SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશામાલા ભાગ- ૨ | ગાથા-રપ-૨પ૭, ૩૭ કુસુમપુરમાં શશિપ્રભ અને સુરપ્રભ બે રાજાઓ બે ભાઈઓ હતા. એકવાર વિજયઘોષસૂરિ આવ્યું છd તેમની ધર્મદેશનાથી પ્રબોધ પામેલા સુરપ્રભએ શશિકભને કહ્યું – આપણે ધર્મ કરીએ, તે બોલ્યો - તું ઠગાયો છે. જોવાયેલા વિષયોના સુખમાં વિનનું કારણ, નહિ જોવાયેલાની પ્રાર્થના જેવા આ કથન વડે સર્યું. ઇતર સુરપ્રભ, બોલ્યો, એ પ્રમાણે ન બોલ. ઈશ્વર=ધનવાન, અનીશ્વર=દરિદ્ર, સુભગ-દુર્ભગ, સુરૂપ-કુરૂપ, નીરોગ-સરોગ વગેરે ધર્મ અને અધર્મનું ફળ આ પ્રત્યક્ષ છે. તેથી જુદા જુદા ઉપાયો વડે સમજાવાયેલો પણ જ્યારે પોતાના આગ્રહને છોડતો નથી, ત્યારે ઇતરે સુરપ્રભએ નિર્વેદથી દીક્ષા લીધી. તપ તપીને બ્રહ્મ દેવલોકમાં ગયો. બીજો વળી શશિપ્રભ, ત્રીજી નરકમાં ગયો. દેવ વડે અવધિજ્ઞાનથી જોવાયો, સ્નેહના અતિરેકથી ત્યાં ગયો. તેનો પૂર્વભવનો વૃત્તાંત સ્મરણ કરાવાયો, થયેલા પશ્ચાત્તાપવાળો તે તેને કહે છે – મારા વડે શરીરને માટે આ આચરણ કરાયું. તેથી જઈને તેને=મારા શરીરને, તું કર્થના કર, જેથી મારો દુઃખથી મોક્ષ થાય. ગાથા : नरयत्थो ससिराया, बहुं भणइ देहलालणासुहिओ । पडिओ मि भए भाउय !, तो मे जाएह तं देहं ।।२५६।। ગાથાર્થ : નરકમાં પડેલો શશિ રાજા ઘણું કહે છે – દેહની લાલનાથી સુખિત થયેલો હું ભયમાં પડ્યો છું. તેથી હે ભાઈ ! મારા સંબંધી તે દેહને તું પીડા કર. ||ર૫ા. ટીકા - नरकस्थः शशिराजा बह्वनेकाकारं भणति-यदुत देहलालनासुखितः सन् पतितोऽस्मि भये मरकोद्भवे हे भ्रातस्ततो मे मम सम्बन्धिनं यातय पीडय तं देहमिति ॥२५६।। ટીકાર્ય : નરઃ .. જેકસિ | નરકમાં રહેલો શશિરાજા બહુ-અનેક પ્રકારે, કહે છે, શું કહે છે તે કુતથી બતાવે છે – દેહના લાલનથી સુખિત થયો છતો ભયમાં=નરકથી ઉદ્દભવેલા ભયમાં, હું પડ્યો છું, તેથી હે ભાઈ! મારા સંબંધી તે દેહને તું પીડા કર. પારપડા અવતરણિકા - पुनराह-अयमपि तवाऽज्ञानप्रलापो यतःઅવતરણિકાર્ય : સુરપ્રભ કહે છે – આ પણ તારો અજ્ઞાનપ્રલાપ છે પૂર્વભવમાં તો મનુષ્યભવને પામીને વિષયની લાલસાથી નિષ્ફળ કર્યો, એ તો તારું અજ્ઞાન છે, પરંતુ આ પણ તારો અજ્ઞાનપ્રલાપ છે. જે કારણથી – શું તે ગાથામાં કહે છે –
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy