SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ ૨ / ગાથા-૩૪૩ ગાથાર્થ: જે જે પ્રકારે શરીર સહન કરે, જે જે પ્રકારે ધ્રુવયોગો નાશ ન પામે, તે પ્રકારે તપ કરવો જોઈએ. જેથી વિપુલ કર્મક્ષય, વિવિક્તતા અને ઇન્દ્રિયદમન થાય. [૩૪૩]I ટીકાઃ यथा क्षमते शरीरं ध्रुवयोगा नित्यव्यापाराः प्रत्युपेक्षणादयो यथा यथा न हीयन्ते न हानिं गच्छन्ति, तथा तपः कार्यमिति वाक्यशेषः, तन्नेदं दुःखरूपमभ्युपगन्तव्यम् । महादुःखिनां नारकादीनां महातपस्वित्वप्राप्तेः, योगिनां शमसुखतृप्तानां विपर्ययसिद्धेः किं तर्हि ? सुखात्मकमेव क्षायोपशमिकत्वाद्देहमनोबाधाविरहेण विधानाच्च क्वचिदीषद् देहपीडाभावेऽपि व्याधिचिकित्सातुल्यत्वात् तस्या मनःप्रमोदहेतुत्वाद् रत्नवट्टवदित्यलं विस्तरेण, एवं च कुर्वतां कर्मक्षयश्च विपुलो भवति तथा विविक्तता देहादिपार्थक्यभावना इन्द्रियदमश्चाक्षनिग्रह इति ।।३४३ ।। ૧૫૭ ઢીકાર્થ ઃ यथा क्षम નિગ્રહ કૃતિ ।। જે જે પ્રકારે શરીર સહન કરે, જે જે પ્રકારે ધ્રુવયોગો=પડિલેહણ આદિ નિત્ય વ્યાપારો, હીન ન થાયહાનિ ન પામે, તે પ્રકારે તપ કરવો જોઈએ, એ પ્રકારે વાક્યશેષ છે. તે કારણથીતપનું આવું સ્વરૂપ છે તે કારણથી, આતપ, દુઃખરૂપ માનવો જોઈએ નહિ; કેમ કે મહાદુઃખિત એવા નારકીઓને મહાતપસ્વીત્વની પ્રાપ્તિ છે, શમસુખથી તૃપ્ત એવા યોગીઓને વિપર્યયની સિદ્ધિ છે=અતપસ્વીત્વની સિદ્ધિ છે, તો શું છે ? એથી કહે છે તપ સુખાત્મક જ છે; કેમ કે ક્ષાયોપશમિકપણું છે અને શરીર અને મનની પીડાથી રહિત સેવન છે. ક્યારેક થોડી શરીરની પીડાના સદ્ભાવમાં પણ રોગની ચિકિત્સા સમાન હોવાથી તેનું=દેહની પીડાનું, મનના પ્રમોદનું કારણપણું હોવાથી રત્નના વ્યાપારીની જેમ=જેમ રત્નનો વ્યાપારી રત્ન બતાવવા માટે પેટીઓ ખોલીને બતાવવી વગેરે શ્રમ કરે તે ધનપ્રાપ્તિનું કારણ હોવાથી મનપ્રમોદનો હેતુ છે, તેમ ભાવરોગની ચિકિત્સા જેવો તપ હોવાને કારણે મનના પ્રમોદનો હેતુ છે, વિસ્તારથી સર્યું અને આ રીતે કરતાને=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે તપ કરતા સાધકને, વિપુલ કર્મક્ષય થાય છે અને વિવિક્તતા=શરીર વગેરેથી આત્મા જુદો છે, તેવી ભાવના થાય છે અને ઇન્દ્રિયનું દમન=અક્ષનો વિગ્રહ થાય છે. ૫૩૪૩॥ ભાવાર્થ: તપ એ નિર્જરાને અનુકૂળ જીવની પરિણતિ સ્વરૂપ છે અને બાહ્ય ઉપવાસ આદિ તેની પોષક ક્રિયા સ્વરૂપ છે, તેથી જે જે પ્રકારે શરીર સહન કરી શકે તે તે પ્રકારે બાહ્ય તપ કરવો જોઈએ અને જે જે પ્રકારે સાધુના નિત્યવ્યાપારો પ્રત્યુપેક્ષણાદિ નાશ ન પામે તે પ્રકારે તપ ક૨વો જોઈએ અને શ્રાવકે પણ સર્વવિરતિની શક્તિના સંચયને અનુકૂળ જે જે પ્રકારે ઉચિત વ્યાપારો પોતે કરે છે, તેની હાનિ
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy