SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૦૬-૩૦૭, ૩૦૮-૩૦૯ બોધ ન થયો હોય છતાં પોતાની બુદ્ધિ અનુસાર યોજીને તે વસ્તુને હું જાણું છું, તે પ્રકારનું મિથ્યાભિમાન કરે તે મતિની કુટિલતા છે. એ રીતે અન્ય કાર્યોમાં પણ મતિની કુટિલતા એ માયા છે, વિશ્વાસઘાત કરવો એ પણ માયાનો પરિણામ છે. આ રીતે માયા કરીને જીવ ઘણા ભવોમાં અનેક પ્રકારની વિડંબના પામે છે, માટે વિવેકી પુરુષે સરળતા દ્વારા માયાનો નાશ કરવા યત્ન કરવો જોઈએ. II૩૦૬–૩૦૭|| અવતરણિકા : साम्प्रतं लोभपर्यायानाह અવતરણિકાર્થ : હવે લોભના પર્યાયોને કહે છે ગાથા - लोभो अइसंचयसीलया य किलिट्ठत्तणं अइममत्तं । कप्पन्नमपरिभोगो, नट्ठविणट्टे य आगल्लं ।। ३०८ ।। ગાથાર્થ : લોભ, અતિસંચયશીલતા, ક્લિષ્ટપણું, અતિમમત્વ, કલ્પ્ય અન્નનો અપરિભોગ અને નષ્ટવિનષ્ટમાં આકુળતા. II૩૦૮II ટીકાઃ लोभो अतिसञ्चयशीलता च क्लिष्टत्वमतिममत्वं तथा कल्प्यमुपभोगार्हं यदन्नमशनं तस्य तृष्णातिरेकादपरिभोगः कल्प्यान्नाऽपरिभोगः मकारोऽलाक्षणिकः, नष्टविनष्टे च क्वचिद्वस्तुनि मूर्च्छातिरेकादाकल्यं मान्धं रोगावाप्तेर्नष्टं च अश्वादिवद् गतमेव यन्नागतं विनष्टं धान्यादिवनिक्षिप्तमेव यत् प्रलीनं तदुच्यत इति ॥ ३०८ ॥ ટીકાર્થ ઃદોષો • તનુષ્યત કૃતિ ।। લોભ, અતિસંચયશીલતા, ક્લિષ્ટપણું, અતિમમત્વ અને કલ્પ્ય=ઉપભોગને યોગ્ય, જે અન્ન=આહાર, તેનો તૃષ્ણાના અતિરેકને કારણે અપરિભોગ કલ્પ્ય અન્ન અપરિભોગ છે, મકાર અલાક્ષણિક છે, કોઈક વસ્તુ નષ્ટ-વિનષ્ટ થયે છતે મૂર્છાના અતિરેકથી આકલ્ય=રોગની પ્રાપ્તિ હોવાથી માંઘ, નષ્ટ અને વિનષ્ટનો ભેદ કરે છે નષ્ટ-અશ્વાદિની જેમ ગયેલું જ, જે આવેલું નથી, ધાત્યાદિની જેમ ફેંકાયેલું જ જે અત્યંત લીન થયેલું છે તે વિનષ્ટ કહેવાય છે. ૧૩૦૮॥
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy