________________
૧૦
ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૨૦-૩૨૧ જિનાલય છે તોપણ સાવદ્ય છે” એમ કથન કર્યું. તે કુદર્શનના માર્ગના કથનના ત્યાગ સ્વરૂપ છે. આ સર્વ ભયના પ્રસંગો દઢ ધર્મવાળા મુનિઓને ક્યાંથી સંભવે ? અર્થાત્ સંભવે નહિ; કેમ કે તે મહાત્માઓ આત્માની સ્વસ્થતામાં ધર્મને જોનારા છે. એથી બાહ્ય વિષમ સંયોગમાં જે કોઈ વિષમતા ઉપસ્થિત થાય તે શરીર આદિને થાય છે, આત્માને થતી નથી. તેથી આત્મભાવમાં સ્થિર પરિણામવાળા અને સ્થિરસ્થિરતર થવા યત્ન કરનારા તે મહાત્માઓને કોઈપણ નિમિત્તથી કોઈ પ્રકારના ભય, ત્રાસ વગેરે ભાવો થતા નથી. l૩૨ના અવતરણિકા:
गतं भयद्वारमधुना जुगुप्साद्वारमुररीकृत्याहઅવતરણિકાર્ય :ભયદ્વાર પૂરું થયું. હવે જુગુપ્સાદ્વારને કહે છે –
ગાથા -
कुच्छा चिलीणमलसंकडेसु उव्वेवओ अणिढेसु ।
चक्षुनियत्तणमसुभेसु नत्थि दब्बेसु दंताणं ॥३२१।। ગાથાર્થ :
દાંતમુનિઓને અશુચિ વગેરે કલેદથી પ્રચુર મૃત કલેવર વગેરેમાં જુગુપ્સા નથી, અનિષ્ટ ભાવોમાં ઉદ્વેગ નથી, અશુભ દ્રવ્યોથી ચક્ષનું નિવર્તન નથી. ll૩ર૧| ટીકા :
कुत्सा निन्दा चिलीनमलसङ्कटेषु अशुच्यादिक्लेदप्रचुरेषु मृतकलेवरादिषु उद्वेगकोऽनिष्टेषु मलक्लिनस्वदेहवस्त्रादिषु, चक्षुर्निवर्त्तनमशुभेषु कृमिजालोल्बणसारमेयादिषु नास्ति द्रव्येषु दान्तानां वशीकृतेन्द्रियाणां साधूनां जुगुप्सारहितत्वात् तेषामिति ।।३२१।। ટીકાર્ય :
I ... તેવાભિતિ કુત્સા લિંદા છે, ચિલીનમલ સંકટોમાંઅશુચિ વગેરે જોરથી પ્રચુર મરેલાં ફ્લેવરો વગેરેમાં જુગુપ્સા નથી, અનિષ્ટોમાં મલથી ખરડાયેલાં પોતાના શરીર-વસ્ત્ર વગેરેમાં ઉદ્વેગ નથી, અશુભ પદાર્થો હોતે છતે=કીડાના સમૂહથી ભરેલા કૂતરા વગેરે હોતે છતે, ચશનું વિવર્તન નથી,
કોને નથી ? એથી કહે છે – દાંત એવા મુનિને=વશ કરાયેલી ઈન્દ્રિયોવાળા સાધુઓને, નથી; કેમ કે તેમનું જુગુપ્સારહિતપણું છે. ૩૨૧II