SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૩૬, ૩૭ શકે છે તે રીતે અન્યદર્શનના જે માર્ગાનુસારી જીવો છે તેઓ મિથ્યાત્વની મંદતાને કારણે મોક્ષમાર્ગને અનુકૂળ આચરણાના સૂક્ષ્મ તત્ત્વને જોઈ શકતા નથી, તોપણ સમ્યક્તના સન્મુખભાવમાત્રથી તેવી આચરણાના અભિમુખ ભાવવાળી મોક્ષમાર્ગની આચરણા કરે છે. તેવી લૌકિક સુંદર આચરણા અને લોકોત્તર સુંદર આચરણા ઉભય અનુગત એવા જે સામાન્ય ગુણ છે તેની પ્રશંસા કરવી જોઈએ એમ પૂર્વની ગાથાના કથનથી સિદ્ધ થાય છે. અર્થાતુ પોતાને જે નિર્જરા ઇષ્ટ છે તેના સાધનરૂપે તે પ્રશંસા છે તેમ સિદ્ધ થાય છે; કેમ કે મોક્ષને અનુકૂળ ગુણોની પ્રશંસાથી જ નિર્જરાની પ્રાપ્તિ છે. તેથી મિથ્યાદૃષ્ટિમાં રહેલા પણ મોક્ષને અનુકૂળ ગુણની પ્રશંસા કલ્યાણનું કારણ છે તેમ ફલિત થાય છે. તેથી ‘મિથ્યાષ્ટિના ગુણોની પ્રશંસા અમે કરતા નથી' એ પ્રમાણે જૈનદર્શનમાં રહેલા કેટલાક અવિચારક સાધુઓ કહે છે તે દુર્વચન છે; કેમ કે મોક્ષને અનુકૂળ એવા મિથ્યાદૃષ્ટિના ગુણ પ્રત્યેના દ્વેષથી જ તે પ્રકારના વચનનો પ્રયોગ થાય છે. અહીં પૂર્વપક્ષી કહે કે અમને ગુણો પ્રત્યે દ્વેષ નથી પરંતુ સમ્યગ્દષ્ટિ-મિથ્યાત્વીના સાધારણ ગુણની પ્રશંસા કરવાથી સમ્યગ્દષ્ટિના વિશેષ ગુણોના અતિશયના ભંગની પ્રાપ્તિ થાય સમ્યક્ત સહિત જ ગુણોની અનુમોદના થાય એ પ્રકારના સમ્યગ્દષ્ટિના વિશેષ ગુણોના અતિશયના ભંગની પ્રાપ્તિ થાય, એવા ભયથી જ અમે મિથ્યાષ્ટિના ગુણની પ્રશંસા કરતા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે કે એ રીતે સમ્યગ્દષ્ટિ જીવ કરતાં દેશવિરતિધર શ્રાવકમાં અતિશય ગુણો છે અને સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિધર બંનેમાં સાધારણ એવા જિનવચનની શ્રદ્ધા, ભગવાનની ઉત્તમ ભક્તિ આદિ ગુણોની પ્રશંસા કરવાથી દેશવિરતિધર શ્રાવકના જે ગુણ અતિશય છે તેના ભંગની આપત્તિની પણ પ્રાપ્તિ છે. માટે સમ્યક્તીના સમ્યક્ત ગુણની કે ભગવાનની પૂજાના ગુણની પણ પ્રશંસા કરી શકાય નહિ તેમ સ્વીકારવું પડે. માટે એમ જ સ્વીકારવું જોઈએ કે મોક્ષમાર્ગને અનુકૂળ જે પણ ગુણ જેમાં છે તેને જોઈને હૈયાની પ્રીતિપૂર્વક તેની પ્રશંસા કરવી જોઈએ. ll૩૬ાા અવતરણિકા: दुर्वचनत्वं चास्य व्यक्त्या तत्प्रशंसाविधायकसद्वचनबाधात्सिद्ध्यतीति तदुपदर्शयति - અવતરણિતાર્થ - અને આનું મિથ્યાષ્ટિના ગુણોની અને પ્રશંસા કરતા નથી એવું, દુર્વચનપણું તેના પ્રશંસાવિધાયક સદ્વચલના બાધથી–મિથ્યાદષ્ટિના ગુણની પ્રશંસા વિધાયક શાસ્ત્રવચનના બાધથી, સિદ્ધ થાય છે, એથી તેને=મિથ્યાદષ્ટિના ગુણની પ્રશંસાવિધાયક સદ્વચનને, બતાવે છે – ગાથા : मग्गाणुसारिकिच्चं तेसिंपि अणुमोअणिज्जमुवइटें । सिवमग्गकारणं तं गम्मं लिंगेहिं धीरेहिं ।।३७।।
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy