SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૧૩–૫૧૪ અત્યંત રુચિ હોવાથી શુદ્ધ માર્ગમાં પ્રયત્ન કરવામાં બાધક કર્મોનો ક્ષય કરે છે માટે તેવા શિથિલ આચારવાળા મહાત્મા શુદ્ધ થાય છે, ફક્ત સુસાધુ જેવી વીતરાગતાને અનુકૂળ શુદ્ધિને પ્રાપ્ત કરે છે, સંવિગ્નપક્ષની રુચિવાળા સાધુ તેવી શુદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી તોપણ સંવિગ્ન સાધુ જેવા થવાનું કારણ બને તેવી શુદ્ધિને પ્રાપ્ત કરે છે માટે આ ત્રણેય મહાત્માઓ મોક્ષના માર્ગમાં જ છે. આપણા અવતરણિકા - ते तर्हि संविग्नपक्षरुचयः कथं लक्ष्यन्त इत्याहઅવતરણિકાર્ય : તેઓ=શિથિલ ચારિત્રના પરિણામવાળા, સંવિગ્લપક્ષની રુચિવાળા છે તે કઈ રીતે જણાય છે ? એથી કહે છે – ગાથા : संविग्गपक्खियाणं, लक्खणमेयं समासओ भणियं । ओसन्नचरणकरणा वि जेण कम्मं विसोहिंति ।।५१४ ।। ગાથાર્થ : સંવિગ્નપાક્ષિકોનું આ લક્ષણ સંક્ષેપથી કહેવાયું. જેનાથી અવસન્ન ચરણકરણવાળા પણ કર્મને=જ્ઞાનાવરણીયાદિ કર્મને વિશુદ્ધ કરે છે. I૫૧૪ll ટીકા : संविग्नपक्षे-मोक्षाभिलाषिणि सुसाधुवर्गे, सुन्दरा बुद्धिर्विद्यते येषां ते संविग्नपाक्षिकास्तेषां, लक्ष्यतेऽनेनेति लक्षणं पररूपव्यावर्त्तको धर्मः, तदेतद् वक्ष्यमाणं समासतः सङ्क्षपेण भणितमुक्तं गणधरादिभिः, अवसन्नचरणकरणा अपि स्वयं कर्मपरतन्त्रतया प्रमादिनोऽपि प्राणिनो येन लक्षणेन सता कर्म ज्ञानावरणादि विशोधयन्ति प्रतिक्षणं क्षालयन्तीति ।।५१४ ।। ટીકાર્ય : સંવિના ..... ક્ષાત્રવેત્તેતિ | સંવિગ્લપક્ષમાં=મોક્ષના અભિલાષવાળા સુસાધુના વર્ગમાં, સુંદર બુદ્ધિ વિદ્યમાન છે જેમને તેઓ સંવિગ્સપાલિકો છે, તેમનું લક્ષણ =આના દ્વારા જણાય છે, પરસ્વરૂપ વ્યાવર્તક ધર્મ, હવે કહેવાતાર તે આ લક્ષણ ગણધરો વડે સંક્ષેપથી કહેવાયું છે. અવસા ચરણકરણવાળા પણ સ્વયં કર્મનું પરતંત્રપણું હોવાથી પ્રમાદી છતાં જે લક્ષણ વડે જ્ઞાનાવરણાદિ કર્મોને વિશોધિત કરે છે પ્રતિક્ષણ ક્ષાલન કરે છે. i૫૧૪
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy