SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૮૯ થી ૩૯૧, ૩૯૨ પણ તેમને મમત્વ નથી, ફક્ત સર્વજ્ઞના વચન અનુસાર મોહનો નાશ કરવા અપ્રમાદથી યત્ન કરનારા છે, તેવા નિર્મમ સાધુ અહંકાર વગરના છે અર્થાત્ હું ત્યાગી છું, લોકો મારો આદર-સત્કાર કરે વગેરે ભાવોથી રહિત છે અને સતત નવું નવું ગ્રુત ભણવામાં ઉદ્યમવાળા છે, ભગવાનના વચન અનુસાર સ્યાદ્વાદના મર્મનો સૂક્ષ્મ બોધ કરીને દર્શનમાં ઉપયોગવાળા છે અને આત્માના નિરાકુળ સ્વભાવમાં વિશ્રાંતિરૂપ ચારિત્રમાં ઉપયોગવાળા છે, તેઓ ક્ષીણજંઘાબળ વગેરે કારણે એકક્ષેત્રમાં રહેલા હોય તોપણ પોતાના ઉપયોગના પ્રકર્ષ અનુસારે પૂર્વમાં બાંધેલાં કર્મોનો નાશ કરે છે; કેમ કે તેવા મહાત્માઓ નવકલ્પી વિહારનું પ્રયોજન કોઈ ક્ષેત્રમાં કે કોઈ ગૃહસ્થ સાથે પ્રતિબંધ ન થાય તેનું સ્મરણ કરીને હંમેશાં નવકલ્પી વિહાર કરે છે, પરંતુ જ્યારે જંઘાબળ ક્ષીણ થાય ત્યારે સ્થિરવાસ ન કરે અને કોઈક રીતે વિહાર કરે તો સંયમના યોગમાં તેમનો દૃઢ ઉપયોગ શિથિલ થાય તેમ જણાય તો નવકલ્પી વિહારના પ્રયોજનને લક્ષમાં રાખીને ક્ષેત્રાદિનો પ્રતિબંધ ન થાય તે રીતે પુષ્ટાલંબનને કારણે કોઈ નિયત ક્ષેત્રમાં રહેલા હોય તો વીતરાગની આજ્ઞા અનુસારે અપ્રમાદભાવથી તેમની સંયમવૃદ્ધિની પરિણતિ વર્તે છે. તેથી અસંયમની પરિણતિથી પૂર્વમાં જે કર્મ બાંધેલ તેનો નાશ કરે છે. વળી તે મહાત્માઓ કેવા છે ? તે બતાવતા કહે છે - ક્રોધ-માન-માયાને જીતી લીધા છે, વળી કોઈ પદાર્થમાં લોભ નથી, તેથી નિગ્રંથભાવ અતિશય અતિશયતર થઈ રહ્યો છે. આથી શરીર પ્રત્યે પણ નિર્મમ હોવાને કારણે પરિષહોને જીતી લીધા છે એવા ધીર છે, તેઓ ક્ષીણ થયેલા જંઘાબળને કારણે વૃદ્ધાવાસમાં રહેલા હોય તોપણ વધતા ક્ષમાદિ ભાવોને કારણે ચિરસંચિત કર્મનો નાશ કરે છે, તે મહાત્મા એક ક્ષેત્રમાં વસતા હોવા છતાં પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિવાળા છે, તેથી તેમના મન-વચનકાયાના યોગો સતત મોહનાશમાં પ્રવર્તી રહ્યા છે, તેથી ભગવાને તેમને આરાધક કહ્યા છે. તે મહાત્માઓ પાંચ ઇન્દ્રિયના સંવરરૂપ સંયમમાં સતત ઉદ્યમવાળા છે, શક્તિ અનુસાર બાહ્ય-અત્યંતર તપમાં ઉદ્યમ કરનારા છે અને ચારિત્રાચારની ઉચિત ક્રિયા કરીને આત્માના નિરાકુળ સ્વભાવમાં વસનારા છે, તેથી તેવા મહાત્માઓને ભગવાને સંપૂર્ણ મોક્ષમાર્ગના આરાધક કહ્યા છે. l૩૮૯થી ૩૯૧ાા અવતરણિકા - आद्यगाथयैव गतार्थत्वादितरयोरभिधानं किमर्थमिति चेद् भगवदाज्ञया तिष्ठतां कथञ्चिदपि नास्ति दोषगन्धोऽपीत्यतिशयज्ञापनार्थं तथा चोक्तम् एगक्खेत्तविहारी, कालाइक्कंतचारिणो जइ वि । तहवि य विसुद्धचरणा, विसुद्धआलंबणा जेणं ।।१।। आणाए अमुक्कधुरा, गुणवुड्डी जेण निज्जरा तेणं । मुक्कधुरस्स न मुणिणो, सोही संविज्जइ चरित्ते ।।२।।
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy