SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૩૯-૪૪૦ 'कथं युष्मान् म्रियस्व इति ब्रुते ?' इत्यादि पृष्टो भगवानाह-किं भवे तिष्ठसि ? न यासि मोक्षम् इत्यभिप्रायान्मामाह 'म्रियस्व' इति, भवन्तं च 'जीव' इति नरके बद्धायुष्कत्वाज्जीवत एव सुखम्, अभयस्तु देवलोकगामीत्युभयथा उक्तः । कालसौकरिकस्तु जीवन बहुपापो मृतो नरकागामीति च द्वेधाऽपि निषिद्ध इति ।।४४०।। ટીકાર્ય : ષષ્યિ ” નિષિદ્ધ તિ | કેટલાકને પરલોક=બીજો લોક હિત છે, એ પ્રકારે સામર્થથી જણાય છે=પૂર્વની ગાથામાં કહેલા મરણ વગેરેના સામર્થ્યથી જણાય છે, અન્યોને અહીં=વર્તમાન ભવરૂપ આલોક, હિત છે, કોઈકને વળી બન્ને પણ લોક હિતકારી છે, કોઈકના બન્ને પણ લોક હણાયા છે=વિનાશ કરાયા છે=અહિત છે, એ પ્રકારનો અર્થ છે. કેવી રીતે આ ? એ પ્રમાણે અહીં દુરદેવનું કથાનક – રાજગૃહ નગરમાં શ્રી વીર ભગવાન સમવસર્યે છતે નગરલોક સહિત શ્રેણિક રાજા વંદનને માટે ગયે છતે તે નગરનો દ્વારપાલ બ્રાહ્મણ એવા સેડૂબક નામના નોકરને દ્વાર દેવતાની પૂજાનો બલિ ઘણો ખવડાવીને તારે ક્યાંય જવું નહિ, એ પ્રમાણે કહીને ભગવાનને વંદન કરવા ગયો. તેથી થયેલી તૃષાના અતિરેકવાળો આ તેના ભયથી જલાશય નહિ જતો મર્યો. તેની નજીકની વાવમાં દેડકાપણાથી ઉત્પન્ન થયો અને ભગવાનના સમવસરણમાં જવાની ઇચ્છાવાળો લોકોના કલકલ અવાજથી ઊહાપોહ થવાથી થયેલા જાતિસ્મરણવાળો તેના દ્વારા જ બોધ પામેલો વીરના વંદન માટે ચાલ્યો. ઘોડાની ખરીથી કચડાયેલો શુભ પરિણામથી દેવ થયો, પ્રયોગ કરાયો છે અવધિજ્ઞાનનો જેના વડે એવો વૃત્તાંતને જાણીને સમવસરણમાં ગયો. એટલામાં ઇઝ વડે શ્રેણિક રાજા દઢ સમ્યક્તવાળા છે, એ પ્રમાણે પ્રશંસા કરાયા. તેથી આ દુર દેવે, તેની પરીક્ષા માટે કોઢિયાનું રૂપ કરીને ભગવાનને શરીરના પરથી સિંચન કર્યું અને ભગવાન વડે છીંક ખવાયે છતે “તમે મરો' એ પ્રમાણે બોલ્યો, શ્રેણિક રાજા વડે છીંક ખવાયે છતે ‘તમે જીવો’ એ પ્રમાણે, વળી અભયકુમાર વડે છીંક ખવાયે છતે ‘તમે જીવો અથવા મરો'. વળી કાલસીરિક કષાય વડે છીંક ખવાયે છતે જીવ નહિ, મર નહિ એ પ્રમાણે બોલ્યો અને બીજા વર્ષે પણ કહેવાયેલું છે – હે રાજપુત્ર ! તું દીર્ઘકાળ જીવ, હે ઋષિપુત્ર ! તું મર, હે સાધુ, જીવ અથવા મર, હે વ્યાધ જીવ નહિ, મર નહિ. તેથી ઉત્પન્ન થયેલા ક્રોધવાળા રાજાએ તેને મારવા માટે માણસોને આદેશ આપ્યો. ગ્રહણ કરવાને માટે શક્તિમાન થયા નહિ, દેવ એ પ્રમાણે જણાયો. બીજા દિવસે રાજાએ ભગવાનને પૂછ્યું – આ કોઢિયો કોણ હતો ?તેથી ભગવાન વડે તેનો વૃત્તાંત કહેવાયો. આપના પ્રત્યે મરો, એ પ્રમાણે કેમ બોલ્યો? વગેરે પુછાયેલા ભગવાન કહે છે – ભવમાં શું રહ્યા છો ? મોક્ષમાં જતા નથી, એ અભિપ્રાયથી મને મરો, એ પ્રમાણે કહે છે. નરકમાં બંધાયેલ આયુષ્યપણું હોવાથી તેને જીવ એ પ્રમાણે કહ્યું, જીવતાને જ સુખ છે, અભયકુમાર વળી
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy