SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૨-૪૩. બળથી મોહનો નાશ કરીને મોક્ષને પામ્યા. તે રીતે જે સાધુઓ પરમાર્થને જાણનારા છે અર્થાત્ મનુષ્યભવની સફળતાનો પરમાર્થ ક્ષમાદિ ભાવોની વૃદ્ધિ છે, દેહ પ્રત્યે મમત્વ ધારણ કરવું એ પરમાર્થ નથી, તે પ્રમાણે જાણનારા જે બુદ્ધિમાન પુરુષો છે તેઓ શક્તિના પ્રકર્ષથી ક્ષમાદિ ભાવની વૃદ્ધિ માટે સદા યત્ન કરે છે, તેથી પ્રાણનો નાશ થતો હોય છતાં ક્ષમાદિ ભાવોમાં યત્ન કરી શકતા હોય તો તેમાં જ યત્ન કરે છે, દેહના રક્ષણ માટે યત્ન કરતા નથી અને ક્ષમાદિની વૃદ્ધિ અશક્ય જણાય ત્યારે યતનાપૂર્વક અપવાદને સેવીને પણ ક્ષમાના રક્ષણ માટે દેહનું પાલન કરે છે, પરંતુ દેહ પ્રત્યે કે શાતા પ્રત્યે પ્રતિબંધને ધારણ કરતા નથી. II૪શા અવતરણિકા : तदेवमेते स्कन्दकशिष्याः प्राणात्ययकारिण्यपि परे न क्रुद्धाः, ईदृशमेव साधूनां कर्तुं युज्यते इत्याहઅવતરણિકાર્ય : આ રીતે પ્રાણનો વિનાશ કરનારા પણ પરમાં આ સ્કંદકના શિષ્યો ક્રોધ પામ્યા નહિ, આવા પ્રકારનું જ સાધુઓને કરવું ઘટે છે અને કહે છે – ગાથા : जिणवयणसुइसकण्णा, अवगयसंसारघोरपेयाला । बालाण खमंति जई, जइ त्ति किं इत्थ अच्छेरं ।।४३।। ગાથાર્થ : જિનવચનના શ્રવણથી સુકર્ણવાળા જણાયેલા ઘોર સંસારના વિચારવાળા યતિઓ જો અજ્ઞાની સંબંધી દુષ્યષ્ટિતને સહન કરે છે=જીંદક શિષ્યોની જેમ સહન કરે છે, એમાં શું આશ્ચર્ય છે ? JI૪3II ટીકા : सकर्णाः सश्रुतिका उच्यन्ते, ते च लोकरूढ्यापि भवन्ति, अतस्तद्व्यवच्छेदेन जिनवचनस्यार्हद्भाषितस्य कषायविपाकदर्शिनो या श्रुतिः श्रवणं तया सकर्णा इति समासस्त अत एव अवगतो ज्ञातो घोरसंसारस्य रौद्रभवस्य ‘पेयालो त्ति' देशीयभाषया विचारोऽसारतापर्यालोचनरूपो यैस्ते, तथा घोरशब्दस्य संसारशब्दात् परनिपातः प्राकृतत्वात् । बालानामज्ञानां सम्बन्धि, दुष्टचेष्टितमिति गम्यते, क्षमन्ते सहन्ते यतयः साधवो यदीत्यभ्युपगमे, इत्येवं स्कन्दकशिष्यवत्किमत्राश्चर्यं चित्रं, યુમેવૈતષમિતિ રૂા
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy