SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૩૮૬ ટીકાર્ય : વોડપિ ઇ .... શોઘતીત્યુનઃ | વળી પોતાના વશમાં પાડી=બીજાને પોતાને વશ કરીને, કઈ રીતે વશ કરે ? એથી કહે છે – માયામૃષાવાદોથી ખોટા વચનની પ્રવૃત્તિઓથી, આત્મવશમાં પાડીને મુગ્ધજન=ઋજુલોકને=ભોળા લોકોને, ઠગે છે. ત્રણ ગામનો સમાહાર તે ત્રિગામ તેની મધ્યમાં વસવાનો સ્વભાવ છે જેને એ ત્રિગામમધ્યવાસી, કોણ આ ? તેથી કહે છે – કપટપક માયાતપસ્વી, તે=ત્રિગામમધ્યવાસી કપટક્ષપક જે પ્રમાણે શોકવાળો થયો, તેની જેમ તે સાધુ શોક કરે છે, વોડ િવમાં રહેલા પિ ર શબદથી અખાદક પણ=બીજાને નહિ ઠગનારો પણ, બીજાને રંજનમાં અર્થાત્ આનંદ કરાવવામાં હોશિયાર પણ સાધુ શોક કરે છે, એમ અત્રય છે અને અહીં કથાનક છે – ઉજ્જયિનીમાં અઘોરશિવ નામનો ધૂર્ત બ્રાહ્મણ હતો, તે ચર્મકાર દેશમાં ગયો, ત્યાં ધૂર્તચોરોને મળ્યો. તેના વડે તેઓ કહેવાયા – હું અનિવેશને કરું છું, તમારે પ્રશંસા કરવી. જેથી સુખથી જ અર્થાત સહેલાઈથી લોકોને આપણે લૂંટીએ, તેઓ વડે સ્વીકારાયું, ત્યારપછી ત્રણ ગામની મધ્યમાં રહેલા જંગલમાં કરાયેલા પરિવ્રાજકના વેષવાળો આ રહ્યો. તેઓ વળી તે લોકોની સમક્ષ આ માસક્ષપક છે, એ પ્રમાણે વખાણ કરવા લાગ્યા અને પૂજા કરવા લાગ્યા. તેથી લોકો તેને નિમંત્રણ કરીને ઘરોમાં તેને લઈ જઈને ભોજન કરાવીને સારી રીતે પૂજવા લાગ્યા અને મહાજ્ઞાની એ પ્રમાણે માનીને પોતાના ઘરના વૈભવને કહેતા હતા અને ભવિષ્યના લાભાદિને પૂછતા હતા, તે તેને વિશ્વાસમાં પાડીને રાત્રિમાં બીજા ધૂર્તાની સાથે મળીને તે ઘરોમાં ચોરી કરતા હતા, એકવાર તેઓની મધ્યમાંથી કોઈ એક ચોર પકડાયો અને તાડન કરાતા તેના વડે બધા પણ ધૂર્તા કહી દેવાયા અને તેઓ વિનાશ કરાયા, પરિવ્રાજકનાં વળી બ્રાહ્મણપણું હોવાથી લોચનો અર્થાત ચક્ષુઓ ઉખેડી નંખાયાં, તેથી આ મહાવેદનાથી દુઃખી થયેલો, લોકો વડે નિંદા કરાતો પશ્ચાત્તાપથી ‘હા ! મારા વડે આ શું આચરણ કરાયું” તેમ શોક કરે છે, તેમ બીજો પણ બીજાને ઠગનારો શોક કરે છે, એ પ્રમાણે ઉપનય છે. ૩૮૯ ભાવાર્થ જે સાધુ સંયમ ગ્રહણ કરીને જે તે આલંબન લઈને સર્વ કાર્યો કરે છે, મુગ્ધ લોકોને પોતાને વશ કરીને ઠગે છે અર્થાત્ જે તે પ્રકારનો ઉપદેશ આપીને અમે સમર્થ ઉપદેશક છીએ એવી ખ્યાતિ પ્રગટ કરે છે, તેઓ પાછળથી પશ્ચાત્તાપ કરનારા થાય છે. તેમાં દૃષ્ટાંત આપે છે – ત્રિગામમધ્યવાસી કપટHપક જે રીતે શોક પામ્યો તે રીતે શોક પામે છે અર્થાત્ તે કપટક્ષપક માયા કરીને લોકોને ઠગતો હતો અને લોકોથી ચોરરૂપે પકડાયા પછી જે કદર્થના થઈ તેનાથી શોક પામ્યો, તેમ જેઓ આ રીતે મનુષ્યભવ નિષ્ફળ કરશે અને દુર્ગતિમાં ભટકશે ત્યારે કોઈક રીતે કોઈક મહાત્મા પાસેથી સાંભળશે કે મેં પ્રમાદવશ સાધુપણું વ્યર્થ કર્યું, જેથી આ દુર્ગતિની પરંપરાની પ્રાપ્તિ થઈ, ત્યારે પશ્ચાત્તાપ કરશે. જેમ શીતલવિહારી સાધુએ પોતાના પ્રમાદથી અનંત સંસાર પ્રાપ્ત કર્યો. કેવલી પાસેથી પોતાના સંયમના પ્રમાદના ફળરૂપે અનંત સંસારની કદર્થના સાંભળી ત્યારે તેમને શોક થયો, જેથી વિરક્ત થઈને સંયમ ગ્રહણ કર્યું. તે
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy