SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ ઉપદેશમાલા ભાગ-૩| ગાથા-પ૩૮-૫૩૯ અનેક શાસ્ત્રોના અર્થમાં વ્યાપક છે. વળી અનેક શાખાવાળું વૃક્ષ સચ્છાયાનું કારણ છે, તેમ પ્રસ્તુત ગ્રંથ જીવ માટે સચ્છાયાનું કારણ છે. આથી જેઓ પ્રસ્તુત ગ્રંથથી આત્માને વાસિત કરશે, તેઓને ઉત્તર ઉત્તરના ભવોમાં યોગમાર્ગનું પ્રસ્થાન સચ્છાયા પથ તુલ્ય બનશે અર્થાત્ સર્વ પ્રકારના શારીરિક, માનસિક, સાંયોગિક અનુકૂળતાપૂર્વક કોઈ પ્રકારના ઉપસર્ગ, પરિષહ વગર મોક્ષપથનું સેવન કરીને પૂર્ણ સુખને પામશે. તેથી સુંદર છાયાનું કારણ પ્રસ્તુત ગ્રંથ છે માટે અનેક શાસ્ત્રાર્થની છાયાને આપનાર શાખાથી વિસ્તીર્ણ છે. વળી તપ-નિયમરૂપ કુસુમના ગુચ્છાવાળું છે; કેમ કે મુનિરૂપી ભમરાઓને પ્રમોદનો હેતુ છે. આશય એ છે કે સંસારી જીવોને ઇન્દ્રિયોના અનુકૂળ વિષયો પ્રમોદના હેતુ છે; કેમ કે તે ઇન્દ્રિયના વિષયમાં તેઓને આહ્વાદનો અનુભવ થાય છે. જ્યારે મુનિરૂપી ભમરાઓને વિષયોના વિકારો વિષના વિકાર જેવા દેખાય છે અને આત્માને નિર્વિકારી અવસ્થા જ સુખસ્વરૂપ દેખાય છે અને તેવી નિર્વિકારી અવસ્થાનું વેદન કરવાનો ઉપાય શક્તિ અનુસાર તપ-નિયમ છે. તેથી મુનિઓ બાહ્ય અને અત્યંતર તપ કરીને આત્માના અસંગભાવને પ્રગટ કરે છે અને પાંચ ઇન્દ્રિયોનું નિયમન કરીને વિષયોના વિકારોથી આત્માનું રક્ષણ કરે છે, ભમરાઓને જેમ કુસુમના ગુચ્છા આનંદનો હેતુ બને છે, તેમ તેઓને તપ-નિયમની પ્રવૃત્તિ આનંદનો હેતુ બને છે અને પ્રસ્તુત ગ્રંથ તપ-નિયમના પરમાર્થને બતાવીને તપ-નિયમને અનુકૂળ યત્ન કરાવનાર હોવાથી તપ-નિયમના કુસુમના ગુચ્છાવાળો છે. વળી જીવને સુગતિના ફળનું કારણ છે=પ્રસ્તુત ગ્રંથ જીવને સ્વર્ગ અને મોક્ષરૂપ સુગતિની પ્રાપ્તિનું એક કારણ છે. અહીં સ્વર્ગને અને મોક્ષને સુગતિ કહેલ છે, તેનું કારણ સ્વર્ગ સંસાર અવસ્થામાં અત્યંત સુખનું કારણ છે અને મોક્ષ અનંત સુખના રસથી પૂર્ણ છે માટે પ્રસ્તુત ગ્રંથના ભાવનનું ફળ છે. આથી જે જીવો પ્રસ્તુત ગ્રંથનું ભાવન કરશે, તેઓ જ્યાં સુધી મોક્ષને પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી પણ સ્વર્ગના ઉત્તમ સુખને અનુભવીને અંતે પૂર્વ સુખને પ્રાપ્ત કરશે અને આવો પ્રસ્તુત ગ્રંથ જય પામે છેઃકુત્સિત આગમરૂપી વૃક્ષોનો અભિભવ કરીને યોગ્ય જીવોના હૈયામાં વિસ્તારને પામે છે. પ૩૮II અવતરણિકા - साम्प्रतं परिसमाप्तिं द्योतयन् येषामियमुपदेशमालोचिता तानभिधित्सुराहઅવતરણિકાર્ય : હવે પરિસમાપ્તિને બતાવતાં જેઓને આ ઉપદેશમાલા ઉચિત છે, તેઓને કહેવાની ઈચ્છાથી કહે છે – ગાથા : जोग्गा सुसाहुवेरग्गियाण परलोगपत्थियाणं च । संविग्गपक्खियाणं, दायव्वा बहुस्सुयाणं च ।।५३९।। | તિ શ્રી પરેશાના સમાપ્તા |
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy