SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૨૩૨-૨૩૩ તે ધર્મબુદ્ધિથી તેમને દેવતા પણ ચલાયમાન કરી શકે તેમ નથી, આથી જ તાપસીને લેશ અપ્રીતિ થતી હતી, તેના પરિવાર માટે ભગવાને ચોમાસામાં વિહાર કર્યો; કેમ કે કોઈ જીવને થોડો પણ કષાયનો ઉદ્રક થાય તે રૂપ અધર્મને ભગવાન આચરતા ન હતા. ર૩રા ગાથા - वंदइ पडिपुच्छइ, पज्जुवासेइ साहुणो सययमेव । पढइ सुणेइ गुणेइ य, जणस्स धम्म परिकहेइ ।।२३३।। ગાથાર્થ : સાધુઓને વંદન કરે છે, પ્રતિપૃચ્છના કરે છે, સતત જ પર્થપાસના કરે છે, સૂત્રો ભણે છે, તેના અર્થને સાંભળે છે, ગુણન કરે છે સૂત્રાર્થનું પરાવર્તન કરે છે અને લોકોને ધર્મ કહે છે. IN૨૩૩II ટીકા - वन्दते मनोवाक्कायैः, प्रतिपृच्छति क्वचित् सन्देहे, पर्युपास्ते समीपतरवर्तितया, कान् ? साधून, सततमेव निरन्तरमित्यर्थः । पठति सूत्रं, शृणोति तदर्थं, गुणयति परावर्त्तयति चशब्दाद् विमृशति च, जनस्य धर्म परिकथयति स्वयम्बुद्धोऽन्यान् बोधयति ।।२३३।। ટીકાર્ય : રજો .... વોરિ I મન-વચન-કાયાથી વંદન કરે છે, ક્યારેક સંદેહ થયે છતે પ્રતિપૃચ્છા કરે છે, સમીપવર્તીપણાથી પર્થપાસના કરે છે, કોને વંદનાદિ કરે છે ? એથી કહે છે – સાધુઓને સતત જ=હંમેશાં જ, વંદનાદિ કરે છે, સત્ર ભણે છે, તેના અર્થને સાંભળે છે અને પરાવર્તન કરે છે, ૫ શબ્દથી વિમર્શ કરે છે અને સ્વયં બોધ પામેલો અન્ય લોકોને ધર્મનું કથન કરે છે=બોધ કરાવે છે. ૨૩૩ ભાવાર્થ : વિવેકી શ્રાવક સંસારના વાસ્તવિક સ્વરૂપને જોનારા છે. સંસારના પરિભ્રમણથી ભય પામેલા છે, તેથી જેમ સંસારના નિસ્તારના ઉપાયભૂત તીર્થકરોની ભક્તિ કરે છે, તેમ સંસારના વિસ્તાર માટે જિનવચનાનુસાર મહાપરાક્રમ કરનારા સુસાધુઓની સદા પર્યાપાસના કરે છે. ભક્તિના અતિશયથી મનવચન-કાયા દ્વારા સુસાધુઓને વંદન કરે છે અર્થાત્ તેમના અપ્રમાદથી કરાયેલા સંયમના યત્નનું સ્મરણ કરીને તે ભાવો પ્રત્યે બહુમાનનો અતિશય થાય તે રીતે વંદન કરે છે, તત્ત્વના વિષયમાં કંઈ સંદેહ થયો હોય તો સુસાધુને પૂછીને તેનો નિર્ણય કરે છે અને સુસાધુ પાસેથી સૂત્રને ગ્રહણ કરે છે, તે સૂત્રોના
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy