SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ ધર્મપરીક્ષા ભાગ- ૨ | ગાથા-૪૦ ટીકા : यत्तु - आशातनाबहुलानां नियमेनानन्तसंसारो भवतीति ज्ञापनार्थमेवेदं जमालिदृष्टान्तोपदर्शनं, चतुरन्तशब्दस्तु संसारविशेषणत्वेन संसारस्वरूपाभिधायको, न पुनः सर्वेषामप्याशातनाकारिणां गतिचतुष्टयाभिधायकः, न हि गतिचतुष्टयगमनमेवानन्तसंसारित्वाभिव्यञ्जकं, अन्वयव्यतिरेकाभ्यां व्यभिचारात्, तस्माद् गत्यादीनां प्रतिप्राणिनं भिन्नत्वान्न तौल्यं इति - परेणात्र सामाधानं क्रियते तदसम्बद्धवाग्वादमात्रं, चतुरंतशब्दार्थस्य संसारविशेषणत्वे चतुरंतसंसारपरिभ्रमणस्य विशिष्टसाध्यस्य पर्यवसानात् चतुरंतान्वितसंसारस्य भ्रमणेऽन्वयात्, तथा च दृष्टान्ते जमालौ साध्यवैकल्यदोषानुद्धारात्, न हि विशिष्टे साध्ये विशेष्यांशसद्भावमात्रेण दृष्टान्ते साध्यवैकल्यदोष उद्धर्तुं शक्यते । अनभिज्ञस्यार्हच्चैत्यानगारशब्दाभ्यामिव चतुरंतसंसारकान्तारशब्दाभ्यामेकस्यैवार्थस्य बोधनं' इत्यभ्युपगमे च प्रेक्षावतामुपहासपात्रत्वापत्तिः । ટીકાર્થ:યg » ૩પહારપાત્રત્વાપત્તિઃ જે વળી, કોઈક કહે છે, તે અસંબદ્ધ વાગ્માત્ર છે. અને તે શું કહે છે? તે બતાવે છે – આશાતનાબહુલ જીવોને નિયમથી અનંતસંસાર થાય છે તે જ્ઞાપન માટે જ આ જમાલિ દષ્ટાંતનું ઉપદર્શન છે=નંદીસૂત્રમાં બતાવેલ જમાલિતા દાંતનું ઉપદર્શન છે. વળી, ચતુરંત શબ્દ સંસારના વિશેષણપણાથી સંસારના સ્વરૂપનો અભિધાયક છે. વળી, સર્વ પણ આશાતનાકારીને ગતિચતુષ્ટયનો અભિધાયક નથી. (માટે જમાલિને ચારગતિના પરિભ્રમણ વગર પણ ઉત્સુત્રભાષણથી અનંતસંસાર છે તે સિદ્ધ થાય છે એમ પૂર્વપક્ષીનો આશય છે, એમ અવય છે.) પોતાના કથનની પુષ્ટિ કરવા અર્થે પૂર્વપક્ષી કહે છે – ગતિચતુષ્ટયનું ગમત જ અનંતસંસારીપણાનું અભિવ્યંજક નથી; કેમ કે અન્વય-વ્યતિરેક દ્વારા વ્યભિચાર છેઅનંતકાળથી એકેન્દ્રિય આદિજીવો એકેન્દ્રિયમાં જ અનંતકાળ પસાર કરે છે. માટે જે જે અનંતસંસારી હોય તે ગતિચતુષ્ટયમાં ફરે છે, તેવી વ્યાપ્તિ નથી. તેથી અવય-વ્યતિરેક વ્યભિચાર છે. તે કારણથી ગતિ આદિનું પ્રતિપ્રાણીને આશ્રયીને ભિન્નપણું હોવાથી=અનંતસંસાર ભટકનારા પણ જીવો ગતિને આશ્રયીને ભિન્ન પ્રકારના હોય છે તેથી, તુલ્યપણું નથી એ પ્રમાણે પર વડે અહીં જમાલિને સૂત્રકૃતાંગના વચનથી અનંતસંસારની સિદ્ધિ છે છતાં અરઘટ્ટઘટીયંત્રત્યાયથી ચાર ગતિનું ભ્રમણ નથી એ કથનમાં, સમાધાન કરાય છે. તે અસંબદ્ધવાણી માત્ર છે, કેમ કે ચતુરંત શબ્દાર્થનું નંદીસૂત્રના ઉદ્ધરણમાં અપાયેલ ચતુરંત શબ્દાર્થનું, સંસારનું વિશેષણપણું હોતે છતે ચતુરંત સંસારપરિભ્રમણરૂપ વિશિષ્ટ સાધ્યનું પર્યવસાત છે.
SR No.022181
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages326
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy