SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૬૧-૨૬ર ૧૮૫ ભાવાર્થ :| સર્વ જીવોને ભિન્ન ભિન્ન પ્રકારના પરિણામનાં આપાદક મોહનીય કર્મોના ઉદયો વર્તે છે, તેથી જેનામાં જે કર્મ જે પ્રકારનું પ્રચુર હોય તેને અનુરૂપ તે તે ભાવોમાંથી તે તે જીવો આનંદ લઈ શકે છે. આથી જ સાધુ થયા પછી પણ જો તે તે પ્રકારનાં મોહ આપાદક કર્મો શિથિલ થયાં ન હોય તો તે તે પ્રકારની ચેષ્ટા કરીને તેઓ પાર્શ્વસ્થા થાય છે, જેમ કેટલાકનો સ્વભાવ અત્યંત આળસુ હોય છે. તેથી મુહપત્તિ આદિ થોડી ઉપધિનું પણ પડિલેહણ કરતા નથી. કદાચ પડિલેહણ કરે છે તો જેમ તેમ કરે છે, યતનાપૂર્વક કરતા નથી, તે સર્વ દયાળુ સ્વભાવને અતિશય કરવામાં બાધક એવો પ્રમાદનો પરિણામ છે, માટે તે સાધુ પાર્થસ્થા છે. વળી દિવસે પણ આત્માને વાચનાદિ દ્વારા ભાવિત કરવા યત્ન કરતા નથી, જે તે પ્રવૃત્તિ દ્વારા કાલ પસાર કરે છે, તે સાધુ પાર્શ્વસ્થા છે; કેમ કે નિગ્રંથભાવ પ્રત્યે ગમન કરનાર જ સાધુ છે અને નિગ્રંથભાવ પ્રત્યે જવામાં પ્રબળ કારણ સ્વાધ્યાયની સમ્યગુ પ્રવૃત્તિ છે, છતાં તેમાં ઉપેક્ષા કરે છે. વળી રાત્રે કોઈને કાંઈ સૂચનાદિ કરવું હોય ત્યારે પણ મોટા શબ્દોથી બોલે છે. જેથી બીજા જીવો જાગી જાય અને આરંભ-સમારંભ કરે, તે વિષયમાં ઉચિત યતનાના પરિણામવાળા નથી તે પાર્થસ્થા છે. વળી કેટલાકનો સ્વભાવ કલહ કરવાનો હોય છે, તેથી જે તે નિમિત્તે જે તે સાધુ સાથે કલહ કરીને પોતાના ચિત્તને કાલુષ્યવાળું રાખે છે તે પાર્થસ્થા સાધુ છે. વળી કેટલાક સાધુ સ્વભાવથી તુચ્છ હોય છે. તેથી તેઓને તુચ્છ વસ્તુમાં રસ હોય છે, પણ તત્ત્વચિંતા કરતા નથી તે પાર્થસ્થા સાધુ છે. તેઓ તુચ્છ સ્વભાવને કારણે યોગ્ય જીવોને પણ સ્વાધ્યાયાદિ પ્રવૃત્તિમાં વિઘ્ન કરી ક્લિષ્ટ કર્મ બાંધે છે, વળી કેટલાક સાધુ ગણભેદ કરીને તૃપ્તિ અનુભવે છે. તેથી એક ગણનું કોઈક કથન બીજા ગણમાં તે રીતે કહે જેથી બે ગણની વચમાં મતભેદ થાય તે પાર્શ્વસ્થા સાધુ છે. ll૩ના ગાથા - खित्ताईयं भुंजइ, कालाईयं तहेव अविदिन्नं ।। गिण्हइ अणुइयसूरे, असणाई अहव उवगरणं ॥३६२।। ગાથાર્થ : ગાતીતને ભોગવે છે, કાલાતીતને ભોગવે છે, તેમજ આદતને ગ્રહણ કરે છે, સૂર્ય નહિ ઊગ્યે છતે આહારાદિને અથવા ઉપકરણને ગ્રહણ કરે છે. [૩૬શાં ટીકા - क्षेत्रातीतम् अतिक्रान्तद्विगव्यूतं भुङ्क्तेऽशनादीति सम्बन्धः, कालातीतं ग्रहणकालात् पौरुषीत्रयातिवाहनेन, तथैवाविदत्तं गृह्णात्यनुदिते सूरेऽशनाद्यथवोपकरणं वस्त्रादि भगवद्भिरननुज्ञातत्वाલિતિ શારદા
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy