SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ આદિ અને અંતે બંને પદથી વિકલ પણ હોય છે. અને દેવ કિલ્બિષિયાના ભવભ્રમણને કહેનારા ભગવતીના પાઠમાં ચત્તારિ શબ્દની પૂર્વે યાવત્ શબ્દ છે તે આદિ અને અંતથી વિકલ છે, માટે કોઈ દોષ નથી. વળી, વિશેષ્યવાચક યાવતુ શબ્દ માત્ર અંત્યપદથી વિશિષ્ટ હોય તેવું સ્થાન બતાવવા માટે “તથાતિથી જે આગમનો પાઠ આપ્યો છે તે પાઠનો અર્થ આ પ્રમાણે છે – જેઓ મનુષ્યભવને પામીને એકાંતપંડિત=એકાંત બુદ્ધિમાન છે. તેઓ મનુષ્ય ભવની પ્રત્યેક ક્ષણો ત્રણ ગુપ્તિના બળથી સતત સંસારના ઉચ્છેદ માટે પ્રવર્તાવે છે. તેથી તેઓનો રાગ માત્ર જિનવચનના પરમાર્થને જાણવામાં અને જાણીને સ્થિર કરવામાં છે. આ રીતે જિનવચનનો પરમાર્થ સ્થિર કરીને તે વચનના બળથી તેઓ વીતરાગભાવના સંસ્કારનું આધાન થાય તે રીતે સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે. તેથી તેમનો રાગ વીતરાગના વચનથી નિયંત્રિત છે અને તેમનો દ્વેષ અવીતરાગભાવ પ્રત્યે છે તથા જગતના સર્વ ભાવો પ્રત્યે તેમની ઉપેક્ષા છે. આવા બુદ્ધિમાન મનુષ્ય મરીને તે જ ભવમાં મોક્ષમાં જાય છે. જો કદાચ તે ભવમાં મોક્ષમાં ન જાય તો જન્માંતરમાં દેવભવનું આયુષ્ય બાંધીને કલ્પપપન્ન અર્થાત્ વૈમાનિકદેવ થાય છે. તે સિવાય અન્ય કોઈ ગતિમાં એકાંતપંડિત એવા મહાત્મા જતા નથી. આ પાઠમાં જે યાવત્ શબ્દ છે તે ગણ સંબંધી આદ્યત શબ્દથી વિશિષ્ટ જ પૂર્વપ્રક્રાન્તવાક્યર્થનો વાચક નથી પરંતુ યાવતું શબ્દ સાથે સંબંધિત અંત્ય પદના ઉપસંદાનથી જ પૂર્વપ્રકાન્તવાક્યના અર્થનો વાચક છે. આ પ્રમાણે ચત્તારિ પંચ ઇત્યાદિમાં રહેલા યાવતું શબ્દ સાથે સંબંધિત પદના ઉપસંદાનથી ભાવતું શબ્દનું પૂર્વપ્રક્રાન્તવાક્યર્થનું વાચકપણું ભગવતીસૂત્રના પાઠમાં છે એમ સ્વીકારવામાં કોઈ બાધ નથી. માટે ભગવતીસૂત્રના વચનના બળથી જમાલિને અનંતભવની સિદ્ધિ છે એમ જે પૂર્વપક્ષી કહે છે, તે સંગત નથી.” ટીકા :किञ्च - सूत्रे द्योतकरचनारूपमपि यावत्पदं दृश्यते । यथा स्कन्दकाधिकारे (श.२ उ.१) "भावओ णं सिद्धे अणंता नाणपज्जवा अणंता दंसणपज्जवा जाव अणंता अगुरुअलहुपज्जवा” इत्यत्र, न ह्यत्र गणमध्यस्थस्यान्यस्यार्थस्य परामर्शो यावच्छब्देन कर्तुं शक्यते, यतोऽसौ गणस्तावदीत्थमुपदर्शितः “भावओ णं जीवे अणंता नाणपज्जवा अणंता दंसणपज्जवा अणंता चरित्तपज्जवा अणंता गुरुअलहुअपज्जवा अणंता अगुरुअलहुअपज्जवत्ति” । तत्र ज्ञानदर्शनपर्यायाः सिद्धस्य साक्षादेवोक्ताः, चारित्रपर्यायाश्च तस्य न संभवन्ति, “णो पारभविए चरित्ते” इत्यत्र सिद्धानां चारित्रस्य व्यक्तमेव निषिद्धत्वात्, गुरुलघुपर्यायाश्चौदारिकादिशरीराण्याश्रित्य व्याख्याता इति तेऽपि सिद्धस्य न संभवन्ति, अगुरुलघुपर्यायाश्च कार्मणादिद्रव्याणि जीवस्वरूपं चाश्रित्य व्याख्याताः, तत्र कार्मणादिद्रव्याश्रितास्ते सिद्धस्य न संभवन्ति, जीवस्वरूपं त्वाश्रित्य सर्वांशशुद्धास्ते संभवन्ति, परं तेऽपि साक्षाच्छब्देनोक्ता इति यावच्छब्दवाच्यं नावशिष्यते इति, ततो यथा तत्र वाक्यार्थद्योतक एव यावच्छब्दस्तद्वदिहापि स्यादिति किमनुपपन्नमिति निपुणधिया निभालनीयं प्रेक्षावद्भिः ।
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy