SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૪ अविद्याक्लेशकर्मादि यतश्च भवकारणम् । ततः प्रधानमेवैतत्संज्ञाभेदमुपागतम् ।। अत्रा(स्या)पि यो परो भेदश्चित्रोपाधिस्तथातथा । गीयतेऽतीतहेतुभ्यो धीमतां सोऽप्यपार्थकः ।। ततोऽस्थानप्रयासोऽयं यत्तद्भेदनिरूपणम् । सामान्यमनुमानस्य यतश्च विषयो मतः ।। साधु चैतद् यतो नीत्या शास्त्रमत्र प्रवर्तकम् । तथाभिधानभेदात्तु भेदः कुचितिकाग्रहः ।। इत्यादि ।।१४।। ટીકાર્ય : તે નળ્યો ....ત્યાદ્ધિ ‘નિસ દિવોત્ત' પ્રતીક છે. તેઓ-અનાભિગ્રહિક મિથ્યાદષ્ટિ જીવો, લબ્ધયોગદષ્ટિવાળા, મિથ્યાત્વવાળા અવેધસંવેદ્યપદમાં રહેલા પણ તત્ત્વશ્રવણપર્યંતગુણનો લાભ હોતે છતે પણ કર્મવજતા વિભેદથી લભ્ય એવા અનંત ધર્માત્મક વસ્તુના પરિચ્છેદરૂપ સૂક્ષ્મ બોધતા અભાવને કારણે વેધસંવેદ્યપદથી નીચેના પદમાં રહેલા પણ ભાવથી જેતપણાને પામે છે. વેદ્યસંવેદ્ય અને અવેદ્યસંવેદ્યપદનું લક્ષણ આ છે – અપાયાદિનું કારણ એવું વેદ્ય સ્ત્રી આદિનું સંવેદન થાય છે જેમાં તે વેદ્યસંવેદ્યપદ છે. આવા વિપર્યયથી વેધસંવેદ્યપદના વિપર્યયથી અવ્ય છે-અવેધસંવેદ્યપદ છે. આનો અર્થ યોગદષ્ટિ સમુચ્ચયના શ્લોકનો અર્થ આ પ્રમાણે છે – વેદ્ય વસ્તુસ્થિતિથી વેદનીય. તેવા પ્રકારના ભાવયોગી સામાન્યથીeતત્વના પરમાર્થને જાણનારા એવા સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર અને સર્વ વિરતિધર એવા ભાવયોગી સામાન્યથી, અર્થાત્ તેવા પ્રકારના સર્વ ભાવયોગીથી અવિકલ્પજ્ઞાનગ્રાહ્ય સમાનજ્ઞાનથી ગ્રાહ્ય એવો જે અર્થ, તે વેદ છે, અને આવું વેદ્યનું સંવેદન થાય છે જેમાં=લયોપશમને અનુરૂપ જણાય છે જેમાં=જે આશયસ્થાનમાં, તે વેદસંવેદ્યપદ છે. તે વેદ્ય આશયસ્થાનમાં કેવું જણાય છે ? તે સ્પષ્ટ કરે છે – અપાયાદિનું કારણ=નરક-સ્વર્ગાદિનું કારણ, એવા સ્ત્રી આદિ જણાય છે જેમાં, તે વેવસંવેદ્યપદ નિશ્ચિત આગમવા તાત્પર્યાર્થિને જાણનારા યોગીઓને થાય છે. અન્ય અવેવસંવેદ્યપદ છે. શેનાથી અવેદ્યસંવેદ્યપદ થાય છે ? તે સ્પષ્ટ કરે છે – આના વિપર્યયથી ઉક્ત લક્ષણવાળા વેવસંવેદ્યપદના વ્યત્યયથી, સ્થૂલબુદ્ધિવાળા જીવોને થાય છે=અવેવસંવેદ્યપદ થાય છે. કેવી રીતે તેઓ યોગદષ્ટિવાળા અનાભિગ્રહિકમિથ્યાત્વી જીવો, ભાવજૈનત્વ પામે છે ? તેમાં હેતુ કહે છે –
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy