SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૫૧૦ ૧૮૫ અવતારણિકા : तद्वता च सक्लिष्टकाले बहून् तद्विकलानवेक्ष्य माध्यस्थ्यमालम्बनीयं, न मौखर्यं कार्यम्, अन्यथा प्रस्तुतक्षतिः स्यादिति आह चઅવતરણિકાર્ય : અને તદ્વાન પુરુષેeતપ-સંયમવાન પુરુષે સંક્ષિણ કાળમાં તદ્વિકલ ઘણા જીવોને=સંયમવિકલ ઘણા જીવોને, જોઈને માધ્યસ્થનું અવલંબન કરવું જોઈએ, વાચાળતા કરવી જોઈએ નહિ, અન્યથા=બીજાની તપ-સંયમની વિકલતાને જોઈને અસહિષ્ણુતાને કારણે ઉપદેશાદિ પ્રવૃત્તિ કરવામાં આવે તો, પ્રસ્તુતની ક્ષતિ થાય=સંયમના યત્નની ક્ષતિ થાય અને કહે છે – ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું એ પ્રકારે જેઓ મહાવ્રતો કે અણુવ્રતોનું સમ્યગુ પાલન કરતા હોય અને તપ કરતા હોય છતાં સક્લિષ્ટ કાળમાં સાધુઓ કે શ્રાવકો બહુધા વ્રતોની મર્યાદાથી વિકલ વર્તે છે તેને જોઈને તેઓ પ્રત્યે માધ્યશ્મનું અવલંબન લેવું જોઈએ, પરંતુ તેઓ અનુચિત કરે છે, તેમ વિચારીને બીજાએ ઉપદેશ આપવો જોઈએ નહિ. ફક્ત યોગ્ય પ્રજ્ઞાપનીય જીવ હોય અને અજ્ઞાનને વશ વિપરીત પ્રવૃત્તિ કરતો હોય તો મધ્યસ્થતાનો ભંગ ન થાય તે રીતે સારણા-વારણા વગેરે કરવું જોઈએ. પરંતુ તેની અનુચિત પ્રવૃત્તિ જોઈને અસહિષ્ણુ થવું જોઈએ નહિ. અસહિષ્ણુ થવાથી માધ્યચ્ય ભાવના અવલંબનના અભાવને કારણે સંયમમાં યત્નની ક્ષતિ થશે, એ પ્રમાણે ગાથામાં કહે છે – ગાથા - सुबहुं पासत्थजणं, नाऊणं जो न होइ मज्झत्थो । न य साहेइ सकज्जं, कागं च करेइ अप्पाणं ।।५१०।। ગાથાર્થ : અનેક પ્રકારવાળા પાર્શ્વસ્થા લોકને જાણીને જે મધ્યસ્થ થતા નથી, તે પોતાના કાર્યને સાધતા નથી જ અને પોતાને કાગડો કરે છે. પ૧ ll ટીકા : सुबहुमनेकाकारं पार्श्वस्थजनं शिथिलं स्वयूथ्यलोकं ज्ञात्वा यो न भवति मध्यस्थो मौनशीलः स किमित्याह-न च नैव साधयति निष्पादयति स्वकार्यमात्मप्रयोजनं मोक्षलक्षणं रागद्वेषापत्तेः, काकं च करोत्यात्मानं, प्रत्युत रोषात् सर्वैस्तैः सम्भूयात्मनो गुणवत्त्वख्यापनाय हंसकल्पतामारोप्य लोकमध्ये स एव निर्गुणतया प्रख्याप्य काककल्प क्रियत इत्यर्थः ।।५१०।।
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy