SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨ ગાથા-૩૩૭=૩૩૮ ગાથા = गुज्झोरुवयणकक्खोरुअंतरे तह थणंतरे दट्टु । साहरइ तओ दिट्ठि, न य बंधइ दिट्ठिए दिट्ठि ।। ३३७ ।। ગાથાર્થ ઃ ગુહ્ય એવા ઉરુ, વદન, કક્ષ, ઉરુના અંતરાને તથા સ્તનાંતરોને જોઈને તેનાથી દૃષ્ટિને ખેંચી લે અને દૃષ્ટિમાં દૃષ્ટિને મેળવે નહિ. II૩૩૭II ટીકા ૧૪૯ गुह्यमवाच्यम्, उरू उपरितनजङ्घे, वदनं वक्त्रं, कक्षे बाहुमूले उरो वक्षः, गुह्यं चेत्यादिद्वन्द्वः, एतेषामन्तराण्यवकाशास्तानि तथा स्तनान्तराणि कुचावकाशान् दृष्ट्वा कथञ्चिदवलोक्य संहरति भास्करादिव निवर्त्तयति ततो गुह्यादेर्दृष्टिं, महानर्थहेतुत्वात् तस्याः, न च नैव बध्नाति दृष्टी दृष्टिं, न योषिद् दृष्टौ दृष्टिं मीलयतीत्यर्थः ।। ३३७ ।। ટીકાર્થ ઃ गुह्यमवाच्यम् મીનયતીત્વર્થ: ।। ગુા=શરીરનું અવાચ્ય અંગ, ઉરુ=ઉપરની બે જંઘા, વદન= મુખ, બે કક્ષ=બે બાહુનું મૂળ, ઉરસ્=વક્ષ=છાતી, ગુહ્મસ્થાન અને ગુહ્ય ઇત્યાદિ દ્વન્દ્વ સમાસ છે. આવા=ગુહ્ય આદિના, અંતરા=અવકાશ=જગ્યા, તેને અને સ્તનાન્તરને=કુચના અવકાશને, જોઈને=કોઈક રીતે અવલોકન કરીને, ખેંચી લે છે=સૂર્યને જોઈને જેમ દૃષ્ટિ પાછી ખેંચી લે છે, તેમ સ્ત્રીના ગુહ્ય ! અંગોને જોઈને દૃષ્ટિને પાછી ખેંચી લે છે; કેમ કે તેનું—ગુહ્માદિ સ્થાનમાં પડેલી દૃષ્ટિનું, મહાઅનર્થ હેતુપણું છે અને દૃષ્ટિમાં દૃષ્ટિને બાંધતા નથી જ=સ્ત્રીની નજર સાથે નજર મેળવતા નથી. ।।૩૩૭ના ભાવાર્થ: ..... વળી સાધુ જેમ બ્રહ્મચર્યની નવ ગુપ્તિનું પાલન કરે, તેમ આહારાદિ માટે કે બીજા કોઈ નિમિત્તે બહાર ગયેલ હોય કે સ્થાનમાં રહેલ હોય ત્યારે સ્ત્રી સન્મુખ આવે તે વખતે વિકારો ઉત્પન્ન ન થાય તે રીતે સંવૃત થઈને યત્ન કરે તો સત્તામાં રહેલ વેદનો ઉદય વિકારરૂપે અભિવ્યક્ત થાય નહિ. જેમ સૂર્ય સામે દૃષ્ટિ જાય તો તરત ખેંચી લે, તેમ સ્ત્રીના દેહના અવયવો તરફથી દૃષ્ટિ ખેંચી લે. વળી કોઈ પ્રયોજનથી સ્ત્રી સાથે વાર્તાલાપનો પ્રસંગ હોય તોપણ તેની સાથે નજ૨ ન મેળવે, બીજા સ્થાને નજ૨ ૨ાખીને સંયમના પ્રયોજનથી ઉચિત કથન કરે, નહિ તો સૂક્ષ્મ પણ વિકાર થવાનો સંભવ રહે છે. ||૩૩૭ના અવતરણિકા : गतं ब्रह्मचर्यगुप्तिद्वारं साम्प्रतं स्वाध्यायद्वारं विवरीतुकामस्तद्गुणानाचष्टे
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy