SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ N વચનથી ઉત્સુત્રભાષી જીવોને નિયમથી અનંતસંસાર સિદ્ધ થાય તો શિથિલવિહારી એવા પાર્શ્વસ્થ આદિને પણ ઉપદેશપદના વચનથી અનંતસંસારની પ્રાપ્તિ થાય. આમ છતાં ઉત્સુત્રભાષી અને શિથિલવિહારી એવા પાર્શ્વસ્થ આદિના પરિણામના ભેદને કારણે સંસારનો ભેદ ઇચ્છાય છે. એ રીતે જમાલિના પ્રસંગમાં પણ અધ્યવસાયને કારણે સંસારનો ભેદ અનંત સંસારથી અલ્પ સંસાર, મહાનિશીથમાં કહેલી રીતિથી શ્રદ્ધેય છે. વળી, ગ્રંથકારશ્રી પોતાના કથનની પુષ્ટિ અર્થે “શ્વિથી કહે છે કે અરઘટ્ટઘટીયંત્રન્યાયથી જ્યાં સંસારનું પરિભ્રમણ બતાવાયેલું હોય ત્યાં નિયમથી અનંતસંસાર છે તેમ પૂર્વપક્ષી સ્વીકારે તો કામાસક્ત જીવોને પણ નિયમથી અનંતસંસારના સ્વીકારનો પ્રસંગ આવે; કેમ કે આચારાંગમાં શીતોષ્ણીય અધ્યયનની વૃત્તિમાં કહ્યું છે કે કામાસક્ત જીવો અરઘટ્ટાટીયંત્રન્યાયથી સંસારચક્રવાલમાં ભમે છે. આ રીતે અનેક સ્થાનોમાં અરઘટ્ટાટીયંત્રન્યાયનું કથન છે. માટે જમાલિને અરઘટ્ટઘટીયંત્રન્યાયથી સંસારનું પરિભ્રમણ છે, તેથી અનંતસંસાર છે, ચારગતિનું પરિભ્રમણ નથી, ઇત્યાદિ પૂર્વપક્ષીનું કથન અર્થ વગરનું છે. અહીં વિશેષ એ છે કે કામાસક્ત જીવોને અરઘટ્ટઘટીયંત્રન્યાયથી સંસારનું પરિભ્રમણ કહ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે સામાન્યથી સંગની પરિણતિ જેટલી અધિક તેટલું સંસારનું પરિભ્રમણ અધિક. અને અન્ય ઇન્દ્રિયો કરતાં કામની આસક્તિ જીવોને સંગની પરિણતિ અત્યંત વધારનાર છે. તેથી તે સંગની પરિણતિને કારણે સંસારચક્રમાં ઘણા જન્મોની પ્રાપ્તિ થઈ શકે છે. આમ છતાં જેઓને અતિ વિવેક પ્રગટેલો છે એવા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ સત્યકી વિદ્યાધર આદિ અત્યંત કામાસક્ત હોવા છતાં ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા હોવાથી અને તત્ત્વનું યથાર્થ દર્શન હોવાથી બાહ્યથી કામાસક્તિ ઘણી દેખાવા છતાં અંતરંગ વિવેકથી તે આસક્તિ હણાયેલી હોવાથી ઘણા પરિભ્રમણનું કારણ બનતી નથી. તોપણ શાસ્ત્રમાં જે જે પાપોના જે જે અનર્થો થાય છે તે તે બતાવવા અર્થે જ્યારે ઉપદેશ અપાય છે ત્યારે સામાન્યથી કામાસક્ત જીવોને ઘણા જન્મોની પ્રાપ્તિ થાય છે. તે બતાવીને યોગ્ય જીવોને તે તે સંજ્ઞાના ઉચ્છેદ માટે ઉપદેશ અપાય છે. ટીકા : यच्च-“जमाली णं भंते ! देवे ताओ देवलोगाओ आउक्खएणं जाव कहिं उववज्जिहि? गोयमा ! चत्तारि पंच तिरिक्खजोणिय मणुअदेवभवगहणाइं संसारं अणुपरिअट्टित्ता तओ पच्छा सिज्झिहिति जाव अंतं काहेति" इत्यत्र "चत्वारो द्वीन्द्रियादयः पञ्च चैकेन्द्रियाः पृथिव्यादयस्ते च ते तिर्यग्योनिकाश्च तेषु देवमनुष्येषु भवग्रहणानि भ्रान्त्वा” इति व्याख्यानाद्, अत्र च तीर्थकराशातनाकृतोऽधिकृतत्वाद् भवानन्त्यलक्षणबहुत्वस्य स्पष्टत्वाद् भगवत्यपेक्षयैव जमालेरनन्तभवसिद्धिः - इति परस्य मतं तदपूर्वबुद्धिपाटवमूलं, एतादृशस्य गंभीरार्थस्य वृत्तिकृताऽस्पष्टीकृतस्य स्वयमेव स्पष्टीकरणात्, कथं चायं तपस्वी नाकलयत्येतावदपि यदमू चतु. ष्पञ्चशब्दौ भवग्रहणसमानाधिकरणौ भिन्नविभक्त्यन्तौ व्यस्तौ समासान्तःपातिनः तिर्यग्योनिकशब्दस्य विशेषणतामापद्यते इति न चेमौ न विभक्त्यन्ताविति वाच्यं, विभक्त्यन्तमन्तरेण शसन्तचतुःशब्दनिष्पन्नस्य ‘चत्तारि' इति शब्दस्य सर्वथाऽसिद्धेः, नाप्यत्रालुक्समासोऽस्तीति । एतेन
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy