SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨ ગાથા ૩૦૪ ૩૦૫ ટીકાર્ય - मानो નિન્દ્રાડસૂવા = ।। માન, મદ, અહંકાર, પરપરિવાદ, આત્મઉત્કર્ષ, પરપરિભવ પણ, તેમ પરની નિંદા અને અસૂયા. ।।૩૦૪|| ગાથા = हीला निरोवयारित्तणं, निरवणामया अविणओ य । परगुणपच्छायणया, जीवं पाडंति संसारे ।। ३०५ ।। ૧૦૧ ગાથાર્થ ઃ હીલા=હીલના, નિરુપકારીપણું, નિરવનામતા અને અવિનય, બીજાના ગુણો ઢાંકવા જીવને સંસારમાં પાડે છે. II૩૦૫II ટીકા हीला निरुपकारित्वं निरवनामता अविनयश्च परगुणप्रच्छादनता, एतान्यपि मानध्वनिनाऽभिधीयन्ते पूर्वोक्तयुक्तेः एतानि च क्रियमाणानि जीवं पातयन्ति संसारे इति ।। ३०५ ।। ટીકાર્થ ઃ हीला સંસારે કૃતિ ।। હીલા=હીલના, નિરુપકારીપણું, નિરવનામતા, અવિનય અને બીજાના ગુણોને ઢાંકવા આઓ પણ પૂર્વે કહેવાયેલી યુક્તિથી માન શબ્દથી કહેવાય છે, માનનાં કાર્યો છે માટે માનના લમાં હેતુના ઉપચારથી માન કહેવાય છે અને કરાતા એવા આઓ જીવને સંસારમાં પાડે છે. ।।૩૦૫ા ભાવાર્થ: માન એ જીવનો કષાયનો પરિણામ છે. જીવ ગુણવાન પ્રત્યે નમ્ર થયેલ નથી, તેથી પોતાને પ્રાપ્ત થયેલ તુચ્છ શક્તિઓમાં પોતાને કંઈક માને છે. તેથી બીજા કરતાં પોતાને અધિક માનીને માન-કષાયથી પીડિત થાય છે. તે માન જ પ્રસંગે મદ કરાવે છે, ત્યારે વ્યક્તરૂપે બીજા કરતાં હું અધિક છું, તેમ માનીને બીજાને હીન જોવામાં તેનો ઉપયોગ પ્રવર્તે છે. વળી તે માન જ ક્યારેક અહંકારરૂપે પ્રવર્તે છે અર્થાત્ હું કરું એ બરાબર છે, સાચું છે ઇત્યાદિ ભાવો કરીને પોતાના તુચ્છ ભાવોમાં અહંકાર કરે છે. આથી કોઈક ગ્રંથ પોતે કર્યો હોય, તેમાં નિપુણતાયુક્ત પદાર્થનું નિરૂપણ ન હોય તોપણ આ ગ્રંથ પોતે કર્યો છે, ઇત્યાદિ અહંકારને વશ સર્વ પાસે અભિવ્યક્તિ કરે છે. વળી માન-કષાયને વશ બીજાના પરિવાદને કરે છે. બીજાને હીન દેખાડી પોતાનું આધિક્ય વ્યક્ત કરે છે. વળી પોતાનો ઉત્કર્ષ, સત્ય કે અસત્ય લોકો આગળ કહીને માન-કષાયને દૃઢ કરે છે. વળી માન-કષાયને વશ બીજાનો પરિભવ કરે છે અર્થાત્ આનામાં કાંઈ કુશળતા નથી ઇત્યાદિ કહીને પોતે કુશળ છે, તેમ સ્થાપવા યત્ન કરે
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy