SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૨૪ પ્રગટીકરણરૂપ ઉદયને આશ્રયીને વળી સ્વરૂપથી પણ, ભિન્ન જ છે; કેમ કે તત્કારણ એવા ક્ષયોપશમનું પ્રતિઆત્મભિન્નપણું છે=શ્રુતજ્ઞાનના પ્રગટીકરણના કારણરૂપ ક્ષયોપશમનું દરેક આત્મામાં તરતમતાથી અધિક-અલ્પ માત્રાદિવાળું છે, અને શ્રુતજ્ઞાનના ઉદયનું ક્ષાયોપથમિકપણું છે. અને તે પ્રવાદો=અત્યદર્શનના પ્રવાદો તિજ-નિજ દ્વાદશાંગમૂલક હોવા છતાં પણsઉત્કૃષ્ટ ચૌદપૂર્વરૂપ જે દ્વાદશાંગી છે તે દ્વાદશાંગી શક્તિરૂપે તે તે દર્શનકારોમાં પણ વિદ્યમાન છે અને તે રૂપ પોતપોતાની દ્વાદશાંગીમૂલક હોવા છતાં પણ, સામાન્યથી દ્વાદશાંગમૂલક કહેવાય છે. જે પ્રમાણે જુદા જુદા જલથી પણ થયેલાં કમળો સામાન્યથી જલમાંથી થયેલાં જ કહેવાય છે. (તે પ્રમાણે જ પોતપોતાની દ્વાદશાંગીમાંથી થયેલા પણ પ્રવાદો સામાન્યથી દ્વાદશાંગીમૂલક જ કહેવાય છે. એમ અવય છે.) આથી જસર્વ પ્રવાદો નિજ તિજ દ્વાદશાંગમૂલક છે આથી જ, સર્વ પ્રવાદોનું મૂલ દ્વાદશાંગ છે. એ પ્રમાણે સામાન્યથી કહેવાયું ઉપદેશપદમાં કહેવાયું છે. સર્વ પ્રવાદો દ્વાદશાંગમૂલક કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – સર્વ પણ દ્વાદશાંગનું ગણધરોથી થયેલ દ્વાદશાંગનું કે તે તે જીવમાં શક્તિરૂપે રહેલ દ્વાદશાંગનું, સર્વ ઉત્કૃષ્ટ કૃતપણું હોવાને કારણે સર્જાક્ષર સંનિપાતાત્મકપણું હોવાથી (સર્વ પ્રવાદો દ્વાદશાંગરૂપ છે.) અને પ્રવાદો પણ અચદર્શનના પ્રવાદો પણ, અક્ષરાત્મક જ છે. તેથી અન્યદર્શનના પ્રવાદો પણ દ્વાદશાંગમૂલક છે, એમ અવાય છે. આથી જ=સર્વ દ્વાદશાંગી સર્વ અક્ષરના સંનિપાતાત્મક છે આથી જ, રત્નાકર તુલ્ય છે; કેમ કે રત્નાકરની જેમ=સમુદ્રની જેમ તેનું પણ દ્વાદશાંગીનું પણ, અનેક જાતીય શુભાશુભ તય લક્ષણ વસ્તુનું આશ્રયપણું છે. પરંતુ મિથ્યાષ્ટિઓનું જે દ્વાદશાંગ છે તે સ્વરૂપથી જ સર્વ તયાત્મક છે; કેમ કે સત્તામાત્રવર્તીપણું છે સર્વ જીવોમાં શક્તિરૂપે સત્તામાત્રરૂપે છે. પરંતુ ફલથી પણ નહિ=મિથ્યાષ્ટિઓનું દ્વાદશાંગ ફલથી પણ સર્વનયાત્મક નથી; કેમ કે કોઈપણ મિથ્યાષ્ટિને ક્યારે પણ સર્વાશના ક્ષયોપશમનો અભાવ છે દ્વાદશાંગીના દરેક વયોના અંશોના ક્ષયોપશમનો અભાવ છે. કેમ મિથ્યાષ્ટિને ક્યારે પણ સર્વાશલયોપશમનો અભાવ છે? તેથી કહે છે – મિથ્યાષ્ટિમાત્રનો=બધા મિથ્યાદષ્ટિનો, ઉત્કૃષ્ટથી ક્ષયોપશમ સવશષયોપશમલક્ષણસમુદ્રની અપેક્ષાએ=પૂર્ણ દ્વાદશાંગીલા ક્ષયોપશમરૂપ સર્વાશક્ષયોપશમલક્ષણસમુદ્રની અપેક્ષાએ, બિંદુ કલ્પ છે. જે કારણથી કહેવાયું છે – “વીતરાગ, કેવલાલોકશાલી, સુરપતિકૃત સેવાવાળા શ્રી મહાવીરદેવ જય પામે છે. સુંદર ગાંભીર્યવાળા સકલ નયના સમૂહો જેમના અસાધારણ સમયરૂપી સમુદ્રના બિંદુભાવને ભજે છે.” ઈત્યાદિ. વળી, સમ્યગ્દષ્ટિ એવા કેટલાક સંયત સાધુઓને ફલથી પણ દ્વાદશાંગનું સર્વનયાત્મકપણું છે; કેમ કે સવશ ક્ષયોપશમનો=ઉત્કૃષ્ટ ૧૪ પૂર્વના ક્ષયોપશમનો, સંભવ છે. આથી જ સમ્યગ્દષ્ટિ કેટલાક સાધુઓને સર્વીશ ક્ષયોપશમનો સંભવ છે આથી જ, ગૌતમાદિ સર્વાક્ષરસંકિપાતિ પ્રવચનમાં કહેવાય છે. પરંતુ તે સંયતોને સકલ પણ દ્વાદશાંગ શુભાયાત્મકપણા વડે જ પરિણામ પામે છે; કેમ કે
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy