી જ ઉપદેશપદના વૃત્તિકારે વીતરાગ શબ્દથી ક્ષીણમોદાદિ જ ગ્રહણ કરેલ છે. ઉપદેશપદના ટીકાકારશ્રીએ ગાથા-૭૩૧માં ઉપશાંતમોહવીતરાગને કેમ ગ્રહણ કરેલ નથી ? તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે – ઉપદેશપદના વૃત્તિકારનું વચન પરિનિષ્ઠિત વચન છે. ક્ષીણમોહવાળા વીતરાગ પાપ અકરણનિયમની પરિનિષ્ઠાને પામેલા છે, તેથી તેઓને હવે પછી ક્યારેય પણ કષાયના ઉદયકૃત પાપકરણની પ્રાપ્તિ થશે નહીં. જ્યારે ઉપશમશ્રેણીમાં રહેલા મહાત્માને કષાયના ઉદયનો સર્વથા અભાવ હોવા છતાં કષાયના કાલુષ્યને નહીં કરવારૂપ પાપઅકરણની પરિનિષ્ઠા નથી. તેથી જ ઉપશમશ્રેણીથી પાત પામ્યા પછી તેઓને અવશ્ય કષાયનો ઉદય થાય છે અને કષાયના ઉદયને કારણે જ તેઓ નીચેના ગુણસ્થાનકમાં અપકર્ષને પામે છે. માટે ઉપદેશપદની ગાથા-૭૩૧માં વીતરાગપદથી ઉપશાંતમોહવીતરાગને ગ્રહણ કરેલ નથી એમાં કોઈ દોષ નથી. ટીકાકારશ્રીએ વીતરાગ શબ્દથી ઉપશાંતમોહવાળાને ગ્રહણ કર્યા નથી તેના બળથી એ સિદ્ધ થતું નથી કે મોહની સત્તાને કારણે તેઓને દ્રવ્યહિંસા છે અને વીતરાગ શબ્દથી ક્ષીણમોહવાળાને ગ્રહણ કર્યા છે માટે તેઓને દ્રવ્યહિંસા નથી તેમ પણ સિદ્ધ થતું નથી, પરંતુ ક્ષીણમોલવાળા પાપને કરવાનો ત્યાગ કર્યા પછી ફરી ક્યારેય પાપ કરવાના નથી અને ઉપશાંતમોહવાળાને ઉપશમશ્રેણીકાલે સર્વથા પાપથી વિરામ થવા છતાં જે જે અંશથી જેટલો કષાયનો ઉદય થશે તેટલા પાપના કરણની પ્રાપ્તિ થશે. આથી જ ઉપશાંતમોહવાળા શ્રેણીથી પાત પામીને નિગોદમાં જાય તો સર્વ પ્રકારનાં પાપોના કરણની પ્રાપ્તિ થાય છે, અનુત્તરવિમાનમાં જાય તો અનંતાનુબંધી કષાયને છોડીને અન્ય કષાયના ઉદયરૂપ પાપકરણની પ્રાપ્તિ થાય છે અને ચારિત્રના ગુણસ્થાનકમાં અવસ્થિત રહે તો સંજ્વલનના ઉદયકૃત પાપકરણની પ્રાપ્તિ થાય છે. I૪ળી. અવતરણિકા : ननु वीतरागो गर्हणीयं पापं न करोति' इति वचनाद् गर्हणीयपापाभावः क्षीणमोहस्य सिद्ध्यति, गर्हणीयं च पापं द्रव्याश्रव एव, तस्य गर्दापरायणजनस्य प्रत्यक्षत्वाद् इति द्रव्याश्रवाभावस्तत्र सिद्ध
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy