SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૧૩, ૧૪ ૧પ૧ ભાવાર્થ : ગાથા-૧૨ની અવતરણિકામાં કહ્યું કે અનાભિગ્રહિકમિથ્યાત્વવાળા જીવોમાં મિથ્યાત્વની મંદતાને કારણે સર્વ દેવો પ્રત્યે પક્ષપાત વગર પૂજનનો પરિણામ હોય છે. જે મિથ્યાત્વરૂપ હોવા છતાં મિથ્યાત્વની મંદતાને કારણે ગુણના પક્ષપાતવાળો હોવાથી શોભન છે. અને તેની પુષ્ટિ કરતાં જ પ્રસ્તુત ગાથામાં બતાવે છે કે અનાભિગ્રહિક મિથ્યાષ્ટિ જીવો પરમાર્થની ગવેષણા કરવામાં તત્પર હોય છે. અને મોક્ષના એક પ્રયોજનવાળા હોય છે. તેથી તેઓમાં મિત્રાદિ ચાર દૃષ્ટિઓમાંથી ભૂમિકાનુસાર દષ્ટિઓ વર્તે છે. અને તે દૃષ્ટિઓને કારણે તે મહાત્માઓ ગ્રંથિભેદના કારણભૂત અપૂર્વકરણના આસન્ન ભાવવાળા છે. તેથી તે મહાત્માઓ સામગ્રી પામીને અવશ્ય સમ્યક્ત પામશે. તેથી તેઓનું અનાભિગ્રહિકપણું પણ ગુણનિષ્પત્તિનું કારણ હોવાથી શોભન છે. પ્રસ્તુત ગાથામાં મિત્રાદિ ચાર દૃષ્ટિઓનું કંઈક સ્વરૂપ બતાવેલ છે. જેનું વિશેષ વર્ણન યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથના અમારા કરાયેલા વિવેચનથી જાણવું. ll૧૩ll અવતરણિકા - ननु योगदृष्ट्यापि मिथ्यादृशां कथं गुणभाजनत्वम् ? जैनत्वप्राप्तिं विना गुणलाभासंभवाद्, दृष्टिविपर्यासस्य दोषस्य सत्त्वाद् । अत एवोक्तं - मिथ्यात्वं परमो रोगो मिथ्यात्वं परमं तमः । मिथ्यात्वं परमः शत्रुर्मिथ्यात्वं पदमापदाम् ।। इत्याशंक्याह - અવતરણિકાર્ય : “નનુ'થી શંકા કરે છે. યોગદષ્ટિ હોવા છતાં પૂર્વ ગાથામાં બતાવ્યું એ પ્રમાણે અનાભિગ્રહિક મિથ્યાષ્ટિઓને મિત્રાદિ દૃષ્ટિરૂપ યોગદષ્ટિ હોવા છતાં, પણ મિથ્યાદૃષ્ટિઓને=અનાભિગ્રહિક એવા મિથ્યાષ્ટિઓને, કેવી રીતે ગુણભાજનપણું હોઈ શકે ? અર્થાત્ મોક્ષને અનુકૂળ એવું ગુણનું ભાજનપણું મિથ્યાત્વીઓને સંભવે નહિ; કેમ કે જૈનત્વની પ્રાપ્તિ વગર=જિનની ઉપાસનારૂપ જેતત્વની પ્રાપ્તિ વગર, ગુણલાભનો અસંભવ છે. વળી દષ્ટિવિપર્યાસરૂપ દોષનું વિદ્યમાનપણું છે. આથી જ=મિથ્યાદષ્ટિ ગુણનું ભાજન નથી આથી જ, કહેવાયું છે – મિથ્યાત્વ પરમ રોગ છે, મિથ્યાત્વ પરમ અંધકાર છે. મિથ્યાત્વ પરમ શત્રુ છે. મિથ્યાત્વ આપત્તિઓનું સ્થાન છે.” આ પ્રકારની આશંકા કરીને કહે છે – ગાથા - गलिआसग्गहदोसा अविज्जसंविज्जपयगया तेवि । सव्वण्णुभिच्चभावा जइणत्तं जंति भावेणं ।।१४।।
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy