SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ નથી કે મારા કયા કૃત્યનું આ ફળ છે ? ત્યાર પછી તે એવીને એડમૂકપણાને પામશે અથવા નારકતિર્યચપણાને પામશે જયાં બોધિ દુર્લભ છે. આ પ્રકારના ઉસૂત્રભાષણના સંસારપરિભ્રમણના વચનના બળથી જમાલિને સૂક્ષ્મ એકેન્દ્રિય ભવાની પ્રાપ્તિ થશે તેમ પૂર્વપક્ષી કહે છે, તે અતિકદાગ્રહ ભરેલું છે; કેમ કે ઉપદેશમાલાના કથનમાં તિર્યંચ, મનુષ્ય, દેવભવમાં કેટલાક ભવ ભમશે તેમ કહેવાથી વ્યક્ત જ પરિમિત ભવભ્રમણ જણાય છે. આમ છતાં તે વચનનું સ્વઇચ્છાનુસાર અવશિષ્ટ અનંત ભવની કલ્પના કરવી એ અપ્રામાણિક છે. વળી, ઉપદેશમાલાકર્ણિકામાં કેટલાક ભવો’ એમ જે કહ્યું તે સ્થૂલ અભિધાન છે, સૂક્ષ્મથી જમાલિને અનંત ભવો છે, એમ જે પૂર્વપક્ષી કહે છે તેમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. અહીં પૂર્વપક્ષી કહે કે ઉપદેશમાલાકર્ણિકામાં “કૂત્રિવૃત્તિ’ પામશે, એ વચનથી જ જમાલિના અનંત ભવો છે, તેમ સિદ્ધ થાય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – તે પ્રમાણે સ્વીકારવામાં અમને કોઈ દોષ નથી; કેમ કે દૂરતા-આસન્નતા આપેક્ષિક છે. તેથી કેટલાક ભવો ભમશે તેને પણ દૂરાત્ શબ્દથી ગ્રહણ થઈ શકે છે. વળી, દૂર પદ વગર પણ અન્યત્ર જમાલિના કેટલાક ભવોનું અભિધાન પ્રાપ્ત થાય છે. માટે જમાલિને અનંત ભવો છે તેવો અર્થ ઉપદેશમાલાકર્ણિકાના વચનથી થઈ શકે નહિ. વળી, કોઈક પૂર્વપક્ષી કહે છે કે તીર્થંકરની આશાતના કરનાર જમાલિના ૧૫ ભવ અને સુબાહુકુમારના ૧૬ ભવ સ્વીકારીએ તો જિનાજ્ઞા કરતાં વિરાધના જ સારી છે, માટે જમાલિને અનંત ભવ જ સ્વીકારવા ઉચિત છે. તેને ગ્રંથકારશ્રી કહે છે – દૃઢપ્રહારીને તે જ ભવમાં મોક્ષ થયો છે અને આનંદાદિ શ્રાવકોને દેવમનુષ્યભવની પ્રાપ્તિના ક્રમથી મોક્ષ થશે. તેમાં કારણ તેઓની તે પ્રકારની આરાધનાનો ભેદ છે અર્થાત્ દઢપ્રહારી આદિએ પાપ કરીને ઉત્કટ આરાધના કરી તો તે જ ભવમાં મોક્ષ પ્રાપ્ત થયો અને આનંદ શ્રાવક આદિ તથાવિધ પાપ ન કરવા છતાં તેવી ઉત્કટ આરાધના તે ભવમાં ન કરી શક્યા તેથી મોક્ષ ન થયો. તે રીતે સુબાહુકુમાર પણ તેવી ઉત્કટ આરાધના ન કરી શક્યા તેથી ૧૯ ભવે મોક્ષની પ્રાપ્તિ થશે. જમાલિએ તીર્થંકરની આશાતના કરી અને તે ભવમાં તે પાપની શુદ્ધિ ન કરી તેથી ભવભ્રમણ પ્રાપ્ત થયું. કિલ્બિષિકના ભવથી ચ્યવને ૧૫ ભવ કર્યા પછી પ્રવજ્યાનો પરિણામ થશે ત્યારે સર્વ પાપની નિવૃત્તિ કરે તેવા ઉત્કટ પ્રવ્રજ્યાના પરિણામથી સર્વ પાપની નિવૃત્તિ થશે, ત્યારબાદ મોક્ષની પ્રાપ્તિ થશે. તે પ્રમાણે જમાલિના ૧૫ ભવ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. વળી, કોઈક કહે છે કે સાધુની ભક્તિવાળા મરીચિએ ઉત્સુત્રભાષણ કર્યું. તેથી તેમને અસંખ્ય ભવભ્રમણની પ્રાપ્તિ થઈ અને જમાલિએ સાક્ષાત્ તીર્થકરને દૂષણ આપ્યું, છતાં ૧૫ ભવ છે તેમ કહેવું અતિ અસમંજસ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – દરેક જીવોના તથાભવ્યત્વનો ભેદ છે, તેથી કોઈક જીવ ઘણું પાપ કર્યા પછી પણ તે જ ભવમાં નિવર્તન પામી જાય અને તે પાપની શુદ્ધિ કરી લે તો તે પાપના અનર્થની પ્રાપ્તિ કરતો નથી. જેમ વંકચૂલે જીવનના પૂર્વાર્ધમાં ઘણાં પાપો કર્યા, છતાં પશ્ચાઈમાં શ્રાવકધર્મની આરાધના કરી અને કરેલાં પાપોની શુદ્ધિ પ્રાપ્ત કરી, પરિણામે તેને બારમા દેવલોકની પ્રાપ્તિ થઈ. તે જ
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy