SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૩૪-૨૩૫ છે. વળી શક્તિ અનુસાર અણુવ્રતો અને ગુણવ્રતો રૂપ નિયમોમાં ઉદ્યમશીલ હોય છે અર્થાત્ મહાવ્રતોનું કારણ બને તે પ્રકારે દઢ પ્રવૃત્તિ કરીને અણુવ્રતો અને ગુણવ્રતોનું પાલન કરે છે અને આહાર-બ્રહ્મચર્ય આદિ ચાર પ્રકારના પૌષધમાંથી યથાશક્તિ પૌષધ, સામાયિક-પ્રતિક્રમણ આદિ નિત્ય કૃત્યોમાં નિરતિચાર યત્ન કરે છે. આથી જ પર્વતિથિએ પૌષધ કરીને વિશેષ પ્રકારે મહાવ્રતની શક્તિનો સંચય કરે છે, પ્રતિદિન સામાયિક કરીને સાધુની જેમ સુખ-દુ:ખ, જીવન-મૃત્યુ, શત્રુ-મિત્ર પ્રત્યે અતિશય અતિશયતર શમભાવવાળું ચિત્ત થાય તેવો યત્ન કરે છે. તદ્ ચિત્ત, તદ્ન મન, તદ્ લેશ્યાપૂર્વક લોકોત્તર ભાવ આવશ્યકરૂપ પ્રતિક્રમણાદિ ક્રિયા કરે છે. તેથી સંસારનો ઉચ્છેદ થાય તેવા મહાબળનો સંચય થાય છે. વળી મધમદ્ય-માંસ, વડ, પીપળો આદિ પાંચ પ્રકારનાં અભક્ષ્ય ફળો અને બહુબીજ આદિ ફળોથી નિવૃત્ત થયેલા હોય છે. તેથી દૃઢ શીલાદિ પાળીને અને અણુવ્રતોને પાળીને હંમેશાં મહાવ્રતોની શક્તિનો સંચય કરે છે અને સદા સિદ્ધ અવસ્થાનું સ્મરણ કરે છે અને સિદ્ધ અવસ્થાના ઉપાયરૂપ જ સર્વજ્ઞકથિત સર્વ શ્રાવકધર્મ છે, એવી બુદ્ધિપૂર્વક ધર્મ સેવે છે. II૨૩૪ : नाहम्मकम्मजीवी, पच्चक्खाणे अभिक्खमुज्जुत्तो । सव्वं परिमाणकडं, अवरज्झइ तं पि संकंतो ।। २३५ ।। ગાથાર્થ ઃ અધર્મકર્મજીવી નથી, પચ્ચક્ખાણમાં વારંવાર ઉધુક્ત છે, સર્વના પરિમાણને કરે છે, અપરાધ થાય છે, તેને પણ સંક્રાન્ત કરે છે=પ્રાયશ્ચિત્ત આદિ શુદ્ધિને કરે છે. II૨૩૫II ીકાઃ अधर्मकर्मणा पापानुष्ठानेनाङ्गारदाहादिना जीवितुं शीलमस्येति अधर्मकर्मजीवी न तथाभूतः, प्रत्याख्याने ग्रहीतव्येऽभीक्ष्णमनवरतमुद्युक्तः सोत्साहः, सर्वं धनधान्यादि कृतप्रमाणं करोतीति गम्यते, कृतशब्दस्य परनिपातः प्राकृतत्वात् यदि चैवमपि वर्त्तमानोऽपराध्यति, अपराधमाप्नोति कथञ्चित् प्रमादात्, ततस्तमपि सङ्क्रान्तः प्रायश्चित्तादिना ल‌ङ्घयित्वाशुभयोगं प्राप्तो भवतीत्यर्थः । यद्वा 'एए छच्च समाणे 'ति प्राकृतलक्षणादास्तां तावद् बृहत्पापस्थानमपि राध्यते पच्यते यदोदनादि कुटुम्बाद्यर्थं तदपि शङ्कमानस्तदीर्यापथादपि बिभ्यद् इत्यर्थः ।।२३५।। ટીકાર્થ : ..... अधर्मकर्मणा , ફત્યર્થઃ ।। અધર્મકર્મથી=અંગારદાહાદિ પાપ અનુષ્ઠાનથી, જીવવા માટે સ્વભાવ છે આનો તે અધર્મકર્મજીવી તેવા પ્રકારનો નથી, તેવા પ્રકારનો શ્રાવક નથી. પ્રત્યાખ્યાનમાં=ગ્રહણ કરવા યોગ્ય પ્રત્યાખ્યાનમાં, અભીક્ષ્ણ=અનવરત ઉઘુક્ત છે=ઉત્સાહવાળો છે, સર્વ ધન-ધાન્યાદિ
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy