SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૮૭૯-૪૮૦ વૃદ્ધિને અનુકૂળ છે તે અનુષ્ઠાન સેવીને સંયમના કંડકોની વૃદ્ધિમાં યત્ન થતો નથી તે તે વખતે તે સાધુમાં મૂળગુણો અને ઉત્તરગુણો સ્કૂલના પામેલા છે, પરંતુ સંયમપર્યાયનાં કેટલાં વર્ષો છે, તે પ્રમાણે તે મહાત્માને સંયમનું ફળ મળતું નથી અર્થાત્ સંયમકાળ દરમ્યાન તે મહાત્માએ અતિચાર રહિત મૂળગુણો-ઉત્તરગુણોની વૃદ્ધિ માટે જે યત્ન કર્યો, તેને અનુરૂપ પુણ્યબંધ અને નિર્જરા થાય છે અને અંતે ઇષ્ટફળની પ્રાપ્તિ થાય છે, માટે સાધુએ સંયમ ગ્રહણ કર્યા પછી શમભાવની પરિણતિને સ્થિર સ્થિરતર કરવા અતિચારના પરિહારપૂર્વક સતત યત્ન કરવો જોઈએ અને શમભાવરૂપ સામાયિકના પરિણામપૂર્વક સંયમની તે તે ક્રિયાઓ કરવી જોઈએ. જેથી સતત સંયમના કંડકો વધે અને સંયમજીવનમાં જે જે ક્ષણો પ્રમાદમાં ગઈ છે, તે સર્વ ઇષ્ટફલની સાધક તો નથી, પરંતુ સંયમના પાલનથી પ્રગટ થયેલ શુદ્ધિને કંઈક પ્લાન કરનાર હોવાથી અનિષ્ટની સાધનારી છે માટે સુસાધુએ નિરતિચાર મૂળ-ઉત્તરગુણોનું સ્વરૂપ ચિત્ત સન્મુખ રાખીને તેને અનુરૂપ શક્તિના પ્રકર્ષથી ઉદ્યમ કરવો જોઈએ, જેથી સર્વ પ્રકારના ઇષ્ટની પ્રાપ્તિ થાય. l૪૭૯ll અવતરણિકા : तस्मादकारणं चिरदीक्षितता निरतिचारतैवेष्टसाधिकेति, सा च गाढमप्रमादिनो भवति । यत માદઅવતરણિકાર્ચ - તે કારણથી=અખ્ખલિત મૂળ-ઉત્તરગુણો સંયમમાં સાધુને ગણનાપાત્ર બને છે તે કારણથી, ચિરદીક્ષિતતા અકારણ છે, નિરતિચારતા જ ઈષ્ટસાધિકા છે અને તે=નિરતિચારતા, ગાઢ અપ્રમાદીને હોય છે, જે કારણથી કહે છે – ગાથા : जो न वि दिणे दिणे, संकलेइ के अज्ज अज्जिया मि गुणा ?। अगुणेसु य न य खलिओ, कह सो उ करेज्ज अप्पहियं ?॥४८०।। ગાથાર્થ : આજે મારા વડે કયા ગુણો પ્રાપ્ત કરાયા અને અગુણોમાં હું ખલના પામ્યો નથી, એ પ્રકારે જે સાધુ દરેક દિવસે સંકલના કરતો નથી, તે સાધુ કઈ રીતે આત્મહિતને કરે? Il૪૮oll ટીકા :___ यो नाऽपि नैव दिने दिने, अपिशब्दात् रात्रौ रात्रौ च सङ्कलयति सम्यग्बुद्ध्या निरूपयति, यदुत के अद्याऽर्जिता अधिगता मया गुणा ज्ञानादयः, अगुणेषु च मिथ्यात्वादिषु न च नैव स्खलितः सातिचारोऽहं जात इति । कथमसौ कुर्यादात्महितं, स्वपथ्यं सम्यग्वासनाशून्यत्वादिति T૪૮૦
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy