SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૩૩-૩૩૪ ૧૪૫ ટીકાર્ય - સુપ . પ્રારંથિ | તપઅનુષ્ઠાન આદિમાં સાતિશય પણ થતમાન યતિ–ઉધમવાળા જે સાધુ, જાતિમદ વગેરે એના વિષયમાં મદ કરે છે=મત્ત થાય છે, તુ શબ્દથી વિદ્યમાન પણ તેના કારણોથી મત્ત થાય છે, તે શું? એથી કહે છે – જે પ્રમાણે મેતાર્ય ઋષિ અથવા હરિકેશબલ ઋષિ પરિહાનિ પામે છે=જાતિ આદિ હાનિને પામે છે, તે આ પ્રમાણે – તે બ=મેતાર્થ ઋષિ અને હરિકેશબલ ઋષિ, જન્માંતરમાં કરેલા જાતિના મદથી બાંધેલી કર્મપરિણતિના વશથી અંત્યજપણાથી ઉત્પન્ન થયા. આમનાં કથાનકો પૂર્વમાં કહેવાયેલાં છે. li૩૩૩મા ભાવાર્થ કોઈ મહાત્મા સાધુવેષમાં રહીને સુંદર આચરણા કરતા ન હોય, જેમ તેમ કરતા હોય, છતાં પોતાની તુચ્છ શક્તિનો મદ કરે છે, તેઓ તો અત્યંત વિનાશ પામે છે, પરંતુ જેઓ સંયમમાં અત્યંત યત્ન કરે છે, તપઅનુષ્ઠાનમાં ઉદ્યમવાળા છે, વળી ઉત્તમ જાતિ આદિ કારણો વિદ્યમાન છે, તેના કારણે હું ઉત્તમ જાતિવાળો છું, એમ મદ કરે છે, તેઓ મેતાર્ય ઋષિ અને હરિકેશબલ ઋષિની જેમ હીન જાતિને પામે છે. વળી જેમ મરીચિના ભવમાં વિર ભગવાન ખરેખર ઉત્તમ કુળવાળા હતા, તેમના પિતા ચક્રવર્તી હતા, દાદા તીર્થંકર હતા, પોતે પણ તીર્થકર, ચક્રવર્તી થશે તે પણ વાસ્તવિક હતું, છતાં પોતાની જાતિ આદિનો અતિશય સાંભળીને હર્ષ થાય છે. જે જાતિમદને કારણે મરીચિના ભવમાં વીર ભગવાનના જીવે નીચગોત્રકર્મ બાંધ્યું, તેથી અલ્પ પણ મદ મહાવિનાશનું કારણ છે, માટે વિવેકીએ મદના અનર્થોનું વારંવાર ભાવન કરીને તીર્થકરો આદિના ઉત્તમ કુળ-જાતિનું ભાવન કરવું જોઈએ અને તેની અપેક્ષાએ પોતાના તુચ્છ જાતિ આદિ ભાવોને આશ્રયીને મદ કરવો જોઈએ નહિ. ક્યારેક ઉત્તમ જાતિ આદિ હોય તોપણ મદ કરવો જોઈએ નહિ. I૩૩૩માં અવતરલિકા : गतं मदद्वारमधुना ब्रह्मगुप्तिद्वारमुररीकृत्याहઅવતરણિકાર્ય : મદદ્વાર પૂરું થયું, હવે બ્રહ્મચર્ય ગુપ્તિદ્વારને આશ્રયીને કહે છે – ગાથા : इत्थिपसुसंकिलिटुं, वसहिं इत्थीकहं वि वज्जितो । इत्थिजणसंनिसज्जं, निरूवणं अंगुवंगाणं ।।३३४।। ગાથાર્થ : સ્ત્રી અને પશુથી સંલિષ્ટ વસતિને, સ્ત્રીકથાને ત્યાગ કરતો, સ્ત્રીજનની સંનિષધાને અને અંગ-ઉપાંગના નિરીક્ષણને ત્યાગ કરતો યત્ન કરે. I[૩૩૪TI.
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy