SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ ધર્મપરીક્ષા ભાગ-૨/ ગાથા-૪૨ તત્કૃત અશુભ વિપાકથી કુવિકલ્પથી કરાયેલા એવા અશુભ કર્મના વિપાકથી, વિસ્તાર કરે છે=જીવતો વિસ્તાર કરે છે, તેaહદયમાં રહેલા ભગવાન કુવિકલ્પનો છેદ કરે છે તે, અન્ય વડે પણ કહેવાયું છે – કોઈક મુનિનું પણ મન પુણ્યમાં પ્રમાણ થાય સંગત થાય, પાપમાં પણ દશ્યવૃત્તિવાળું થાય ક્યારેક પાપમાં પણ દેખાય. વળી હષત્કરૂણાવાળા એવા પરમેશ્વર ભક્ત પ્રત્યે અતિશય થતી કરુણાવાળા પરમેશ્વર, તઐિતિચિત્તનો-પાપના ચિંતવન કરનારા ચિત્તનો, રોધ કરે છે.” ). ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. આગાથાના પૂર્વાર્ધનો અત્યાર સુધી અર્થ કર્યો એ, અવય પ્રદર્શન છે=ભગવાન ભક્તના અનર્થના નિરાકરણના હેતુત્વના ગુણવાળા છે, તેનો અવય પ્રદર્શન છે. વ્યતિરેકને કહે છે=ભગવાન હદયમાં ન હોય તો હદયમાં કુવિકલ્પ થાય છે એ રૂપ વ્યતિરેકને ગાથાના ઉત્તરાર્ધથી કહે છે, તદભક્તને વળી કુતર્કથી આબાતપણું હોવાને કારણે ભગવાનની ભક્તિથી રહિત જીવને વળી, તેમાં પણ=સકલ દોષ રહિત જગતના જીવના હિતરૂપ ભગવાનમાં પણ, ભક્તિના મિષથી=લોકસાક્ષિક કૃત્રિમ ભક્તિના વ્યપદેશથી, અસદ્ અધ્યારોપલક્ષણ કુવિકલ્પ= ભગવાનનું જેવું સ્વરૂપ ન હોય તેવા સ્વરૂપનું ભગવાનમાં અધ્યારોપ કરીને ભગવાનના સ્વરૂપને કહેવાતા પરિણામરૂપ કુવિકલ્પ, થાય છે; કેમ કે હદયમાં ભગવાનના અવસ્થાનનો અભાવ છે=હદયમાં ભગવાનના વચનને જાણીને ભગવાનના વચનાનુસાર જ મારે તત્વનું સ્થાપન કરવું છે તેવા પ્રકારના પરિણામરૂપ ભગવાનના અવસ્થાનનો અભાવ છે. જરા ભાવાર્થ : સામાન્ય રીતે ભક્તિવાળા પ્રત્યે ભગવાન પ્રસન્ન થાય છે અને તેનું હિત કરે છે તેવી લોકવ્યવહાર છે. તેને જ ઉચિત નય દૃષ્ટિથી સ્વીકારીને ગ્રંથકારશ્રી કહે છે – જે મહાત્મા જે કાંઈ ઉપદેશ આપે છે કે જે કાંઈ સૂત્રનું વ્યાખ્યાન કરે છે તે મહાત્મા ભગવાનને હૃદયમાં રાખીને પ્રયત્ન કરતા હોય તો તેઓની સૂત્રની પ્રરૂપણા ભગવાન પ્રત્યે બહુમાનભાવથી યુક્ત હોવાને કારણે જિનવચનાનુસાર જ થાય છે. તેવા મહાત્માના હૃદયમાં રહેલા ભગવાન પોતાના ભક્તના હૃદયમાં કુતર્કના અભિનિવેશરૂપ કુવિકલ્પનો છેદ કરે છે. કઈ રીતે કુતર્કના અભિનિવેશરૂપ કુવિકલ્પનો છેદ કરે છે? તે સ્પષ્ટ કરે છે – સંસારી જીવોએ અનાદિ ભવની પરંપરાથી મહામોહનો પરિચય કર્યો છે. તેથી સંસારી જીવોનો ઉપયોગ ક્રોધ, માન, માયા, લોભાદિ ભાવોને આશ્રયીને સદા પ્રવર્તતો હોય છે અને તેનાથી જનિત તેઓને સ્વમતિ અનુસાર કુવિકલ્પો પ્રવર્તે છે. તેથી સંસારી જીવો બાહ્ય પદાર્થને આશ્રયીને જેમ કુવિકલ્પો કરે છે તેમ સંયમ લઈને સાધુ થયેલા પણ મહાત્માઓ જો સદા ભગવાનના ગુણોનું સ્મરણ કરીને ભગવાનના વચનથી નિયંત્રિત મતિવાળા ન થાય તો સ્વમતિ અનુસાર કષાયને પરવશ સૂત્રોના અર્થ કરવાની મતિરૂપ કુવિકલ્પો કરે છે. જેના હૈયામાં વીતરાગ પ્રત્યેનો રાગ છે તેવા મહાત્માને કોઈક નિમિત્તથી એક પણ વિકલ્પ ઊઠ્યો
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy