SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૪૫ પ્રમાણે જણાય છે, તેથી તેને સંયમ ક્યાંથી હોય ? અર્થાત્ ન જ હોય; કેમ કે ભગવાનની આજ્ઞાથી પરામુખપણું છે, કેમ ભગવાનની આજ્ઞાથી પરાભુખપણું છે ? એથી કહે છે સુખપરપણું છે, આથીશક્તિવાળા સાધુ અપવાદ સેવે તો સંયમ નથી આથી, વિહિત અનુષ્ઠાનોમાં યથાશક્તિ આદર કરવો જોઈએ. ।।૩૪૫।। ભાવાર્થ: અવતરણિકામાં શંકા કરેલ કે આગમ ઉત્સર્ગ-અપવાદરૂપ છે, તેથી અપવાદથી કોઈ પ્રમાદ કરે અને દોષોનું સેવન કરે તો શું દોષ છે ? તેનો ઉત્તર આપતાં કહે છે સાધુને સંયમરૂપી પ્રાણનો નાશ થાય એવી આપત્તિ ઉત્પન્ન થયેલી હોય ત્યારે અપવાદથી પંચક હાનિ વગેરેના ક્રમરૂપ યતનાથી કંઈક અનેષણીય વગેરે અલ્પ સાવઘને સેવે, અન્યથા અલ્પ સાવઘને સેવે નહિ અને જો સેવે તો સાધુપણું રહે નહિ, તેમાં સાક્ષીપાઠ આપે છે, તેનો અર્થ આ પ્રમાણે છે કારણ પ્રતિસેવા પણ સાવઘ હોય તો નિશ્ચયથી અકરણીય છે. તેથી ફલિત થાય કે સાધુને અશિવ વગેરે કારણ હોય તો અપવાદથી કોઈ પ્રવૃત્તિ કરે, છતાં પણ જો તે સાવઘ હોય તો કરે નહિ, જેમ સાધુને શરીરમાં રોગ થયો હોય, છતાં રોગને સહન કરવાથી સમભાવની વૃદ્ધિ થતી હોય તો ચિકિત્સા કરે નહિ, જેમ સનત્કુમાર ચક્રવર્તી રોગ થવા છતાં ચિકિત્સા કરતા ન હતા, વળી સંયમવૃદ્ધિના ઉપાયરૂપે આરોગ્ય આવશ્યક જણાય અને પરિણામનો પ્રકર્ષ કરવામાં રોગ વિઘ્નભૂત જણાય તો સાધુ અપવાદથી ચિકિત્સા કરે તોપણ નિરવદ્ય ચિકિત્સા કરે, નિશ્ચયથી કારણ પ્રતિસેવા સાવઘ હોય તો અકરણીય છે, તેથી અકારણ પ્રતિસેવા તો અત્યંત અકરણીય છે. - અહીં પ્રશ્ન થાય કે જો અનુજ્ઞાત પ્રતિસેવા નિશ્ચયથી અક૨ણીય હોય તો તે પ્રતિસેવા પ્રત્યે અનુજ્ઞા નિરર્થક થાય, તેનો ઉત્તર આપતાં કહે છે – અનેક વખત અકર્તવ્ય અર્થનો વિચાર કરીને અશિવ વગેરે કારણમાં જ્ઞાનાદિ સંઘાતનો ઉપાય–જ્ઞાનાદિ વૃદ્ધિનો ઉપાય, પ્રતિસેવા સિવાય અન્ય નથી, તો અલ્પબહુત્વનો વિચાર કરીને સાવઘ પ્રવૃત્તિ કરે, જેમ શરીરમાં રોગ થયો હોય અને નિવદ્ય ઔષધથી શરીર સ્વસ્થ થાય તેમ ન હોય અને શરીરની સ્વસ્થતાના અભાવને કારણે જ્ઞાનાદિનો ઉપયોગનો નાશ થતો હોય ત્યારે જ્ઞાનાદિના રક્ષણ માટે જે સાવદ્ય ઔષધ ગ્રહણ કરવું પડે તેમાં અલ્પ દોષ છે અને જ્ઞાનાદિ વૃદ્ધિના ઉપાયમાં થતો ગુણ બલવાન છે, તેનું સમ્યગ્ આલોચન કરીને સાવદ્યમાં પ્રવર્તે. ઉદ્ધરણના શ્લોકનો અન્ય પ્રકારે અર્થ કરે છે આત્મા માટે અવધારણીય જ્ઞાન-દર્શન-ચારિત્રની પરિણતિ છે અને તે પ્રાપ્ત થતી હોય તો અલ્પબહુત્વનો વિચાર કરીને સાવઘમાં પણ પ્રવૃત્તિ કરે, તેથી એ પ્રાપ્ત થાય કે જ્ઞાન-દર્શન-ચારિત્રનો અતિશય કરવામાં દૃઢ યત્ન કરવાથી શક્ય હોય ત્યાં સુધી રોગિષ્ટ અવસ્થામાં પણ સાધુએ સાવઘનું સેવન કરવું જોઈએ નહિ, પરંતુ રત્નત્રયીની વૃદ્ધિમાં ઉદ્યમ શિથિલ થતો હોય અને રોગને કારણે ચિત્ત આર્તધ્યાનમાં
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy