SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨ / ગાથા-૨૪૦-૨૪૧ ૧૩ भेषजं तथाविधचूर्णादि, वस्त्रं क्षौमं, पात्रमलाब्वादि, आदिशब्दात् कम्बलादिग्रहः, एतत् किं ? यद्यपि न पर्याप्तधनो न सम्पूर्णद्रविणः श्रावकस्तथापि स्तोकादपि मध्यात् स्तोकम् अल्पं ददाति असंविभागितं न भुङ्क्त इति यावत् ।।२४०।। હકાર્ય : તિરુપાશ્રય: ..... વાવ | વસતિ–ઉપાશ્રય, શયન=કાષ્ઠમય સંસ્તારક આદિકપાટ આદિ, આસન પીઠાદિ, ભોજન=ભાત આદિ, પાનદ્રાક્ષ આદિનું પાનક, ભષજ=સેવા પ્રકારનાં ચૂર્ણ આદિ, વઢશીમ, પાત્રતુંબડું આદિ. આદિ શબ્દથી કંબલ આદિનું ગ્રહણ છે. આને શું કરે ? એથી કહે છે – જો કે પર્યાપ્ત ધનવાળો નથી-આવક સંપૂર્ણ ધનવાળો નથી, તોપણ થોડામાંથી પણ થોડું વસતિ આદિ આપે છે, અસંવિભાગિત વાપરતો નથી. ર૪૦ ભાવાર્થ : સુસાધુઓ હંમેશાં કૃત-કારિતાદિ દોષોથી રહિત નિર્દોષ વસતિ આદિ પ્રાપ્ત કરીને અપ્રમાદ ભાવથી ચારિત્રના પરિણામની વૃદ્ધિ કરતા હોય છે. સર્વ ભાવો પ્રત્યે તેમનું અસંગભાવવાળું નિર્મળ ચિત્ત હોવાને કારણે પોતાનામાં તે ઉત્તમભાવની વૃદ્ધિ થાય તેથી શ્રાવક તેના અંગભૂત વસતિ આદિ સુસાધુને આપે છે. અપર્યાપ્ત ધનવાળા પણ શ્રાવકો ધનનું ઉચિત ફલ સુસાધુની ભક્તિ છે, તેવી બુદ્ધિવાળા હોવાથી તે શ્રાવકો શક્તિ અનુસાર વસતિ આદિ આપીને પોતાનું જીવન સફળ કરે છે; કેમ કે સુસાધુના સંયમની વૃદ્ધિમાં પોતાની સમૃદ્ધિનું સાફલ્ય જોનારા છે. વળી, જેઓ પર્યાપ્ત ધનવાળા હોય તેઓ તો શક્તિના પ્રકર્ષથી સાધુના સંયમની વૃદ્ધિની ચિંતા કરનારા છે, તેથી તેઓને વસતિ આદિ સર્વ યથા ઉચિત આપે છે. પ્રસ્તુતમાં અપર્યાપ્ત ધનવાળા કહેવાથી નિધનશ્રાવકનું ગ્રહણ નથી, પરંતુ વિપુલ ધનવાળા ન હોય તેમનું ગ્રહણ છે. સર્વથા ધનરહિત તો પોતાની આજીવિકા પ્રમાણ જ ભોગોને પ્રાપ્ત કરતા હોય તેવા પણ ભક્તિવાળા શ્રાવકો પોતાની પાસે જે કાંઈ હોય તેમાંથી સુસાધુની ભક્તિ કરીને પોતાનું જીવન સફળ માને છે. II૪ના ગાથા - संवच्छरचाउम्मासिएसु, अट्ठाहियासु य तिहीसु । सव्वायरेण लग्गइ, जिणवरपूयातवगुणेसु ।।२४१।। ગાથાર્થ : સંવત્સરી, ચાતુર્માસિક, અષ્ટાહ્નિકા અને તિથિમાં જિનવરની પૂજા તપ અને ગુણોમાં સર્વ આદરથી યત્ન કરે છે. ર૪૧i
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy