SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય સુજ્ઞ વાચકો ! પ્રણામ અંધકારમાં ટૉર્ચ વગર અથડાતી વ્યક્તિ દયાપાત્ર છે, તો તેનાથી પણ ટૉર્ચ કઈ રીતે વાપરવી તે ન જાણનાર વ્યક્તિ વધુ દયાપાત્ર છે. કારણ? તે વ્યક્તિ પાસે સાધન હોવા છતાં પણ તેની જરૂરી જાણકારીના અભાવે તેનો ઉપયોગ નહીં કરી શકે. તેવી જ રીતે. અંધકારભર્યા સંસારમાં જિનશાસનની પ્રાપ્તિ વગર ભટક્તો જીવ ચોક્સ દયાપાત્ર છે, પરંતુ જિનશાસનની પ્રાપ્તિ બાદ પણ જો જીવ તેનાં રહસ્યજ્ઞાન વગરનો જ રહ્યો, તો તે વધારે દયાપાત્ર છે; કેમ કે દુઃખમય અને પાપમય સંસારમાંથી છૂટવા માત્ર જિનશાસન પ્રાપ્તિ પર્યાપ્ત નથી, પરંતુ તેની પ્રાપ્તિ બાદ શાસનનાં ઊંડાણભય રહસ્યોના જ્ઞાન દ્વારા શાસન પ્રત્યે અતૂટ બહુમાન અને સાધનામાર્ગનો દઢ સંકલ્પ જરૂરી છે. અન્યથા ભાગ્યે દીધેલ જિનશાસનનો લાભ તે વ્યક્તિ પૂર્ણતયા ઉઠાવી નહીં શકે. અમને ગૌરવ છે કે, જિનશાસનનાં આ જ રહસ્યોને ગીતાર્થગંગા સંસ્થા દ્વારા ૧૦૮ મુખ્ય અને અવાંતર ૧૦,૦૦૦ વિષયોના માધ્યમે ઉજાગર કરાવવા અમે ભાગ્યશાળી થયા છીએ. અહીં દરેક વિષય સંબંધી ભિન્ન-ભિન્ન શાસ્ત્રોમાં વેરાયેલાં રહસ્યમય શાસ્ત્રવચનોનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ તેમાં દેખાતા વિરોધાભાસોના નિરાકરણ સાથે પરસ્પર સંદર્ભ જડવા દ્વારા તેમાં છુપાયેલાં રહસ્યોનો આવિષ્કાર કરવામાં આવે છે. જો કે, આ રહસ્યો અસામાન્ય શક્તિશાળી સિવાયના લોકોને સીધાં પચતાં નથી; કેમ કે તે દુર્ગમ જિનશાસનના નિચોડરૂપ હોવાથી અતિ દુર્ગમ છે. તેથી અમારી સંસ્થાના માર્ગદર્શક પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.એ પ્રસ્તુત રહસ્યોને વ્યાખ્યાનો સ્વરૂપે સુગમ શૈલીમાં, શાસ્ત્રીય અને આધુનિક દરેક પરિપ્રેક્ષ્યમાં પીરસ્યાં છે અને પીરસશે. જેમાંથી એક ધર્મતીર્થ વિષયક પ્રવચનોનો અધશ પ્રગટ થયેલ છે. અલબત્ત, આ શૈલીની સુગમતાજન્ય લંબાણને કારણે અમુક વિષય સુધી વિવેચનની મર્યાદા બંધાઈ જાય છે, માટે શ્રીસંઘને પૂર્ણ લાભ મળે તે હેતુથી ત્યારબાદના વિષયો સંબંધી અખૂટ રહસ્યગર્ભિત શાસ્ત્રવચનોનો પરસ્પર અનુસંધાન સાથે સંગ્રહ પ્રગટ કરવામાં આવશે, જેને આજની ભાષા Encyclopedia (વિશ્વકોષ) કહે છે.
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy