SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ ધર્મપરીક્ષા ભાગ-૨/ ગાથા-૪૧, ૪૨ પતિ આદિના ભેદથી તીર્થંકરના દર્શનનું મહાકલ્યાણને લાવનારાપણાનું પૂર્વાચાર્યો વડે પ્રદર્શિતપણું છે. II૪૧II ભાવાર્થ : જે મહાત્માઓ સૂત્રોના અર્થો શાસ્ત્રવિધિ અનુસાર યોગ્ય જીવોને કહે છે તેઓ સૂત્રના ભાષક છે. તેઓ ભગવાને કહેલાં સૂત્રો ઉપદેશરૂપે યોગ્ય જીવોને કહે છે. વળી, પોતાના ઉપકારાર્થે સૂત્રનું મનન કરવાના પ્રયોજનથી અને યોગ્ય જીવોને સૂત્રનો યથાર્થ અર્થ પ્રાપ્ત થાય તે પ્રયોજનથી સૂત્રો ઉપર ટીકાદિ લખીને સૂત્રનું કથન કરે છે તે સર્વ મહાત્માઓ પણ સૂત્રના ભાષક છે. આવા મહાત્માઓ સૂત્રનું ભાષણ કરતા હોવાથી તેઓના હૈયામાં નિયમથી તીર્થંકર સ્થિત છે; કેમ કે સૂત્રના અર્થને કહેતી વખતે કે લખતી વખતે ભગવાનની આજ્ઞાની ઉપસ્થિતિ કરીને તે આજ્ઞાનુસાર જ્યારે સૂત્રનું કથન કરે છે ત્યારે તે આજ્ઞાની સાથે સંબંધિત ભગવાનનું સ્મરણ થાય છે. તેથી હૃદયમાં તે આજ્ઞા સાથે સંબંધિત એવા ભગવાનનું સદા સ્મરણ રહે છે. જેઓના હૈયામાં સદા ભગવાન છે એમને નિયમથી કલ્યાણની પ્રાપ્તિ છે; કેમ કે સૂત્રના બોલવાના કાળમાં ભગવાન સ્મૃતિ હોવાને કારણે ભગવાનની સાથે ઉપયોગની તન્મયતા થાય તો સમાપત્તિથી ભગવાનનું દર્શન થાય છે અર્થાત્ વીતરાગના વિતરાગતાગુણ સાથે તન્મયતા થવારૂપ સમાપત્તિથી અંતરંગ ચક્ષુથી પરમાત્માનું દર્શન થાય છે. પરમાત્માનું સમાપત્તિ આદિથી દર્શન એ મહાકલ્યાણનું કારણ છે તેમ પૂર્વાચાર્ય એવા હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહેલ છે. સમાપત્તિ આદિમાં આદિ પદથી આપત્તિ અને પ્રાપ્તિનું ગ્રહણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાનના ગુણોની સાથે તન્મયતા થાય એટલે સમાપત્તિ થાય. સમાપત્તિના પ્રકર્ષને કારણે તીર્થંકર નામકર્મનો બંધ થાય ત્યારે આપત્તિ થાય અને તીર્થકરના ભવની પ્રાપ્તિ થાય ત્યારે પ્રાપ્તિ થાય. આ સ્વરૂપે તીર્થકરનું દર્શન આજ્ઞાના સ્મરણથી થાય છે. જે કલ્યાણનું એક કારણ છે. II૪૧II અવતરણિકા : कल्याणप्रापकत्वं च हृदयस्थितस्य भगवतोऽनर्थनिराकरणद्वारा स्यादित्यन्वयव्यतिरेकाभ्यां तस्यानर्थनिराकरणहेतुत्वगुणमभिष्टुवन्नाह - અવતરણિકાર્ય - અને હદયમાં રહેલા ભગવાનનું અતર્થ નિરાકરણ દ્વારા કલ્યાણપ્રાપકપણું થાય, એ પ્રમાણે અવય-વ્યતિરેક દ્વારા તેમના=હદયમાં રહેલા ભગવાનના, અનર્થનિરાકરણના હેતુત્વરૂપ ગુણની સ્તુતિ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : हिययट्टिओ अ भयवं छिंदइ कुविगप्पमत्तभत्तस्स । तयभत्तस्स उ तंमि वि भत्तिमिसा होइ कुविगप्पो ॥४२।।
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy