SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૦-૩૬૭ પોતાનામાં કુશળતા ન હોય તો અન્ય સુસાધુને ઇચ્છાકારપૂર્વક કરવાનું કહે, પરંતુ આગાઢ કારણ વગર સાધ્વી દ્વારા કરાયેલું કે લવાયેલું ભોગવે તેઓ પાર્થસ્થા છે. વળી જે આસન ઉપર સ્ત્રી બેઠેલી હોય ત્યાં તેના પછી બેસે તો વિકારઉત્પાદકપણું હોવાથી પાર્શ્વસ્થાનું સેવન છે. Iઉકા ગાથા - उच्चारे पासवणे, खेले सिंघाणए अणाउत्तो । संथारगउवहीणं, पडिक्कमइ वा सपाउरणो ।।३६७।। ગાથાર્થ : વડીનીતિ, લઘુનીતિ, શ્લોખ, નાના મલને પાઠવવામાં અનાયુક્ત, સંથારાની ઉપધિની ઉપર અથવા વસ્ત્ર સહિત પ્રતિક્રમણ કરે છે. ll૩૬૭ના ટીકા - उच्चारे प्रश्रवणे खेले सिंघानके पूर्वोक्तस्वरूपेऽनायुक्तोऽयतनया तदुत्सर्गकारित्वात्, संस्तारकगत उपधीनां चोपरिस्थित इति गम्यते किं ? प्रतिक्रामति प्रतिक्रमणं करोति सप्रावरणो वा साच्छादनो વા, વારાહી વ્યહિત અન્ય રતિ રૂદહા ટીકાર્ય : ઉદ્યારે . સવ તિ છે. પૂર્વે કહેવાયેલા સ્વરૂપવાળાં વડીનીતિ, લઘુનીતિ, પ્લેખ, નાકના મેલવે પરઠવવામાં અનાયુક્ત અયતનાથી ત્યાગ કરવાપણું છે, સંથારાની ઉપધિની ઉપર રહેલો અથવા સાવરણ=વસ્ત્રથી ઢંકાયેલો, પ્રતિક્રમણ કરે છે. li૩૬ાા ભાવાર્થ : જે સાધુ શમભાવના પરિણામવાળા છે, તેઓ શમભાવની વૃદ્ધિના ઉપાયભૂત સંયમયોગમાં ઉસ્થિત હોય છે, એથી મળ-મૂત્ર વગેરે પરઠવવામાં અવશ્ય ઉપયોગ રાખે છે. ક્યારેક સંયોગની વિષમતા હોય તોપણ અંતરંગ રીતે પારિષ્ઠાપનિકા સમિતિના પરિણામ હોવાથી શક્ય ઉચિત યતના કરે છે, પરંતુ જે સાધુ ભગવાનના વચનાનુસાર સમિતિમાં યત્ન કરનારા નથી, તેઓ શૂન્યમનસ્કતાથી અયતનાપૂર્વક યથાતથા પરઠવવાની ક્રિયા કરે છે, તેઓ પાર્થસ્થા છે. વસ્તુતઃ સાધુએ શક્તિના પ્રકર્ષથી ગુપ્તિમાં યત્ન કરવો જોઈએ અને ગુપ્તિનો વ્યાઘાત ન થાય તે રીતે તે તે કૃત્ય વખતે તે તે સમિતિમાં યત્ન કરવો જોઈએ. કદાચ શારીરિક સ્થિતિના કે બાહ્ય સંયોગના અભાવને કારણે તે પ્રકારનું કૃત્ય ન થઈ શકે તો અંતરંગ વિધિના સ્મરણપૂર્વક તે સંયોગમાં તે વિધિનું પાલન જેટલું સંભવિત હોય તેટલી ઉચિત યતના કરે તો પાર્શ્વસ્થાદિની પ્રાપ્તિ થાય નહિ, જેમ જંઘાબળ ક્ષીણ થયેલું હોય તોપણ નવકલ્પી વિહાર અને સંથારા પરિવર્તન દ્વારા જે સાધુ અંતરંગ રીતે નવકલ્પી વિહારના પ્રયોજનનું સ્મરણ કરે છે કે
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy