SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ A. ધર્મપરીક્ષાની સંકલના 0 ) ની નિકળી જી ની ની ની નીતિ ) ની ગોળ ની ની ની ની ની ની ની ની ]e 00000000000000000000000000000000000000000060 GJ GUJobs ધર્મની પરીક્ષા કરવા માટે નિશ્રા-ઉપશ્રા રહિત રાગ-દ્વેષના પરિણામ રહિત, મધ્યસ્થતાપૂર્વક જિનવચનાનુસાર, યુક્તિ અને અનુભવનુસાર પદાર્થનો નિર્ણય કરવા માટે જે યત્ન કરાય તેને ધર્મપરીક્ષા કહેવાય છે, તેથી ધર્મપરીક્ષામાં મધ્યસ્થભાવની જ આવશ્યકતા છે. જે સાધુ કે શ્રાવક મધ્યસ્થ હોય તે અનિશ્રિવ્યવહારી હોય છે અને તેને ગુણનો પક્ષપાત હોય છે. જ્યારે જે નિશ્રિત અને ઉપશ્રિત વ્યવહારી છે તેનું વચન પ્રમાણભૂત નથી. આમ છતાં અમધ્યસ્થ એવા કેટલાક સાધુઓ સ્વમતિઅનુસાર જિનવચનને સ્થાપન કરનારા હોય છે. તેઓ કહે છે કે ઉસૂત્રભાષણથી જે અનંતસંસાર થાય છે તે અન્યદર્શનમાં રહેલાને થાય છે, કેમ કે તેઓ ભગવાનના શાસનને અપ્રમાણભૂત કહે છે, તેથી સંપૂર્ણ જિનશાસનને અપ્રમાણભૂત કહેનારા તેઓ અનંતસંસારી છે. વળી સ્વદર્શનમાં રહેનારા ભગવાનના વચનને પ્રમાણ સ્વીકારનારા પણ કેટલાક ભગવાનના વચનને વિપરીતરૂપે કહે છે, તેઓ ભગવાનના વચનનો એક દેશ વિપરીત કહે છે, તેથી તેઓને ભગવાનના વચનમાં ઘણે અંશે રુચિ છે અને કોઈક અંશમાં વિપરીત રુચિ છે માટે તેમને અનંતસંસાર થઈ શકે નહિ. આ પ્રકારનો અવિચારક જૈનશાસનનો પક્ષપાત કરનારા જેઓ કહે છે તેઓ મધ્યસ્થ નથી; કેમ કે કર્મબંધ અધ્યવસાય અનુસાર થાય છે, તેથી ભગવાનના એક વચનનો અપલાપ કરનારને પણ તીવ્ર અધ્યવસાયવાળો પરિણામ હોય તો અનંતસંસાર થાય છે. અન્યદર્શનમાં પણ જેઓ તત્ત્વના અર્થી છે, કદાગ્રહ વગરના છે અને અજ્ઞાનને કારણે ભગવાનનું વચન “અનેકાંતને સ્વીકારનાર છે તે સંગત નથી તેવો ભ્રમ જેઓને થયેલો હોય છતાં પ્રજ્ઞાપનીય હોય તેઓને ભગવાનના વચનની વિપરીત રુચિ દઢ નથી માટે તેઓને અનંતસંસાર થતો નથી. વળી, ભગવાનના સર્વ વચનોને પ્રમાણ માનવા છતાં કોઈક સ્થાનમાં કોઈક મહાત્માને વિપરીત રુચિ થાય અને તે તીવ્ર અધ્યવસાયપૂર્વક થાય તો સાવદ્યાચાર્યની જેમ અનંતસંસારનું કારણ બને છે. વળી ભગવાનના વચનથી વિપરીત રુચિ કોઈક એક અક્ષરમાં પણ હોય તો નિયમા મિથ્યાત્વનો ઉદય હોય છે અને તે મિથ્યાત્વના ઉદયકાળમાં અનંતાનુબંધી કષાયનો ઉદય હોય છે. અનંતાનુબંધી કષાય અવશ્ય અનંતસંસારનું કારણ છે, છતાં જેઓને ભગવાનના વચનથી વિપરીત રુચિ કોઈક રીતે થયેલી છે તેવા ઉસૂત્રભાષણ કરનાર મંદ અધ્યવસાયવાળા જીવો સોપક્રમકર્મ બાંધે છે જ્યારે તીવ્ર અધ્યવસાયવાળા જીવો નિરુપક્રમકર્મ બાંધે છે, તેથી ભગવાનના વચનથી વિપરીત પ્રરૂપણા કરનારા મહાત્માને નિરુપક્રમ અનંતાનુબંધી કર્મ બંધાય તો અવશ્ય અનંતસંસારની પ્રાપ્તિ થાય છે અને જેઓએ ઉસૂત્રભાષણ કરેલ છે
SR No.022180
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy