SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૯૧-૪૯૨ ૧૬૧ તેમનો સુશ્રાવકમાં અંતર્ભાવ છે અને સુસાધુપણાની કંઈક ક્રિયાઓ કરે છે, સુસાધુ પ્રત્યે બદ્ધ રાગ છે અને સુસાધુનો વેષ છે તે અપેક્ષાએ સંવિગ્નપાક્ષિકનો સુશ્રમણમાં અંતર્ભાવ છે, તેથી આ બે માર્ગમાં ત્રીજો માર્ગ અંતર્ભત છે તેમ કહેલ છે. આનાથી એ ફલિત થાય કે સર્વ શાસ્ત્રો નિગ્રંથભાવરૂપ સામાયિકના પરિણામના રહસ્યને સૂક્ષ્મ સૂક્ષ્મતર બતાવે છે અને જેઓ શાસ્ત્ર ભણીને સામાયિકના સૂક્ષ્મ સૂક્ષ્મતર રહસ્યને જાણીને શક્તિ અનુસાર નિગ્રંથભાવને અનુકૂળ યત્ન કરે છે, તેઓ જ માર્ગમાં છે, આથી સુસાધુ સર્વ ઉદ્યમથી નિગ્રંથભાવમાં અતિશય યત્ન કરે છે, સુશ્રાવક પણ પ્રતિદિન સાધુ સમાચાર સાંભળીને અને તેનું ભાન કરીને નિગ્રંથભાવને અનુકૂળ શક્તિનો સંચય કરે છે અને સંવિગ્નપાક્ષિક જીવો પણ નિગ્રંથભાવના પરમાર્થને સ્પર્શનારા છે અને શાસ્ત્રો ભણીને નિગ્રંથભાવની પ્રાપ્તિના સૂક્ષ્મ ઉપાયોના રહસ્યને જાણનારા છે, તેથી માર્ગમાં છે અને જેઓ નિગ્રંથભાવને અનુકૂળ ચારિત્રની ક્રિયા કરવા માટે આળસુ છે અને માત્ર તે તે શબ્દોથી શાસ્ત્રોનો બોધ કરીને પોતે બોધવાના છે તેમ માને છે, તેઓ કદાચ બાહ્યથી તપ વગેરે કષ્ટો સહન કરતા હોય તો પણ માર્ગમાં નથી; કેમ કે તેમને નિગ્રંથભાવ શું છે, તેની ગંધ માત્ર પણ નથી, શબ્દથી પોતાને નિગ્રંથ માને છે, પરંતુ શાસ્ત્રો કઈ રીતે વીતરાગતાને અભિમુખ ઉચિત યત્ન કરાવીને સંસારનો ક્ષય કરાવે તેને લેશ પણ જાણતા નથી, માત્ર શાસ્ત્ર ભણ્યા છે માટે પોતે શાસ્ત્રના બોધવાના છે તેમ માને છે, તેઓ ઉન્માર્ગગામી હોવાથી તેમનો ઉન્માર્ગનો ભાવ જેટલો દૃઢ થાય તેટલું તેમનું સંસારનું પરિભ્રમણ અતિશય અતિશયતર થાય છે. II૪૯૧TI અવતરણિકા : एतावेव मार्गों भावार्चनद्रव्यार्चनशब्दाभिधेयावित्याहઅવતરણિતાર્થ : આ જ બે માર્ગો ભાવસ્તવ અને દ્રવ્યસ્તવ શબ્દથી અભિધેય છે. એને કહે છે – ગાથા : भावच्चणमुग्गविहारया य दव्वच्चणं तु जिणपूया । भावच्चणाउ भट्टो, हविज्ज दव्वच्चणुज्जुत्तो ।।४९२।। ગાથાર્થ - ભાવપૂજા ઉગ્ર વિહારતા છે, દ્રવ્યપૂજા વળી જિનપૂજા છે, ભાવઅર્ચનથી ભ્રષ્ટ થયેલો દ્રવ્યઅર્ચનાથી યુક્ત હોય. I૪૯શા ટીકા : भावार्चनं तात्त्विकपूजनं भगवतां, किम् ? उग्रविहारता, चशब्दस्यावधारणार्थत्वादुद्यतविहारितैव,
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy