SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૧૩-૩૧૪ મહાગહન=મોટું ગહ્લર સ્થાન, વિષવલ્લિમહાગહન છે, તેમાં જે પ્રવેશ કરે છે, તે કેવા પ્રકારનું છે ? એથી કહે છે અનુકૂળ વાત અનુવાત છે, અનુવાત સહિત જે વર્તે છે તે સાનુવાત છે. સાનુવાત સ્પર્શવિષ છે જેમાં તે તેવું છે=સાનુવાત સ્પર્શવિષવાળું વિષવલ્લિમહાગહન છે. ગંધથી અને સ્પર્શથી જે મારે છે=જે વિષવેલડી મારે છે, પ્રવેશ કરતો તે પુરુષ, શીઘ્ર વિનાશ પામે છે. માયા વિષવલ્લિગહત જેવી છે; કેમ કે તેની જેમ મારકપણું છે. ।।૩૧૩।। ૧૧૦ -- ભાવાર્થ: જેમનામાં માયાનો સ્વભાવ છે, તેઓ નિમિત્તને પામીને માયાના પરિણામને સદા સ્પર્શતા હોય છે. આમ છતાં જેમનામાં વિવેક પ્રગટ્યો છે, તેઓ પોતાની તે પ્રકૃતિને સમ્યગ્ જાણીને તેના નિરોધ માટે કુશળતાપૂર્વક યત્ન કરે છે, તેઓ માયારૂપ વિષવેલડીથી પોતાના આત્માનું રક્ષણ કરી શકે છે અને જેઓ મૂઢ મતિવાળા છે, તેઓને માયા મીઠી લાગે છે; કેમ કે માયાથી પોતે સર્વ કાર્યો કુશળતાથી કરી શકે છે તેમ માને છે, તેઓ અનુકૂળ વાયુના સ્પર્શવાળા વિષવેલડીરૂપી મહાગહનમાં પ્રવેશ કરે છે. તેથી શીઘ્ર નાશ પામે છે, જેમ લક્ષ્મણા સાધ્વીએ સંયમ પાળીને આરાધના કરેલી, પ્રમાદવશ દોષ થઈ ગયો, શુદ્ધિનાં પણ અર્થી હતાં, છતાં માયાશલ્યથી પ્રાયશ્ચિત્ત કરીને પણ પોતાનો વિનાશ કર્યો, તેમ સાધુપણામાં કે ગૃહસ્થપણામાં જેમની પ્રકૃતિ કંઈક વક્ર છે, તેઓ નિમિત્તને પામીને પ્રમાદ સેવે છે. છતાં અમે પ્રમાદી નથી, સુસાધુ છીએ તેવું બતાવવા માટે યત્ન કરે છે, તેઓ માયારૂપી વિષવેલડીથી અવશ્ય વિનાશ પામે 9. 1139311 ગાથા : घोरे भयागरे सागरम्मि तिमिमगरगाहपउरम्मि । जो पविसइ सो पविस, लोभमहासागरे भीमे ।। ३१४ ।। ગાથાર્થ ઃ જે ઘોર ભયાકર તિમિ-મગર-ગ્રાહથી પ્રચુર એવા સાગરમાં પ્રવેશ કરે છે, (તેની જેમ) તે ભયંકર એવા લોભમહાસાગરમાં પ્રવેશ કરે છે. ।।૩૧૪|| નોંધ :- અહીં ગાથામાં જે પ્રવેશ કરે છે, ‘તેની જેમ' એ શબ્દ અધ્યાહારથી ગ્રહણ કરવું પડે છે અથવા નો અને સો છે, તેને પરસ્પર પરાવર્તન કરી અર્થ કરવો પડે. તેથી એ પ્રાપ્ત થાય કે જે લોભ મહાસાગરમાં પ્રવેશ કરે છે, તે ઘોર સાગરમાં પ્રવેશ કરે છે. એ પ્રકારનો પાઠ હોવો જોઈએ. ઉપલબ્ધ નથી, ટીકાકારશ્રીએ પણ તેની સ્પષ્ટતા કરી નથી, પરંતુ પદાર્થની સંગતિ થતી નથી, માટે આ પ્રમાણે અર્થ કરેલ છે. ટીકા घोरे रौद्रे अत एव भयाकरे भीत्युत्पत्तिस्थाने क्व ? सागरे किम्भूते ? तिमिमकरग्राहप्रचुरे तिमयो
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy