SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૭ ૩૩૫ ભાવથી અધિગત શ્રુતજ્ઞાનવાળા અને શીલવાળા દ્રવ્યથી અલ્પશ્રતવાળા પણ માલતુષાદિનું. આ રીતે=પૂર્વમાં કહ્યું કે ભાવથી અનધિગત શ્રુતજ્ઞાનવાળા અને શીલવાળા દેશારાધક છે એ રીતે, સર્વારાધકપણું જ પરિશેષ રહે છે એ પ્રમાણે જાણવું. llરશા ભાવાર્થ - ગીતાર્થનિશ્રિત દેશારાધક સાધુ અને શ્રાવક કેવા સ્વરૂપવાળા હોય છે ? તેનું વર્ણન પ્રસ્તુત ગાથામાં કરેલ છે. જે જીવો યથાપ્રવૃત્તિકરણની અવસ્થાવિશેષને પામેલા છે જેના કારણે સામગ્રી આદિની પ્રાપ્તિ થાય તો ઉપદેશાદિના બળથી તથા પ્રકારના માર્ગાનુસારી ઊઠના બળથી ગ્રંથિનો ભેદ કરી શકે તેવા અપુનબંધક આદિ ભાવવાળા છે અર્થાત્ અપુનબંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત ભાવવાળા છે. આવા ભાવવાળા જીવોમાંથી કોઈક સાધુવેશમાં તો કોઈક શ્રાવકવેશમાં છે. તેઓ દેશારાધક જાણવા. અહીં પ્રશ્ન થાય કે સાધુવેશને ઉચિત ક્રિયાઓ કરવા છતાં કે શ્રાવકને અનુરૂપ વ્રતોના આચાર પાળવા છતાં જેઓ તે તે ક્રિયાઓ દ્વારા સાધુપણાના કે દેશવિરતિના ભાવો કરી શકતા નથી તેઓને દેશારાધક કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે – પ્રસ્થકળ્યાયથી વિચિત્ર અવસ્થાને સ્વીકારનાર નૈગમનયના મતવિશેષના આશ્રયણથી તેઓ દેશારાધક છે. આશય એ છે કે પ્રસ્થક બનાવવાનો અર્થ પુરુષ કુહાડો લઈને પ્રસ્થક અર્થે લાકડું કાપવા જતો હોય તે વખતે જંગલ તરફ જવાની ક્રિયાને નૈગમનય પ્રસ્થક બનાવવાની ક્રિયા સ્વીકારે છે તેમ જેઓ ગ્રંથિનિકટવર્તી અપુનબંધકાદિ ભૂમિકાને પામેલા જીવો છે અને સાધુવેશમાં રહીને કે શ્રાવકાચાર પાળીને ઉચિત ક્રિયાઓ કરે છે તેઓની તે સાધુની કે શ્રાવકની ક્રિયા અપેક્ષિત વિરતિના કે દેશવિરતિના ભાવો પ્રગટ કરવા સમર્થ નથી તોપણ દૂર-દૂરવર્તી તે ભાવોની પ્રાપ્તિનું કારણ છે. માટે તે અપુનબંધકાદિ જીવો દેશારાધક છે. કેમ દેશારાધક છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – ગીતાર્થ સાધુઓ પ્રકૃતિભદ્રકત્વાદિ ગુણવાળા પ્રાણીની યોગ્યતાવિશેષને જાણીને=આ જીવો દ્રવ્યથી દેશવિરતિનું પાલન કરીને ક્રમસર ભાવથી દેશવિરતિને પાલન કરશે તેવી યોગ્યતાવિશેષને જાણીને, કેટલાક જીવોને ભગવાનની પૂજા, તપવિશેષ, પ્રતિક્રમણ, સામાયિકાદિ આપે છે અને કેટલાકને પ્રવજ્યા પણ આપે છે. આમ છતાં અવ્યુત્પન્ન મતિવાળા એવા તેઓ દેશવિરતિ કે સર્વવિરતિરૂપ સદનુષ્ઠાનના રાગમાત્રથી તે અનુષ્ઠાન કરે છે. તેથી તેઓનું સદનુષ્ઠાન સામાન્યધર્મમાં પર્યવસાન પામે છે, પરંતુ તે તે અનુષ્ઠાનથી નિષ્પાદ્ય ગુણોના ભાવોમાં પર્યવસાન પામતું નથી. તે આ પ્રમાણે – ગીતાર્થ યોગ્ય જીવોને ધર્મદેશના આપે તે સાંભળીને કોઈ યોગ્ય જીવ ભવથી વિરક્ત થાય અને તેને ‘ભવના ક્ષયાર્થે પૂર્ણધર્મને સેવીને મારે આત્મહિત સાધવું છે તેવી મતિવાળો જાણીને ગીતાર્થ દીક્ષા આપે. આમ છતાં તે યોગ્ય જીવ અવ્યુત્પન્ન દશામાં હોય ત્યારે સંયમની ક્રિયા દ્વારા સામાયિકના પરિણામો કઈ રીતે ઉલ્લસિત થઈ શકે ? તેનો મર્મ જાણી શકતો નથી છતાં તે ઉચિત અનુષ્ઠાન પ્રત્યે તેને રાગ વર્તે છે.
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy