SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૪૪ ગાથા - विरया परिग्गहाओ, अपरिमियाओ अणंततण्हाओ । बहुदोससंकुलाओ, नरयगईगमणपंथाओ ॥२४४।। ગાથાર્થ - અપરિમિત અનંત તૃષ્ણાવાળા બહુ દોષથી સંકુલ નરકગતિનો પંથ એવા પરિગ્રહથી વિરત છે. ર૪૪ll ટીકા : विरताः परिग्रहाद् द्विपदादेः किम्भूतादपरिमितात् परिमाणरहितादकृतपरिमाणस्यागृह्णतोऽपि तृष्णातोऽसौ स्यादतस्तद्व्यच्छेदार्थमाह-अनन्ता तृष्णा मूर्छा यस्मिन् स तथा, तस्माद् बहुदोषसङ्कुलाद् राजचौर्याधुपद्रवनिमित्ततया शरीरमनस्तापहेतोरत एव नरकगतो यद् गमनं तत्पथात् तन्मार्गादिति । बहुशो विरतग्रहणं तद्विरतेचित्र्यख्यापनार्थम् ।।२४४।। ટીકાર્ય : વિરત . શ્રાપનાર્થમ્ શ્રાવકો દ્વિપદાદિ પરિગ્રહથી વિરત હોય છે. કેવા પ્રકારના દ્વિપદાદિ? એથી કહે છે – અપરિમિત પરિણામ રહિત એવા પરિગ્રહથી વિરત હોય છે. અર્થાત પરિમાણવાળા નહિ ગ્રહણ કરતાને પણ, તૃષ્ણાથી આ પરિગ્રહ થાય. આથી તેના વ્યવચ્છેદ માટે કહે છે – અનંત તૃણા=મૂચ્છ છે જેમાં તે તેવો છે અનંત તૃષ્ણાવાળો છે. તેવા પરિગ્રહથી વિરત હોય છે. બહુદોષ સંકુલરાજ-ચોર આદિ ઉપદ્રવના નિમિતપણું હોવાથી શરીર અને મનના તાપનો હેતુ એવા પરિગ્રહથી શ્રાવક વિરત હોય છે. આથી જ=બહુદોષસંકુલ છે આથી જ, નરકગતિમાં જે ગમત તેનો માર્ગ હોવાથી તેનાથી વિરત છે. અનેક વખત વિરતિનું ગ્રહણ તે વિરતિનું વિચિત્ર કહેવા માટે છે અર્થાત્ ફરી ફરી વિરત પદ વિરતિના અનેક વિચિત્ર ભેદોને જણાવવા માટે છે. ર૪૪ ભાવાર્થ : વળી સુશ્રાવકો અપરિમિત પરિગ્રહથી વિરત હોય છે, કેમ કે સંપૂર્ણ નિરારંભ જીવનના અત્યંત અર્થી હોવાથી તેની શક્તિના સંચય માટે શક્તિ અનુસાર અતિશય આરંભ-સમારંભના કારણભૂત એવા અપિરમિત પરિગ્રહની સીમા કરે છે અર્થાતું મર્યાદિત પરિગ્રહથી અધિક સર્વ પરિગ્રહનો ત્યાગ કરું છું, એ પ્રકારની પ્રતિજ્ઞા કરીને અપરિમિત પરિગ્રહથી વિરામ પામે છે. વળી તે અપરિમિત પરિગ્રહ અનંત તૃષ્ણાનો હેતુ છે= પ્રાપ્ત થયેલા પરિગ્રહ કરતાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી તે તૃષ્ણા અત્યંત અમર્યાદિત હોય છે. તેની મર્યાદા કરવા માટે અધિક પરિગ્રહથી વિરતિ કરે છે. વળી પરિગ્રહ અનેક પ્રકારના ઉપદ્રવોનું કારણ છે; કેમ કે અધિક ધનવાળાને રાજા તરફથી કે ચોરીનો ઉપદ્રવ થવાનો સંભવ રહે છે, તેના
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy