SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૦ संसिच्यमाना आपूर्यमाणाः गर्भाद् गर्भान्तरमुपयान्ति संसारचक्रवालेऽरघट्टघटीयन्त्रन्यायेन पर्यटन्त आसते इत्युक्तं भवतीति' । एवमनेकेषु प्रदेशेष्वित्थमभिधानमस्तीति न किञ्चिदेतत् । ટીકાર્થ: અત્યાવીનાં ... અશ્વિત છે અને ગત્યાદિનું જે પ્રમાણે પ્રતિપ્રાણી ભિવપણું છે ચારગતિમાં ભટકનારા જીવો પણ દરેકની ગતિ સારી કે ખરાબ સમાન રીતે થતી નથી, પરંતુ કોઈકની ઘણી ખરાબ ગતિ થાય છે તો કોઈકની ઓછી ખરાબ થાય છે. તે પ્રમાણે અધ્યવસાયના ભેદથી–ઉસૂત્રભાષણજન્ય અનંતસંસારને અનુકૂળ અધ્યવસાયના ભેદથી અને સામાન્યથી થતા અનંતસંસારને અનુકૂળ અધ્યવસાયના ભેદથી, સંસારનું પણ ભિકપણું કેમ ઈચ્છાતું નથી ? એ પ્રકારનો ભેદ પૂર્વપક્ષીએ સ્વીકારવો જોઈએ. અધ્યવસાયના ભેદથી ઉસૂત્રભાષીને પણ અધિક-અલ્પ સંસાર સ્વીકારવો જોઈએ. તે સ્પષ્ટ કરે છે – અને “ઉન્માર્ગ સંપ્રસ્થિતોને” (ગચ્છાચારપ્રકીર્ણક ગાથા-૩૧) ઈત્યાદિ વડે ઉસૂત્રભાષીને નિયમથી અનંતસંસારની સિદ્ધિ થયે છતે “શીતલવિહારથી ભગવાનની આશાતનાના વિયોગને કારણે ત્યાર પછી કલેશ બહુલ અનંત ભવ છે. જે કારણથી કહેવાયું છે. તીર્થંકર, પ્રવચન, શ્રત.” (ઉપદેશપદ ગાથા-૪૨૨/૪૨૩). ઈત્યાદિ ઉપદેશપદનાં વચન હોવાથી, શીતલવિહારી એવા પાર્થસ્થ આદિને નિયમથી અનંતસંસારની આપત્તિ છે. અને ત્યાં=શીતલવિહારી એવા પાર્થસ્થ આદિમાં, પરિણામના ભેદથી ભેદ=સંસારના પરિભ્રમણનો ભેદ, ઈચ્છાય છે. જેથી કરીને અહીં પણsઉસૂત્રભાષણાદિમાં પણ, અધ્યવસાયપ્રત્યય સંસારનો ભેદ=અધિક-અલ્પરૂપ સંસારનો ભેદ, મહાનિશીથની ઉક્ત રીતિથી શ્રદ્ધેય છે. વળી, અરઘટ્ટઘટીયંત્રત્યાયથી જ્યાં સંસારપરિભ્રમણનું દર્શન છે ત્યાં નિયમથી અનંતસંસાર છે એ પ્રમાણે સ્વીકાર કરાયે છતે ઉસૂત્રભાષણની જેમ કામાસક્તને નિયમથી અનંતસંસારના અભ્યપગમતો પ્રસંગ છે; કેમ કે તેઓના પણ કામાસક્ત જીવોના પણ, સંસારપરિભ્રમણના તદ્ ત્યાયનું-અરઘટ્ટઘટીયંત્રત્યાયનું, પ્રદર્શન છે. તે આચારાંગસૂત્ર શીતોષ્ણીય અધ્યયન ઉદ્દેશક-૨, ગાથારની વૃત્તિમાં કહેવાયું છે – “સંસિચ્યમાન એવા ફરી ગર્ભમાં જાય છે” એ પ્રમાણેના અવયવના વ્યાખ્યાનમાં – “તેના વડે કામના ઉપાદાનથી જનિત એવાં કર્મો વડે, સંસિચ્યમાન આપૂર્વમાન જીવો, ગર્ભથી ગર્ભજારમાં જાય છે સંસારચક્રવાલમાં અરઘટ્ટઘટીયંત્રત્યાયથી ભટકતા રહે છે.” એ પ્રમાણે કહેવાયેલું થાય છે. આ રીતે અનેક સ્થાનોમાં આ પ્રમાણે અરઘટ્ટઘટીયંત્રત્યાયથી સંસારપરિભ્રમણ છે. એ પ્રમાણે, અભિધાન છે. એથી આ અર્થ વગરનું છે–પૂર્વપક્ષીએ કહ્યું કે જમાલિને નિયમથી અસંતસંસાર છે એ બતાવવા માટે ઉપચાસ છે, એ અર્થ વગરનું છે. ભાવાર્થ - પૂર્વમાં પૂર્વપક્ષીએ સૂત્રકૃતાંગનું વચન બતાવીને સ્થાપન કર્યું કે અનંતસંસારના પરિભ્રમણમાં જમાલિનું
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy