SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૩૬-૫૩૭ સ્વરૂપે પ્રસ્તુત ગ્રંથ છે. એથી ગુણને અનુરૂપ તેનું નામ ઉપદેશમાલા કહેલ છે અને જે પુણ્યશાળી પુરુષ શક્તિ હોય તો સ્વસામર્થ્ય અનુરૂપ પ્રસ્તુત ઉપદેશમાલાનાં સૂત્રોને કંઠસ્થ કરે, તેના તાત્પર્યનો સ્પર્શ થાય, એ પ્રકારે યોગ્ય ઉપદેશક પાસેથી અર્થનું શ્રવણ કરે. ક્વચિત્ તાત્પર્યનો નિર્ણય ન થાય તો પૃચ્છા કરે અને તાત્પર્યનો નિર્ણય કર્યા પછી તે સૂત્રોના તે અર્થો યથાર્થ તાત્પર્યપૂર્વક સ્થિરપરિચિત કરે અને ત્યાર પછી તે ભાવોથી આત્માને તે રીતે ભાવિત કરે છે જેથી તે ભાવો હૈયાને સદા સ્પર્શતા રહે, તે મહાત્મા આલોક અને પરલોકનું સ્વપથ્ય જાણે છે; કેમ કે જીવને આલોકમાં પણ સુખ જ ઇષ્ટ છે, પરલોકમાં પણ સુખ ઇષ્ટ છે અને સુખ ક્લેશણયથી થાય છે. તેથી પ્રસ્તુત ગ્રંથના ભાવનથી જે જે અંશથી તે મહાત્માનો ક્લેશ ક્ષય થશે, તે જ તેનું આલોકનું પથ્ય છે અને ક્લેશક્ષય થવાને કારણે પરલોકનું પણ તે જ પથ્ય છે; કેમ કે અલ્પ ક્લેશવાળા જીવો ઉત્તમ પુણ્ય બાંધીને સદ્ગતિમાં જાય છે અને સર્વ ક્લેશના અંતને કરે છે. તેથી આ ઉપદેશમાલા દ્વારા તે મહાત્માને આલોક અને પરલોકના સુખની પરંપરાનો ઉચિત ઉપાય પ્રાપ્ત થાય છે અને તે ઉપાયને જાણ્યા પછી તે મહાત્મા સુખપૂર્વક આત્મહિતને એવી શકે છે; કેમ કે ગજસુકુમાલાદિ ઉત્તમ પુરુષોનાં દૃષ્ટાંતોના હાર્દને જાણ્યા પછી જેમ તે ઋષિઓ ક્ષમાદિથી યત્ન કરીને વર્તમાનમાં સુખી થયા, અંતે સર્વ ક્લેશોનો ક્ષય કરીને પૂર્ણ સુખને પામ્યા, તેમ ઉપદેશમાલાનાં તે તે વક્તવ્યોથી ભાવિત થયેલ તે મહાત્મા સ્વભૂમિકાનુસાર ક્લેશક્ષયના સર્વ ઉચિત ઉપાયો સેવીને વર્તમાનમાં ઇન્દ્રિયોની તૃષા, કષાયોના ક્લેશો અલ્પ કરશે અને આત્મામાં વર્તતા કર્મમલને અલ્પ કરશે. જેથી પરલોકમાં પણ સદ્ગતિની પરંપરાને પ્રાપ્ત કરશે માટે કલ્યાણના અર્થીએ વિશેષ શક્તિ ન હોય તોપણ નિપુણતાપૂર્વક પ્રસ્તુત ગ્રંથના હાર્દને જાણવા માટે સમ્યગું યત્ન કરવો જોઈએ, જેનાથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય. પ૩ાા અવતરણિકા : साम्प्रतं सूत्रकारः स्वाभिधानं व्युत्पादयन्नाहઅવતરણિતાર્થ - હવે સૂત્રકારશ્રી પોતાના નામને બતાવતાં કહે છે – ગાથા : धंतमणिदामससिगयनिहिपयपढमक्खराभिहाणेणं । उवएसमालपगरणमिणमो रइयं हियठाए ।।५३७।। ગાથા - દંત, મણિ, દામ, શશિ, ગજ, નિધિ, પદના પ્રથમ અક્ષરના અભિધાનવાળા પુરુષ વડે આ ઉપદેશમાલા પ્રકરણ હિત માટે રચાયું છે. આપ૩૭ી
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy