SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૪૬-૪૪૭ ગાથા : तह वत्थपायदंडगउवगरणे, जयणकज्जमुज्जुत्तो । .. जस्सट्टाए किलिस्सति तं चिय मूढो न वि करेइ ।।४४७।। ગાથાર્થ - યતનાકાર્યમાં ઉઘુક્ત છતો જેના માટે વસ્ત્ર-પાત્ર-દંડ ઉપકરણોને એકઠાં કરે છે, મૂઢ એવો તેને કરતો નથી જ સામાયિકના પરિણામરૂપ યતનાકાર્યને કરતો નથી જ, કલેશને જ પામે છે. ll૪૪૭ના ટીકા : तथा वस्त्रपात्रदण्डकोपकरणानि पिण्डयनिति शेषः, क्लिश्यते केवलं क्लेशमनुभवतीति सम्बन्धः, किमित्याह-यदर्थं तानीष्यन्ते तदेव यतनाकार्यमुद्युक्तः सन्नापि नैव करोति मूढो मूढत्वादित्यक्षरघटना, यथा चतुष्पदविकलस्य तदुपकरणान्वेषणं क्लेश एव, तथा संयमरहितस्योपकरणराढेति तात्पर्यार्थः ॥४४७॥ ટીકાર્ય : તથા ... તાત્પર્ય એ તે પ્રમાણે વસ્ત્ર-પાત્ર-દંડ ઉપકરણોને એકઠાં કરતો સાધુ ફ્લેશ પામે છે=કેવલ ક્લેશને અનુભવે છે, કયા કારણથી ક્લશ પામે છે? એથી કહે છે – જેને માટે તેઓને ઈચ્છે છે તેને જ યતના કાર્યમાં ઉઘુક્ત છતો મૂઢ કરતો નથી જ=સંયમની યાતનાનું કાર્ય સામાયિકો પરિણામ કરતો નથી. બાહ્ય ક્રિયા કરે છે, કેમ કે મૂઢપણું છે, એ પ્રમાણે અક્ષર ઘટના છે, જેમ ચતુષ્પદ વગરના પુરુષને તેના ઉપકરણનું અન્વેષણ ક્લેશ જ છે તેમ સંયમ વગરના સાધુને ઉપકરણની શોભા ક્લેશ જ છે, એ પ્રકારે તાત્પર્ય અર્થ છે. ૪૪ ભાવાર્થ: જેમ કોઈ અવિવેકી પુરુષ પાસે કોઈ પશુ ન હોય, છતાં મૂઢતાને કારણે તે તે પશુનાં ઉપકરણો એકઠાં કરીને ક્લેશ પામે છે; કેમ કે તે ઉપકરણનું કોઈ ફળ નથી, ધનવ્યય વગેરે ક્લેશની પ્રાપ્તિ છે, તેમ જે સાધુમાં સંયમનો પરિણામ નથી, છતાં સંયમનાં ઉપકરણો નિર્દોષ મળતાં હોય તો વસ્ત્ર-પાત્રદંડક એકઠાં કરે છે, તે મૂઢ યતનાના કાર્યરૂપ સંયમમાં યત્ન કરતો નથી, માત્ર સંયમની બાહ્ય ક્રિયા કરવામાં ઉઘુક્ત છે. આશય એ છે કે જે સાધુમાં સંયમનો પરિણામ છે તે સાધુ સંયમની વૃદ્ધિને અનુકૂળ અંતરંગ યતના કરે છે, પરંતુ જેઓ મૂઢ મતિવાળા છે, તેઓ માત્ર વસ્ત્ર-પાત્ર-દંડક આદિ સંયમનાં સાધનો એકઠાં કરે છે અને સંયમની બાહ્ય ક્રિયામાં યત્ન કરે છે, પરંતુ સામાયિકના પરિણામમાં યત્ન કરતા નથી, તેમની સર્વ ક્યિા પશુવિકલ પુરુષની પશુનાં સાધનો એકઠાં કરવાની ક્રિયા જેવી છે. II૪૪૬-૪૪ળા
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy