SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ २-४२) इत्यनुशासनात्कालनियमसिद्धौ न पुनस्तदभिधानाय यावच्छब्दप्रयोगः, अर्थपुनरुक्ततायाः प्रसङ्गात्, तस्मात्तदनुरोधेन तावच्छब्दस्य विशेषसूत्रे यावत्तावच्छब्दयोश्चाध्याहारकल्पनातिजघन्यैવ્રુતિ । ટીકાર્ય : ૧૦૫ 312 ..... અતિનયન્યુવેતિ । ‘અથ’થી પૂર્વપક્ષી કહે છે કે અન્યત્ર=ભગવતીસૂત્ર સિવાયના, જમાલિના સંસારપરિભ્રમણને કહેનારા પાઠોમાં યથા-તથા હો=ભગવતીથી અન્ય પ્રકારે જે પ્રકારે કહ્યું હોય તે પ્રકારે હો, પરંતુ ભગવતીની અપેક્ષાએ જમાલિના અનંત ભવો જ પ્રાપ્ત થાય છે. જે કારણથી ‘યાવત્' શબ્દ સામાન્યસૂત્રમાં છે=પૂર્વમાં દેવકિલ્બિષિયાના સંસારપરિભ્રમણને કહેનારા ભગવતીના સામાન્યસૂત્રમાં યાવત્ શબ્દ છે. અને તેનો=યાવત્ શબ્દનો, પ્રયોગ ક્યારેક વિશેષ્યરૂપે, ક્યારેક વિશેષણરૂપે થાય છે. તેમાં=થાવત્ શબ્દના વિશેષ્ય અને વિશેષણરૂપે કરાતા શબ્દપ્રયોગમાં, વિશેષ્યપણાથી પ્રયોગ કરાયેલો યાવત્ શબ્દ પૂર્વમાં કહેવાયેલા ગણ સંબંધી આદ્યન્ત પદોથી વિશિષ્ટ છતો જ ગણમધ્યવર્તી પદાર્થોનો સંગ્રાહક થાય છે. અર્થાત્ કોઈક સ્થાનમાં કોઈક વક્તવ્યની ઘણી બધી વિશેષતાને બતાવનારા શબ્દો હોય તે શબ્દોનું ફરી બીજા વક્તવ્યમાં કથન કરવું હોય ત્યારે પ્રથમના કેટલાક શબ્દો અને ઉત્તરના કેટલાક શબ્દોનું કથન કરવામાં આવે છે. અને વચલા સર્વ શબ્દોનું યાવત્ શબ્દથી સંગ્રહ કરવામાં આવે છે. ત્યારે યાવત્ શબ્દ વિશેષ્યરૂપે પ્રયુક્ત થયો છતો તે ગણના મધ્યવર્તી પદાર્થોનો સંગ્રાહક થાય છે અને તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. જે પ્રમાણે “હે ભગવન્ ! જમાલિ અણગાર અરસ આહારવાળા, વિરસાહારવાળા, અંતાહારવાળા, રૂક્ષાહારવાળા, તુચ્છાહારવાળા, અરસજીવી, વિરસાહારજીવી કહ્યા પછી ‘જાવ' શબ્દથી અંતજીવી, રૂક્ષજીવીનો સંગ્રહ કર્યો. અને ત્યાર પછી તુચ્છજીવી, ઉપશાંતજીવી, પ્રશાંતજીવી એમ કહ્યું, તેનો ભગવાન ઉત્તર આપતાં કહે છે. હે ગૌતમ ! હા, એમ જ છે.” ઇત્યાદિ સામાન્ય સૂત્રમાં કહેલ ગણના આદ્ય અને અંત શબ્દથી વિશિષ્ટ, “હે ગૌતમ ! જમાલિ અણગાર અરસ આહારવાળો જાવ વિવિક્ત જીવી છે.” એ પ્રકારના સૂત્રમાં કહેલા વાક્યગત યાવત્ શબ્દ છે અને તેનું=યાવત્ શબ્દનું, સર્વ આદિપણાથી બુદ્ધિસ્થનું વાચકપણું હોવાને કારણે મધ્યવર્તી પણ નાના રૂપ, નાના સંખ્યાવાળા પદાર્થોનું સંગ્રાહકપણું છે. આ રીતે આદિ-અંત શબ્દનું પણ ગણના અનુરોધથી ભિન્નત્વ જ જાણવું. વળી, યાવત્ શબ્દ પણ ઘટ, પટાદિની જેમ નિયત પદાર્થનો વાચક નથી અર્થાત્ જે ગણમાં જે મધ્યવર્તી પદાર્થ હોય તે તે પદાર્થનો સંગ્રાહક છે, પરંતુ જેમ ઘટ શબ્દ ઘટનો જ નિયત વાચક છે તેમ યાવત્ શબ્દ કોઈ નિયત પદાર્થનો વાચક નથી. યાવત્ શબ્દ જે ગણમાં જે પદાર્થનો સંગ્રહ હોય તેનો વાચક છે. પૂર્વમાં કહેલ કે યાવત્ શબ્દનો પ્રયોગ ક્યારેક વિશેષ્ય રૂપે, ક્યારેક વિશેષણરૂપે થાય છે. તેમાંથી વિશેષ્યરૂપે ક્યારે થઈ શકે તેની સ્પષ્ટતા કરી. હવે વિશેષણરૂપે ‘યાવત્' શબ્દનો પ્રયોગ ક્યારે થાય છે ? તેની સ્પષ્ટતા કરતાં કહે છે ―
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy