SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૬૯ ગાથા - संजोयइ अइबहुयं, इंगाल सधूमगं अणट्ठाए । भुंजइ रूवबलट्ठा, न धरेइ य पायपुंच्छणयं ॥३६९।। ગાથાર્થ : સંયોજન કરે છે, ઘણા આહારને, રાગપૂર્વક આહારને, દ્વેષપૂર્વક આહારને, અનર્થ આહારને, રૂપ-બળ માટે આહારને ભોગવે છે, પાદપુછનને=રજોહરણને ધારણ કરતા નથી. ૩૬૯II ટીકા : संयोजयति लोल्यात् क्षीरशर्करादीनां युक्तिं विधत्ते, मकारोऽलाक्षणिकः, अतिबहवो वाऽतिबहुकं प्रमाणातिरिक्तं भुङ्क्ते इति सम्बन्धः, 'इंगाल'त्ति सशब्दलोपात् साङ्गारं रागेणेत्यर्थः । सधूमकं द्वेषेणेति यावत् 'अणट्ठाए'त्ति अनर्थ वेदनादिकारणरहितं भुङ्क्ते रूपबलार्थं सौन्दर्यपुष्ट्यानिमित्तं, न धारयति च पादपुञ्छनकं रजोहरणमिति ।।३६९।। ટીકાર્ય : સંયોગતિ ..... નોદરમિતિ | સંયોજન કરે છે આસક્તિથી દૂધ-સાકરનું સંયોજન કરે છે, મકાર અલાક્ષણિક છે, અતિબહુની જેમ અતિબહુક=પ્રમાણથી અધિક વાપરે છે, સંપાનમાં સ શબ્દનો લોપ હોવાથી સાંગાર=રાગથી ભોગવે છે, સધૂમકષથી ભોગવે છે, અનર્થ=પ્રયોજન વગર=વેદનાદિ કારણ વગર, ભોગવે છે. રૂપ-બલ માટે સૌંદર્ય અને પુષ્ટિ માટે ભોગવે છે અને પાદપુંછવક-રજોહરણને, ધારણ કરતા નથી. ૩૬૯ ભાવાર્થ : જે સાધુ સંયમની વૃદ્ધિના અર્થી છે, તેઓ આહાર વાપરે ત્યારે પણ સંશ્લેષ ન થાય તે પ્રકારે આત્માને ભાવિત કરીને વાપરે છે. કદાચ ધાતુની વિકૃતિને કારણે તેને રોગના શમન માટે કોઈ પ્રકારનો આહાર આવશ્યક હોય ત્યારે માત્ર સંયમના પ્રયોજનને લક્ષમાં રાખીને આત્મવંચના કર્યા વગર સંયોજન કરે તો પાર્શ્વસ્થાની પ્રાપ્તિ થાય નહિ. પરંતુ જીવ સ્વભાવે આ મને અનુકૂળ છે, આ મારી ઇન્દ્રિયને પ્રતિકૂળ છે, એવી બુદ્ધિથી દૂધ-સાકરનું સંયોજન કરે તે પાર્શ્વસ્થા સાધુ છે. વળી સાધુએ પોતાના આહારની માત્રા પ્રમાણે અલ્પ આહાર વાપરીને દેહને શિથિલ રાખવો જોઈએ. જેથી વિકાર ઉત્પન્ન ન થાય અને સ્વપરાક્રમ દ્વારા શિથિલ પણ દેહથી નિર્લેપતાને અનુકૂળ દઢ યત્ન થાય તે પ્રકારે ઉચિત યત્ન કરવો જોઈએ. પરંતુ સાધુ પ્રમાદથી અધિક આહાર કરે તેમાં સુખશીલ સ્વભાવ કારણ હોવાથી તે પાર્થસ્થા છે. વળી કોઈ સાધુ નિર્દોષ આહાર વાપરતા હોય તોપણ અને પરિમિત આહાર વાપરતા હોય તોપણ ઇન્દ્રિયને અનુકૂળ આહાર વાપરતી વખતે રાગનો સ્પર્શ થતો હોય અને પ્રતિકૂળ આહાર વાપરતી વખતે
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy