SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ઉપદેશમાલા ભાગ-૩| ગાથા-૪૦૪ આકુટ્ટિકા, ઉપેત્ય, દર્પ વળી વલ્ગનાદિ છે, કંદર્પાદિ પ્રમાદ છે, કલ્પ વળી કારણમાં કરવું છે. અને ત્યારપછી=આકુટ્ટી આદિનો અર્થ કર્યા પછી આકુટ્ટિકા, પ્રમાદ, દર્પ અને કલ્પ એ પ્રકારે સમાહાર દ્વન્દ્ર છે, તેમાં ર શબ્દ આકુટ્ટી આદિ દરેકના અંતર્ગત અનેક ભેદને સૂચવનારો છે. તે આવા પ્રકારની પ્રતિસેવતાને અગીત=અગીતાર્થ જાણતા નથી, ત્યાં આકુટ્ટી વગેરે પ્રતિસેવામાં આલોચના વગેરે પ્રાયશ્ચિત્તને, રેવ શબ્દથી તેના સેવકના ભાવનું ઉપક્રમણ છે=આબુટ્ટી વગેરે સેવનારા પુરુષના પરિણામનું ઉપક્રમણ છે, તેને જાણતા નથી, ઘણીવાર નાનાતિ એ પ્રમાણે કરાયેલો વચનપ્રયોગ આગમ વગર કંઈ જણાતું નથી, પોતાની બુદ્ધિથી કલ્પના કરાયેલા વ્યભિચારીપણું હોવાથી મહામોહરૂપપણું છે, એ પ્રમાણે જણાવવા માટે છે. ૪૦ના ભાવાર્થ : કોઈ સાધુ શાસ્ત્ર ભણીને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પુરુષને આશ્રયીને નિપુણ ન થયા હોય તો તેને આશ્રયીને તે અગીતાર્થ છે. વળી કોઈ મહાત્મા તે દ્રવ્યાદિ સર્વ વિષયમાં ઉચિત નિર્ણય કરી શકે તેમ છે, આમ છતાં આકટ્ટી, પ્રમાદ, દર્પ અને કલ્પને આશ્રયીને સંયમની વિરુદ્ધ આચરણા થાય છે, તેના અવાંતર ભેદોને આશ્રયીને અનેક પ્રકારે વિરુદ્ધ આચરણા થાય છે, તે પ્રતિસેવના કોઈ મહાત્માએ સેવી હોય તે લિંગો દ્વારા કે ઉચિત પૃચ્છા દ્વારા જાણી શકાય, તે વિરુદ્ધ આચરણા, આકુટ્ટી વગેરે ક્યા ભેદોમાં અવતાર પામે છે, તે અવાંતર ભેદોમાંથી કરાયેલી પ્રતિસેવનાને આશ્રયીને કયા જીવને કર્યું પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ, જેથી તેના પાપની શુદ્ધિ થાય, તેનો સૂક્ષ્મબોધ નથી તે અગીતાર્થ છે. આથી ટીકામાં કહ્યું કે “નથી જાણતા” એનો અર્થ આગમ વચન વગર કંઈ નિર્ણય થતો નથી, માટે જે સાધુ દ્રવ્ય, ક્ષેત્ર વગેરેમાં કે આકુટ્ટી વગેરે પ્રતિસેવનામાં પોતાની બુદ્ધિના વિકલ્પથી નિર્ણય કરે છે, તે નિર્ણય વ્યભિચારી હોવાને કારણે મહામોહ સ્વરૂપ છે, તેથી જે સાધુ તેનો નિર્ણય કરવા સમર્થ નથી, છતાં પ્રાયશ્ચિત્ત આપે છે અને ગચ્છને ચલાવે છે, તેઓ ગાથા-૩૯૮માં બતાવ્યા પ્રમાણે અનંતસંસારી છે; કેમ કે પ્રાયશ્ચિત્ત આપીને તેમને મિથ્યા આશ્વાસન ઉત્પન્ન કરે છે કે અમે શુદ્ધ થયા છીએ અને સ્વમતિ અનુસાર પ્રાયશ્ચિત્ત આપવાની ક્રિયા કરીને પોતાની અલ્પમતિમાં અધિકતાની બુદ્ધિ કરે છે, ભગવાનના વચનના પરમાર્થને જાણવામાં ઉપેક્ષા કરે છે, આ રીતે પોતાની મતિ પ્રમાણે નિર્ણય કરીને અતીન્દ્રિય એવા મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરવાની-કરાવવાની વૃત્તિ મહામોહથી ઉત્પન્ન થયેલી જીવની પરિણતિરૂપ હોવાથી દુરંત સંસારના પરિભ્રમણનું બળવાન કારણ છે. અહીં આકુટ્ટી આદિ ચાર ભેદોનું સ્વરૂપ આ પ્રમાણે છે – જે કૃત્ય શાસ્ત્રમર્યાદાથી વિરુદ્ધ છે, તેમ બોધ હોવા છતાં પ્રબળ ઇચ્છાથી તે ત્ય થાય છે, તે આકુટ્ટી પ્રતિસેવના છે. જેમ અઈમુત્તા મુનિને બાળ અવસ્થાને કારણે પાણીમાં નાવની જેમ પાત્ર ચલાવવાની પ્રબળ ઇચ્છા થઈ, પોતે જાણે છે કે મારાથી આ કૃત્ય થાય નહિ, છતાં તે કૃત્ય કર્યું, તે આકુટ્ટી હોવાથી ઉપેયકરણરૂપ છે, દર્પ વળી વલ્સન આદિ છે અર્થાત્ સંયમની તે તે ક્રિયા કરે છે, પરંતુ અન્ય અન્ય કૃત્ય કરવાના રાગને કારણે ત્વરાથી કરે છે, તે દર્પ પ્રતિસેવના છે. વળી સાધુ આહાર સંયમવૃદ્ધિના કારણરૂપે વાપરે છે, તેથી આહાર વાપરતી
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy