SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-પ૩૨–૫૩૩ ૨૨૭ મોક્ષની નિષ્પત્તિનો ઉપાય જાણવામાં રસ છે તેવા જીવોને પ્રસ્તુત ઉપદેશમાલાનો ઉપદેશ સુખ આપે તેમ છે, પરંતુ જેઓ ઉપદેશક દ્વારા ધર્મનું વર્ણન સાંભળે ત્યારે ધર્મને સેવવામાં ઉત્સાહિત થાય છે; કેમ કે યોગ્ય ઉપદેશક ધર્મનું વર્ણન કરતાં કહે છે કે અર્થ, કામ અને મોક્ષ ત્રણેય પુરુષાર્થને સાધી આપનાર ધર્મ જ છે અને અર્થ, કામ અને મોક્ષ એ ત્રણેય પુરુષાર્થમાં સંસારઅવસ્થામાં જીવોને અર્થથી પણ સુખ થાય છે, કામથી પણ સુખ થાય છે, મોક્ષમાં અત્યંત સુખ થાય છે, તે સાંભળીને તેમની મતિ ધર્મમાં રમે છે. વળી ઉપદેશક કહે કે જગતનાં સર્વ પ્રયોજનો અર્થથી સિદ્ધ થાય છે, કેમ કે ધનવાન પુરુષ લોકમાં આદર-સત્કાર પામે છે, ધર્મનાં સુંદર અનુષ્ઠાનો પણ અર્થના બળથી સારી રીતે સેવી શકે છે અને આ લોકનાં પાંચ ઇન્દ્રિયનાં સુખો પણ અર્થના બળથી એવી શકે છે, તે સાંભળીને તેમની મતિ અર્થમાં રમે છે. વળી કામ કઈ રીતે પાંચ ઇન્દ્રિયોના આહ્વાદ દ્વારા જીવને સુખ ઉત્પન્ન કરે છે અને વિવેકપૂર્વક સેવાયેલો કામ વિકારોનું શમન કરે છે, સુખ પણ આપે છે અને ક્રમે કરીને ધર્મને સેવવામાં પણ સહાયક થાય છે; કેમ કે વિકારોથી આકુળ જીવ ધર્મમાં ચિત્તને સ્થિર કરવા અસમર્થ બને છે અને ઇચ્છિત કામની પ્રાપ્તિથી સ્વસ્થ થયેલું ચિત્ત ધર્મ સાધવા સમર્થ બને છે, તે સાંભળીને તેનું ચિત્ત કામમાં રમે છે. વળી જ્યારે ઉપદેશક કહે કે સંસારનું પરિભ્રમણ માત્ર જીવની વિડંબનારૂપ છે; કેમ કે કર્મને પરતંત્ર જન્મવાનું, મૃત્યુ પામવાનું અને કર્મજન્ય અનેક ક્લેશોથી પૂર્ણ ચાર ગતિના ભવો છે, એથી મોક્ષ જ જીવની સુંદર અવસ્થા છે, જ્યાં કર્મકૃત ઉપદ્રવો લેશ પણ નથી, કેવળ જીવ દ્રવ્ય છે, તેથી સંપૂર્ણ ઉપદ્રવ વગરનો જીવ હોવાથી મુક્ત અવસ્થા જીવની સુંદર અવસ્થા છે, તે સાંભળીને તેનું ચિત્ત મોક્ષમાં રમે છે. તેનાથી જણાય છે કે તે જીવોને સુખી અવસ્થા જ જોઈએ છે અને સુખી અવસ્થાનો ઉપાય ધર્મ દેખાય છે અને સંસારઅવસ્થામાં સુખનું સાધન અર્થ દેખાય છે અને વિકારનો નાશ થાય તો મોક્ષનું સુખ જ પારમાર્થિક છે તેમ પણ દેખાય છે. તેવા વિવેકી શ્રાવકો ધર્મ-અર્થ-કામ પુરુષાર્થને અવિરુદ્ધ સેવવા તત્પર થાય છે, મોક્ષના પણ અર્થી હોય છે તોપણ એકાંત વૈરાગ્યરસ તેમના ચિત્તને આલાદ ઉત્પન્ન કરી શકતો નથી અને પ્રસ્તુત ગ્રંથમાં એકાંતવૈરાગ્યરસનું વર્ણન છે. એથી તેઓ પણ પ્રસ્તુત ગ્રંથને સાંભળીને કંઈક વૈમુખ્યભાવને ધારણ કરશે; કેમ કે તેવા શ્રાવકોને મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અર્થ-કામ વગેરેની પ્રાપ્તિ પણ થાય અને સંસારઅવસ્થામાં સુખપૂર્વક જીવીને ધર્મની વૃદ્ધિ કરીને અંતે મોક્ષ મેળવવાની ઇચ્છા હોય છે, તેમને ચારેય પુરુષાર્થના રસને ઉત્પન્ન કરે તેવા જ ગ્રંથો સુખકારી થાય છે, પરંતુ એકાંતવૈરાગ્યરસને કહેનારો પ્રસ્તુત ગ્રંથ આલાદ ઉત્પન્ન કરી શકતો નથી માટે પરમાર્થથી તેઓ પણ આ ગ્રંથના અનધિકારી છે. આપણા અવતરણિકા :વિશ્વઅવતરણિકાર્ય - વળી પૂર્વમાં કહ્યું કે ધર્મ-અર્થ-કામ-મોક્ષમાં જેનો ભાવ જ્યાં રમે છે, ત્યાં તેમને સમસ્ત પણ આ પ્રકરણ સુખ આપશે નહિ, તેથી અર્થથી ફલિત થયું કે તેમને પણ કંઈક કંઈક સુખ આપશે
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy