SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩| ગાથા-૪૦૫ થી ૪૦૮ ગાથા : एवमगीयत्थो वि हु, जिणवयणपईवचक्खुपरिहीणो । दव्वाइ अयाणंतो, उस्सग्गववाइयं चेव ।।४०७।। ગાથાર્થ : એ રીતે=દષ્ટાંતમાં બતાવ્યું એ રીતે, જિનવચન પ્રદીપરૂપ ચક્ષ વગરનો અગીતાર્થ પણ દ્રવ્ય વગેરેને અને ઉત્સર્ગ-અપવાદિકને નહિ જાણતો કેવી રીતે યત્ન કરે ? એમ આગળની ગાથા સાથે સંબંધ છે. ll૪૦૭ી. ટીકા : एवमित्युक्तेन प्रकारेणागीतार्थोऽपि, हुरलङ्कारे, जिनवचनमेवाशेषभुवनभवनोद्भासकत्वात् प्रदीपः, अत एव प्राणिनां चक्षुरिव चक्षुस्तत्त्वरूपावबोधहेतुत्वात्, तेन परिहीनो जिनवचनप्रदीपचक्षुःपरिहीन इत्यनेनान्धतां लक्षयति, द्रव्यादि आदिशब्दात् क्षेत्रादिपरिग्रहः, अजाननौत्सर्गापवादिकं चैवानुष्ठानं पूर्वोक्तस्वरूपमित्यनेनामार्गज्ञतां दर्शयति ।।४०७।। ટીકાર્ચ - વનિત્યુન ....... રવિ . આ રીતેaઉક્ત પ્રકારથી ગાથા-૪૦૫-૪૦૬માં દષ્ટાંત બતાવ્યું એ પ્રકારથી, અગીતાર્થ પણ, કેવો અગીતાર્થ તે સ્પષ્ટ કરવા માટે કહે છે – જિતવચન જ સમગ્ર વિશ્વના પદાર્થોનું પ્રકાશકપણું હોવાથી પ્રદીપ છે. આથી જ પ્રાણીઓને ચક્ષની જેમ તસ્વરૂપ અવબોધનું હેતુપણું હોવાથી ચહ્યુ છે=જિનવચન એ ચક્ષુ છે, તેનાથી રહિત=જિનવચન પ્રદીપરૂપ ચાથી રહિત જિતવચનપ્રદીપ ચક્ષપરિહણ છે, આના દ્વારા અગીતાર્થના જિતવચન પ્રદીપચક્ષપરિહાણ વિશેષણ દ્વારા, અંધતાને બતાવે છે, દ્રવ્યાદિને, આદિ શબ્દથી ક્ષેત્રાદિનું ગ્રહણ છે તેને નહિ જાણતો અને પૂર્વમાં કહેવાયેલા સ્વરૂપવાળા ઓત્સર્ગિક-અપવાદિક અનુષ્ઠાનને નહિ જાણતો અગીતાર્થ કેવી રીતે યત્ન કરે ? એમ આગળની ગાથા સાથે સંબંધ છે. આના દ્વારા દ્રવ્યાદિને જાણતો નથી એ કથન દ્વારા, અમાર્ગજ્ઞતાને બતાવે છે. II૪૦ાા અવતારણિકા - एवं च सतिઅવતરણિકાર્ય :અને આમ હોતે છતે અગીતાર્થ ચક્ષરહિત અને અમાર્ગજ્ઞ છે એમ હોતે છતે, શું ? એથી કહે છે –
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy