SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ વિવેકથી યુક્ત હોવાને કારણે સાનુબંધ છે. તેથી ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષરૂપ ફલમાં પર્યવસાન પામનાર છે. અન્યદર્શનના ભદ્રકપ્રકૃતિવાળા જીવો જે પાપ અકરણનિયમનું સેવન કરે છે તે સ્યાદ્વાદની નિર્મળદૃષ્ટિથી વિવેકયુક્ત નહીં હોવાને કારણે સાનુબંધ નથી તેથી ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષરૂપ ફલમાં શીધ્ર પર્યવસાન પામે તેવા નથી. તે અપેક્ષાએ અન્યદર્શનના જીવોના અકરણનિયમને અને જૈનદર્શનના વિવેકસંપન્ન યોગીના અકરણનિયમને ભગવાને ભેદથી કહેલ છે, તોપણ અન્યદર્શનના ભદ્રકપ્રકૃતિવાળા જીવો જે પાપ અકરણનિયમનું સેવન કરે છે તે પ્રારંભિક કક્ષાનો સામાન્ય અકરણનિયમ છે. તેથી કંઈક પાપના અકરણનિયમનું સ્વરૂપ પરદર્શનના અકરણનિયમમાં અને વિવેકસંપન્ન સાધુના અકરણનિયમમાં સમાન છે. તે અપેક્ષાએ ભગવાને તે બંને અકરણનિયમમાં અભેદનું પણ કથન કરેલ છે. આથી જ પરદર્શનના ભદ્રકપ્રકૃતિવાળા જીવોથી સેવાયેલ અકરણનિયમ પણ ક્રમસર સમ્યક્તની પ્રાપ્તિ આદિ દ્વારા મોક્ષનું કારણ બને છે. આથી જ પરદર્શનના અકરણનિયમ સેવનારા જીવોને પણ ભગવાને દેશારાધક સ્વીકારેલ છે. આ પ્રમાણે સ્વપક્ષના કદાગ્રહરૂપ વક્રતાનો ત્યાગ કરીને પૂર્વપક્ષીએ વિચારવું જોઈએ; કેમ કે પરદર્શનમાં રહેલા યોગ્ય જીવોમાં વર્તતા ગુણનો દ્વેષ જ ભગવાનની અવજ્ઞા છે અને પરમાં રહેલા ગુણો પ્રત્યેનો દ્વેષ ભગવાનની અવજ્ઞા છે. તેના સમર્થન માટે જ સર્વપ્રવાદનું મૂલ દ્વાદશાંગ રત્નાકર તુલ્ય છે એ પ્રકારના કથનમાં વવ' ઇત્યાદિ સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજના વચનને સંમતિપણાથી વૃત્તિકારે ઉભાવન કરેલ છે. માટે વૃત્તિકારે કરેલા અર્થથી અન્ય પ્રકારનો જે અર્થ પૂર્વપક્ષી કરે છે, તે ઉચિત નથી. ટીકા : अत्र परः प्राह-यत्तु 'सर्वप्रवादानां मूलं द्वादशांगं रत्नाकरतुल्यं' इति समर्थनाय टीकाकारेण 'उदधाविव सर्वसिन्धवः' इत्यादिरूपं श्रीसिद्धसेनदिवाकरवचनं संमतितयोद्भावितं तच्च विचार्यमाणमसङ्गतमिवाभाति । तथाहि - यदि द्वादशाङ्गं रत्नाकरतुल्यं तर्हि नदीतुल्याः प्रवादा न भवेयुः, समुद्रानदीनामुत्पत्तेरभावात्, समुद्रस्य च नदीपितृत्वापत्त्या 'नदीपतिः समुद्रः' इति कविसमयव्याहतिप्रसक्तेः, समुद्रस्य गांभीर्यहानिप्रसक्तेश्च तस्मात्स्तुतिकर्तुरभिप्रायोऽयं-हे नाथ ! त्वयि सर्वज्ञे दृष्टयोऽन्यतीथिकानां निजनिजमार्गश्रद्धानलक्षणाः, समुदीर्णाः सम्यगुदयं प्राप्ताः, तद्विषयो भगवान् जात इत्यर्थः । अयं भावः-यत्किञ्चिदकरणनियमादिकं जिनेन सुन्दरतया भणितं तदन्यतीर्थिकैरपि तथैव प्रतिपन्नम्, एतच्च साम्प्रतमपि नालिकेरादिफलाहारेणैकादशीपर्वोपवासं कुर्वाणा जैनाभिमतोपवासं सम्यक्तया मन्यन्ते, जैनाश्च तदुपवासं लेशतोऽपि न मन्यन्ते, अत एव च 'न च तासु भवान् प्रदृश्यते' इति तासु अन्यतीर्थिकदृष्टिषु भवान् न प्रदृश्यते'=अन्यतीर्थिकश्रद्धानविषयीभूतं धार्मिकानुष्ठानं गङ्गास्नानादिकं भवान् लेशतोऽपि न मन्यत इत्यर्थः । अन्यतीथिकानां दृष्टयो भगवति वर्तन्ते, तत्र दृष्टान्तमाहयथोदधौ सर्वाः सिन्धवः समुदीर्णा भवन्ति सम्यगुदयं प्राप्ताः स्युः, लोकेऽपि भर्तृसंबन्धेन स्त्रिय
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy